સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પસ્તાવો

પસ્તાવો

બધા માણસોએ કેમ પાપનો પસ્તાવો કરવાની અને યહોવા પાસે માફી માંગવાની જરૂર છે?

રોમ ૩:૨૩; ૫:૧૨; ૧યો ૧:૮

આ પણ જુઓ: પ્રેકા ૨૬:૨૦

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે આપણે પાપ કબૂલ કરવા જોઈએ અને મદદ માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ

    • રોમ ૭:૧૫-૨૫—પાઉલ એક પ્રેરિત હતા અને તેમનામાં જોરદાર શ્રદ્ધા હતી. તોપણ તે અમુક વાર નિરાશ થઈ જતા હતા, કેમ કે તેમણે પોતાની પાપી ઇચ્છાઓ સામે લડવું પડતું હતું

પસ્તાવો કરનારાઓ વિશે યહોવાને કેવું લાગે છે?

હઝ ૩૩:૧૧; રોમ ૨:૪; ૨પિ ૩:૯

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૫:૧-૧૦—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે પાપી પસ્તાવો કરે છે ત્યારે યહોવા અને દૂતો આનંદ કરે છે

    • લૂક ૧૯:૧-૧૦—જાખ્ખી કર ઉઘરાવવાના બહાને લોકોને લૂંટતો હતો. પણ પછી તે પસ્તાવો કરે છે અને લોકોના પૈસા પાછા આપી દે છે, એટલે ઈસુ તેને માફ કરે છે

કઈ રીતે બતાવી શકીએ કે આપણે સાચા દિલથી પસ્તાવો કર્યો છે?

સાચા દિલથી પસ્તાવો કરનાર ખરું જ્ઞાન લેશે તો તેને કેવો ફાયદો થશે?

રોમ ૧૨:૨; કોલ ૩:૯, ૧૦; ૨તિ ૨:૨૫

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૭:૨૯-૩૧—પ્રેરિત પાઉલ એથેન્સના લોકોને સમજાવે છે કે સત્યથી અજાણ હોવાને લીધે લોકો મૂર્તિપૂજા કરે છે. પાઉલ તેઓને પસ્તાવો કરવાની અરજ કરે છે

    • ૧તિ ૧:૧૨-૧૫—ઈસુ વિશે સાચું જ્ઞાન ન હોવાને લીધે પાઉલે મોટાં મોટાં પાપ કર્યાં હતાં

પસ્તાવો કરવો કેટલું જરૂરી છે?

ભલે આપણાથી ઘણી વાર પાપ થઈ જાય, પણ કેમ ભરોસો રાખી શકીએ કે જો સાચા દિલથી પસ્તાવો કરીશું તો યહોવા માફ કરશે?

જેઓ પોતાનાં પાપ કબૂલ કરે છે અને ખરાબ કામોથી પાછા ફરે છે તેઓ સાથે યહોવા કઈ રીતે વર્તે છે?

શા પરથી કહી શકીએ કે પસ્તાવો કરવામાં ફક્ત અફસોસની લાગણી હોવી અથવા માફી માંગવી પૂરતું નથી?

૨કા ૭:૧૪; ની ૨૮:૧૩; હઝ ૧૮:૩૦, ૩૧; ૩૩:૧૪-૧૬; માથ ૩:૮; પ્રેકા ૩:૧૯; ૨૬:૨૦

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૩:૧-૬, ૧૦-૧૬—મનાશ્શા રાજા વર્ષો સુધી ખરાબ કામ કરતા રહે છે. પણ પછી તે પોતાનાં કામોથી બતાવી આપે છે કે તેમણે સાચા દિલથી પસ્તાવો કર્યો છે. તે પોતાને નમ્ર કરે છે, વારંવાર પ્રાર્થના કરે છે અને ખરાબ કામોથી પાછા ફરે છે

    • ગી ૩૨:૧-૬; ૫૧:૧-૪, ૧૭—દાઉદ રાજા પોતાનાં પાપ કબૂલ કરે છે અને પ્રાર્થના કરે છે. તે સ્વીકારે છે કે તેમણે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે અને એનો તેમને ખૂબ અફસોસ છે. આમ તે સાચો પસ્તાવો કરે છે

આપણી વિરુદ્ધ પાપ કરનાર વ્યક્તિ સાચા દિલથી પસ્તાવો કરે તો આપણે કેમ તેને માફ કરવી જોઈએ?