પાપ
ભૂલો
પાપ એટલે શું અને આપણે બધા કેમ પાપી ગણાઈએ છીએ?
બાઇબલમાંથી કઈ રીતે ખાતરી મળે છે કે પાપ તરફ દોરી જતી ખોટી ઇચ્છા સામે આપણે લડી શકીએ છીએ?
-
એને લગતા અહેવાલ:
-
૨શ ૧૧:૨-૫, ૧૪, ૧૫, ૨૬, ૨૭; ૧૨:૧-૧૩—દાઉદ રાજા મોટાં પાપ કરે છે ત્યારે તેમને કડક ઠપકો આપવામાં આવે છે અને તે પસ્તાવો કરે છે
-
રોમ ૭:૧૫-૨૪—પાઉલે ઈશ્વરભક્તિમાં અને શ્રદ્ધા બતાવવામાં જોરદાર દાખલો બેસાડ્યો હતો, તોપણ તેમણે ઘણી વાર પાપી ઇચ્છાઓ અને ખોટા વિચારો સામે લડવું પડ્યું
-
ઘણા લોકો કઈ રીતે અજાણતાં કે બીજાઓની વાતોમાં આવીને પાપ કરી બેસે છે?
પ્રેકા ૩:૧૭; ૧૭:૨૯, ૩૦; ૧તિ ૧:૧૩; ૧પિ ૧:૧૪
આ પણ જુઓ: ગણ ૧૫:૨૭-૨૯
જાણીજોઈને પાપ કરતા રહેવું કેમ ગંભીર છે?
હિબ્રૂ ૧૦:૨૬, ૨૭; ૧યો ૩:૪, ૮, ૯
આ પણ જુઓ: ગણ ૧૫:૩૦; રોમ ૧:૨૮-૩૨; ૧તિ ૫:૨૦
શેતાન કઈ રીતે ઈશ્વરભક્તોને પાપ કરવા લલચાવે છે?
ની ૧:૧૦, ૧૧, ૧૫; માથ ૫:૨૮; યાકૂ ૧:૧૪, ૧૫
-
એને લગતા અહેવાલ:
-
ઉત ૩:૧-૬—શેતાન એક સાપ દ્વારા હવાને સ્વાર્થી ઇચ્છા પૂરી કરવા લલચાવે છે. આમ, હવા યહોવા પર શંકા કરવા લાગે છે
-
ની ૭:૬-૧૦, ૨૧-૨૩—સુલેમાન રાજા એવા ભોળા યુવાન વિશે જણાવે છે, જે વેશ્યાની વાતોમાં આવી જાય છે
-
આપણે કઈ રીતે શેતાનના ફાંદાઓથી બચી શકીએ?
એફે ૪:૨૭; ૬:૧૦-૧૮; યાકૂ ૪:૭, ૮
-
એને લગતા અહેવાલ:
-
ની ૫:૧-૧૪—જેમ પિતા પોતાના દીકરાને સલાહ આપે છે, તેમ સુલેમાન યહોવા તરફથી આપણને સલાહ આપે છે કે શા માટે અને કઈ રીતે વ્યભિચારથી દૂર રહેવું જોઈએ
-
માથ ૪:૧-૧૧—ઈસુ શાસ્ત્રની મદદથી શેતાનની લાલચોનો સામનો કરે છે
-
કયાં અમુક ગંભીર પાપથી ખ્રિસ્તીઓએ દૂર રહેવું જોઈએ?
આ જુઓ: “ખરાબ કામો”
પાપની કબૂલાત
આપણે કેમ પાપ છુપાવવાં ન જોઈએ?
આપણે કોની આગળ પાપ કબૂલ કરવાં જોઈએ?
યહોવા પાસેથી પાપોની માફી મેળવી શકીએ એ માટે કોણ આપણા “સહાયક” છે?
વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે તેણે દિલથી પસ્તાવો કર્યો છે?
આ પણ જુઓ: “પસ્તાવો”
-
એને લગતા અહેવાલ:
-
નિર્ગ ૨૨:૧-૧૨—મૂસાના નિયમશાસ્ત્રમાં નિયમ હતો કે ચોર જેની વસ્તુઓ ચોરે, તેને નુકસાની ભરી આપે
-
લૂક ૧૯:૮, ૯—મુખ્ય કર ઉઘરાવનાર જાખ્ખી પસ્તાવો કરે છે. તે પોતાની ભૂલ સુધારે છે અને ખોટી રીતે પડાવી લીધેલા પૈસા લોકોને પાછા આપે છે
-
કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણને માફ કરશે?
આ જુઓ: “માફી”
યહોવાએ મંડળનું રક્ષણ કરવાની અને ગંભીર પાપ કરનારને મદદ કરવાની જવાબદારી કોને સોંપી છે?
આ પણ જુઓ: પ્રેકા ૨૦:૨૮; ગલા ૬:૧
કોઈ ગંભીર પાપ કરે ત્યારે તેના કુટુંબ પર અને મંડળ પર કેવી અસર પડે છે?
આ પણ જુઓ: પુન ૨૯:૧૮
-
એને લગતા અહેવાલ:
-
યહો ૭:૧-૧૩, ૨૦-૨૬—આખાન ગંભીર પાપ કરે છે અને એને છુપાવવાનો પ્રયત્ન કરે છે. એના લીધે બધા ઇઝરાયેલીઓએ મુશ્કેલીઓ વેઠવી પડે છે
-
યૂના ૧:૧-૧૬—યૂના યહોવાનું કહ્યું માનતા નથી, એટલે વહાણના બધા લોકોનું જીવન જોખમમાં મુકાય છે
-
૧કો ૫:૧-૭—પ્રેરિત પાઉલ કોરીંથ મંડળમાં એક વ્યક્તિનું ગંભીર પાપ ખુલ્લું પાડે છે, જેની અસર આખા મંડળ પર થઈ રહી હતી
-
શિસ્ત મળશે એ ડરથી કેમ વડીલોની મદદ લેતા અચકાવું ન જોઈએ?
અગાઉ કરેલી ભૂલ વિશે વિચારીને દુઃખી થવાને બદલે, કેમ ભરોસો રાખવો જોઈએ કે યહોવાએ આપણને માફ કરી દીધા છે?
આ જુઓ: “માફી”
જો ખબર પડે કે કોઈએ ગંભીર પાપ કર્યું છે, તો આપણે કેમ ખાતરી કરવી જોઈએ કે તે વડીલોને એ વિશે જણાવે?
-
એને લગતા અહેવાલ:
-
પુન ૧૩:૬-૯; ૨૧:૧૮-૨૦—મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે એક ઇઝરાયેલીએ પોતાના કુટુંબીજનના અથવા મિત્રના ગંભીર પાપ વિશે વડીલોને જણાવવાનું હતું
-