સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજ

ધીરજ

ધીરજથી સહન કરવું; રાહ જોવી

યહોવા કઈ રીતે ધીરજ બતાવે છે?

રોમ ૨:૪; ૯:૨૨

આ પણ જુઓ: નહે ૯:૩૦

  • એને લગતા અહેવાલ:

    • યર્મિ ૭:૨૩-૨૫—યહોવા જણાવે છે કે લોકો વારંવાર તેમના માર્ગમાંથી ભટકી ગયા, તોપણ તે તેઓ સાથે ધીરજથી વર્ત્યા

    • ૨પિ ૩:૩-૯, ૧૫—પ્રેરિત પિતર સમજાવે છે કે યહોવા કેમ અને કઈ રીતે ધીરજ બતાવે છે. તે એ પણ સમજાવે છે કે તેમની ધીરજની એક હદ છે

શું યહોવાના ભક્તોને ધીરજ બતાવવાની જરૂર પડે છે?

ની ૨૫:૧૫; ૧કો ૧૩:૪, ૭; એફે ૪:૧-૩; ૧તિ ૬:૧૧; ૨તિ ૨:૨૪, ૨૫; ૪:૨; ૨પિ ૧:૫, ૬

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૯:૧૯-૨૧; ૪૦:૧૪, ૧૫, ૨૩; ૪૧:૧, ૯-૧૪—યૂસફને ગુલામીમાં વેચી દેવામાં આવે છે અને એક ખોટા આરોપને લીધે તેમણે વર્ષો સુધી કેદમાં રહેવું પડે છે. તોપણ તે ધીરજથી બધું સહન કરે છે અને યહોવાને વફાદાર રહે છે

    • હિબ્રૂ ૬:૧૦-૧૫—પ્રેરિત પાઉલ ઇબ્રાહિમનો દાખલો આપીને સમજાવે છે કે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે

આપણે કઈ રીતે જાણીએ છીએ કે અમુક લોકો આપણો સંદેશો નહિ સાંભળે અથવા વિરોધ કરશે?

માથ ૧૦:૨૨; યોહ ૧૫:૧૮, ૧૯; ૨કો ૬:૪, ૫

  • એને લગતા અહેવાલ:

    • ૨પિ ૨:૫; ઉત ૭:૨૩; માથ ૨૪:૩૭-૩૯—નૂહ ‘સત્યનો માર્ગ જાહેર કરે છે,’ તોપણ મોટા ભાગના લોકો તેમનું સાંભળતા નથી. એટલે ફક્ત તે અને તેમનું કુટુંબ પૂરમાંથી બચી જાય છે

    • ૨તિ ૩:૧૦-૧૪—પાઉલ તિમોથીને કહે છે કે તેમણે ઘણાં દુઃખો ધીરજથી સહન કર્યાં છે. તે તિમોથીને પણ એમ કરવાનું ઉત્તેજન આપે છે

આપણે કઈ રીતે જાણીએ છીએ કે કુટુંબના સભ્યો પણ આપણો વિરોધ કરશે?

માથ ૧૦:૨૨, ૩૬-૩૮; લૂક ૨૧:૧૬-૧૯

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૪:૩-૧૧; ૧યો ૩:૧૧, ૧૨—કાઈન દુષ્ટ છે એટલે તે પોતાના ભાઈ હાબેલનું ખૂન કરે છે, જે નેક હતો

    • ઉત ૩૭:૫-૮, ૧૮-૨૮—યૂસફ પોતાના સપના વિશે ભાઈઓને જણાવે છે ત્યારે તેઓ યૂસફ પર હુમલો કરે છે અને તેમને ગુલામીમાં વેચી દે છે

સતાવણી થાય ત્યારે આપણે કેમ મરણથી ડરવું ન જોઈએ?

માથ ૧૦:૨૮; ૨તિ ૪:૬, ૭

આ પણ જુઓ: પ્રક ૨:૧૦

  • એને લગતા અહેવાલ:

    • દા ૩:૧-૬, ૧૩-૧૮—શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો મરવા તૈયાર છે, પણ કોઈ કિંમતે મૂર્તિપૂજા કરવા તૈયાર નથી

    • પ્રેકા ૫:૨૭-૨૯, ૩૩, ૪૦-૪૨—પ્રેરિતોને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, તોપણ તેઓ એ બધું ધીરજથી સહન કરે છે અને પ્રચાર કરતા રહે છે

આપણને સુધારવામાં આવે ત્યારે યહોવાને વફાદાર રહેવા શું મદદ કરશે?

