સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધનદોલત માટે પ્રેમ

ધનદોલત માટે પ્રેમ

શું બાઇબલમાં એવું જણાવ્યું છે કે સંપત્તિ અને પૈસા હોવાં ખોટું છે?

સભા ૭:૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૩:૧૧-૧૪—સુલેમાન રાજા નમ્ર છે એટલે યહોવા તેમને ખૂબ ધનદોલત આપે છે

    • અયૂ ૧:૧-૩, ૮-૧૦—અયૂબ ઘણા ધનવાન છે, તોપણ તેમના માટે યહોવા સાથેનો સંબંધ સૌથી કીમતી છે

કેમ પૈસા અને ચીજવસ્તુઓથી આપણને સાચી ખુશી મળતી નથી?

ધનદોલત ક્યારે કામ નથી આવતી?

ધનદોલતથી કયો મોટો ખતરો ઊભો થઈ શકે છે?

પૈસા પર ભરોસો રાખવો કેમ છેતરામણો સાબિત થઈ શકે છે?

ની ૧૧:૪, ૧૮, ૨૮; ૧૮:૧૧; માથ ૧૩:૨૨

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૮:૧૮-૨૪—સિમોનને લાગે છે કે તે પૈસા આપીને મંડળમાં અમુક લહાવા ખરીદી શકે છે, પણ તે ખોટા હતા

પૈસાનો મોહ હશે તો શું ગુમાવી બેસીશું?

માથ ૬:૧૯-૨૧; લૂક ૧૭:૩૧, ૩૨

  • એને લગતા અહેવાલ:

    • માર્ક ૧૦:૧૭-૨૩—એક ધનવાન માણસને પોતાની માલ-મિલકત એટલી વહાલી છે કે તે ઈસુનો શિષ્ય બનવાનો અમૂલ્ય લહાવો ગુમાવી દે છે

    • ૧તિ ૬:૧૭-૧૯—પ્રેરિત પાઉલ ધનવાન ખ્રિસ્તીઓને ચેતવણી આપે છે કે તેઓ ઘમંડી ન બને, નહિ તો તેઓ ઈશ્વરની કૃપા ગુમાવી બેસશે

ધનદોલત માટે પ્રેમ હશે તો કઈ રીતે આપણી શ્રદ્ધા નબળી પડી શકે છે અને આપણે યહોવાની કૃપા ગુમાવી શકીએ છીએ?

પુન ૮:૧૦-૧૪; ની ૨૮:૨૦; ૧યો ૨:૧૫-૧૭

આ પણ જુઓ: ગી ૫૨:૬, ૭; આમ ૩:૧૨, ૧૫; ૬:૪-૮

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૩૧:૨૪, ૨૫, ૨૮—અયૂબ જાણે છે કે ધનદોલત પર ભરોસો રાખવો ખોટું છે. કેમ કે ધનદોલત પર ભરોસો રાખવાનો અર્થ થાય કે તેમને ઈશ્વર પર ભરોસો નથી

    • લૂક ૧૨:૧૫-૨૧—ઈસુ એક ધનવાન માણસનું ઉદાહરણ આપે છે, જે ઈશ્વરની નજરમાં ધનવાન ન હતો. આમ ઈસુ ચેતવણી આપે છે કે આપણે સંપત્તિ ભેગી કરવા પાછળ દોટ ન મૂકવી જોઈએ

આપણી પાસે જે કંઈ છે એમાં કઈ રીતે ખુશ રહી શકીએ?

કયો ખજાનો ધનદોલત અને ચીજવસ્તુઓ કરતાં વધારે કીમતી છે અને કેમ?

ની ૩:૧૧, ૧૩-૧૮; ૧૦:૨૨; માથ ૬:૧૯-૨૧

  • એને લગતા અહેવાલ:

    • હાગ ૧:૩-૧૧—યહોવા હાગ્ગાય પ્રબોધક દ્વારા જણાવે છે કે હવે લોકો પર તેમનો આશીર્વાદ રહ્યો નથી. કેમ કે તેઓ મંદિર બનાવવાને બદલે પોતાનાં ઘર બનાવવામાં વ્યસ્ત છે અને એશઆરામથી જીવે છે

    • પ્રક ૩:૧૪-૧૯—ઈસુ લાવદિકિયા મંડળને ઠપકો આપે છે કેમ કે તેઓ માટે ઈશ્વરની ભક્તિ કરતાં ધનદોલત વધારે મહત્ત્વની હતી

આપણે કેમ ભરોસો રાખવો જોઈએ કે યહોવા આપણી જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે?