સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિરાશા

નિરાશા

આપણે ચાહીએ છીએ એવું બીજાઓ ન કરે, દુઃખ પહોંચાડે અથવા દગો દે

ગી ૫૫:૧૨-૧૪; લૂક ૨૨:૨૧, ૪૮

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૮:૧-૬—જ્યારે ઇઝરાયેલીઓ રાજાની માંગણી કરે છે, ત્યારે શમુએલ પ્રબોધકનું દિલ દુભાય છે અને તે નિરાશ થઈ જાય છે

    • ૧શ ૨૦:૩૦-૩૪—શાઉલ રાજા પોતાના દીકરા યોનાથાન પર ભડકી ઊઠે છે ત્યારે યોનાથાનનું દિલ દુઃખી થઈ જાય છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ગી ૫૫:૧૨-૧૪, ૧૬-૧૮, ૨૨—દાઉદનો નજીકનો દોસ્ત અહીથોફેલ તેમને દગો દે છે ત્યારે, દાઉદ યહોવા પર ભરોસો રાખે છે અને તેમને દિલાસો મળે છે

    • ૨તિ ૪:૧૬-૧૮—પ્રેરિત પાઉલના મુકદ્દમા વખતે તેમના સાથીઓ તેમને છોડીને જતા રહે છે. પણ યહોવા તેમને તાકાત આપે છે અને તે પોતાની આશા પર મન લગાડે છે

પોતાની નબળાઈઓ, ભૂલો કે પાપ

અયૂ ૧૪:૪; રોમ ૩:૨૩; ૫:૧૨

  • એને લગતા અહેવાલ:

    • ગી ૫૧:૧-૫—દાઉદ રાજા પોતાની ભૂલોના બોજ નીચે દબાઈ ગયા છે

    • રોમ ૭:૧૯-૨૪—પ્રેરિત પાઉલને હંમેશાં પોતાની નબળાઈઓ સામે લડત આપવી પડતી હતી, એટલે તે પોતાને લાચાર કહે છે

  • દિલાસો આપતી કલમો:

  • દિલાસો આપતા અહેવાલ:

    • ૧રા ૯:૨-૫—દાઉદ રાજાએ મોટાં મોટાં પાપ કર્યાં હતાં, તોપણ યહોવા તેમને એક પ્રમાણિક માણસ તરીકે યાદ રાખે છે

    • ૧તિ ૧:૧૨-૧૬—પાઉલે ગંભીર ભૂલો કરી હતી, તોપણ તેમને પૂરો ભરોસો છે કે તેમના પર દયા બતાવવામાં આવશે