ની ૩:૧૧, ૧૨; હિબ્રૂ ૧૨:૫-૭

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૨૦:૯-૧૨; પુન ૩:૨૩-૨૮; ૩૧:૭, ૮—યહોવા મૂસાને શિસ્ત આપે છે ત્યારે મૂસા દુઃખી થઈ જાય છે. પણ તે ધીરજ રાખે છે અને અંત સુધી યહોવાને વફાદાર રહે છે

    • ૨રા ૨૦:૧૨-૧૮; ૨કા ૩૨:૨૪-૨૬—હિઝકિયા રાજાને પોતાની ભૂલ માટે કડક ઠપકો મળે છે ત્યારે તે પોતાને નમ્ર કરે છે, ધીરજ રાખે છે અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહે છે

જ્યારે બીજાઓ યહોવાની ભક્તિ કરવાનું છોડી દે છે, ત્યારે કઈ રીતે આપણી ધીરજની કસોટી થઈ શકે છે?

યર્મિ ૧:૧૬-૧૯; હબા ૧:૨-૪

  • એને લગતા અહેવાલ:

    • ગી ૭૩:૨-૨૪—જ્યારે એક ગીતના લેખક જુએ છે કે દુષ્ટ લોકો સુખચેનથી જીવે છે, ત્યારે તેમને થાય છે કે યહોવાની ભક્તિ કરવાનો શો ફાયદો

    • યોહ ૬:૬૦-૬૨, ૬૬-૬૮—ઘણા લોકો ઈસુને પગલે ચાલવાનું છોડી દે છે, પણ પિતર પોતાની શ્રદ્ધાને લીધે ઈસુનો સાથ છોડતા નથી

ધીરજથી સહન કરતા રહેવા શું કરવું જોઈએ?

યહોવાની નજીક રહેવું જોઈએ

બાઇબલ વાંચવું જોઈએ અને શીખેલી વાતો પર મનન કરવું જોઈએ

નિયમિત રીતે દિલ ખોલીને પ્રાર્થના કરવી જોઈએ

રોમ ૧૨:૧૨; કોલ ૪:૨; ૧પિ ૪:૭

  • એને લગતા અહેવાલ:

    • દા ૬:૪-૧૧—જીવનું જોખમ હોવા છતાં દાનિયેલ યહોવાને પ્રાર્થના કરવાનું છોડતા નથી

    • માથ ૨૬:૩૬-૪૬; હિબ્રૂ ૫:૭—ઈસુ પોતાના મરણની આગલી રાતે કરગરીને પ્રાર્થના કરે છે અને બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપે છે

ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવી જોઈએ

ભાવિની આશા પર મનન કરવું જોઈએ

યહોવા અને ભાઈ-બહેનો માટે વધારે ને વધારે પ્રેમ કેળવવો જોઈએ

યહોવાનાં નેક ધોરણોને જીવનમાં પહેલા રાખવાં જોઈએ

શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ

હંમેશાં યાદ રાખવું જોઈએ કે મુશ્કેલીઓમાં વફાદાર રહીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે

ધીરજથી સહન કરીશું તો કેવા ફાયદા થશે?

યહોવાને મહિમા મળશે

ની ૨૭:૧૧; યોહ ૧૫:૭, ૮; ૧પિ ૧:૬, ૭

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૧:૬-૧૨; ૨:૩-૫—શેતાન આરોપ મૂકે છે કે યહોવા માણસોનું રક્ષણ કરે છે, એટલે તેઓ તેમની ભક્તિ કરે છે. પણ અયૂબ કસોટીઓને ધીરજથી સહન કરીને શેતાનને જૂઠો સાબિત કરે છે

    • રોમ ૫:૧૯; ૧પિ ૧:૨૦, ૨૧—આદમ યહોવાને વફાદાર નથી રહેતો, પણ ઈસુ છેલ્લી ઘડી સુધી યહોવાને વફાદાર રહે છે. આમ ઈસુ આ મહત્ત્વના સવાલનો જવાબ આપે છે: શું તન-મનની ખામી વગરનો માણસ અઘરામાં અઘરા સંજોગોમાં યહોવાને વફાદાર રહેશે?

બીજાઓને પણ ધીરજ બતાવવા ઉત્તેજન મળશે

પ્રચારકામમાં સારાં પરિણામ મળશે

યહોવા આપણાથી ખુશ થશે અને ઇનામ આપશે