સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પિતા

પિતા

પિતાની કઈ કઈ જવાબદારી છે?

પુન ૬:૬, ૭; એફે ૬:૪; ૧તિ ૫:૮; હિબ્રૂ ૧૨:૯, ૧૦

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૨:૨; ૨૪:૧-૪—ઇબ્રાહિમ ઇસહાકને બહુ પ્રેમ કરે છે. તે પોતાનાથી બનતું બધું કરે છે, જેથી ઇસહાક એવી પત્ની શોધી શકે જે યહોવાની ભક્તિ કરતી હોય

    • માથ ૧૩:૫૫; માર્ક ૬:૩—ઈસુને “સુથારનો દીકરો” અને “સુથાર” કહેવામાં આવ્યા છે. એનાથી ખ્યાલ આવે છે કે યૂસફે પોતાના દીકરાને સારી રીતે એ આવડત કેળવવા મદદ કરી હતી

બાળકોએ કેમ પોતાના પિતા સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ?

નિર્ગ ૨૦:૧૨

આ પણ જુઓ: માથ ૬:૯

  • એને લગતા અહેવાલ:

    • હો ૧૧:૧,—યહોવા પોતાને એક પિતા સાથે સરખાવે છે. એટલું જ નહિ, પિતાની જેમ તે પોતાના લોકોને શીખવે છે અને પ્રેમથી તેઓની સંભાળ રાખે છે. એનાથી દેખાઈ આવે છે કે તે કુટુંબની સંભાળ રાખતા દરેક પિતાની ખૂબ કદર કરે છે

    • લૂક ૧૫:૧૧-૩૨—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે યહોવા એક પ્રેમાળ પિતા છે. જેઓ પાપ કરીને પસ્તાવો કરે છે, તેઓને યહોવા પિતા માફ કરવા તૈયાર છે. એનાથી દેખાઈ આવે છે કે ઈસુ પણ કુટુંબની સંભાળ રાખતા પિતાઓની ખૂબ કદર કરે છે અને તેઓને માન આપે છે