સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાર્થના

પ્રાર્થના

આપણને કઈ રીતે ખબર છે કે યહોવા આપણી પ્રાર્થના સાંભળે છે અને જવાબ આપે છે?

ગી ૬૫:૨; ૧૪૫:૧૮; ૧યો ૫:૧૪

આ પણ જુઓ: ગી ૬૬:૧૯; પ્રેકા ૧૦:૩૧; હિબ્રૂ ૫:૭

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૮:૩૬-૩૮—કાર્મેલ પર્વત પર એલિયાની સામે બઆલના પ્રબોધકો આવે છે. એલિયા યહોવાને પ્રાર્થના કરે છે અને યહોવા તરત જવાબ આપે છે

    • માથ ૭:૭-૧૧—ઈસુ આપણને પ્રાર્થના કરતા રહેવાનું ઉત્તેજન આપે છે. તે ખાતરી આપે છે કે યહોવા એક પ્રેમાળ પિતાની જેમ આપણી વાત સાંભળે છે

ખ્રિસ્તીઓએ ફક્ત કોને પ્રાર્થના કરવી જોઈએ?

આપણે કોના નામમાં પ્રાર્થના કરીએ છીએ?

યહોવા કોની પ્રાર્થના સાંભળે છે?

યહોવા કોની પ્રાર્થના સાંભળતા નથી?

ની ૧૫:૨૯; ૨૮:૯; યશા ૧:૧૫; મીખ ૩:૪; યાકૂ ૪:૩; ૧પિ ૩:૭

  • એને લગતા અહેવાલ:

    • યહો ૨૪:૯, ૧૦—યહોવા બલામની પ્રાર્થના સાંભળતા નથી, કેમ કે તેની વિનંતી યહોવાની ઇચ્છા વિરુદ્ધ હતી

    • યશા ૧:૧૫-૧૭—યહોવા એ લોકોની પ્રાર્થના સાંભળતા નથી, જેઓ ભક્તિનો દેખાડો કરે છે અને જેઓના હાથ લોહીથી રંગાયેલા છે

આપણે પ્રાર્થનાના અંતે શું કહીએ છીએ અને કેમ?

શું કોઈ ખાસ રીતે બેસીને કે ઊભા રહીને પ્રાર્થના કરવી જોઈએ?

યહોવાના લોકો ભક્તિ માટે ભેગા મળે ત્યારે તેઓ શાના વિશે પ્રાર્થના કરી શકે?

પ્રેકા ૪:૨૩, ૨૪; ૧૨:૫

  • એને લગતા અહેવાલ:

    • ૧કા ૨૯:૧૦-૧૯—જ્યારે લોકો મંદિર બનાવવા રાજીખુશીથી દાન આપે છે ત્યારે દાઉદ રાજા બધાની સામે પ્રાર્થના કરે છે

    • પ્રેકા ૧:૧૨-૧૪—પ્રેરિતો, ઈસુના ભાઈઓ, ઈસુની મા મરિયમ અને બીજી અમુક સ્ત્રીઓ યરૂશાલેમમાં ઉપરના ઓરડામાં ભેગાં મળીને પ્રાર્થના કરે છે

પ્રાર્થના કરતી વખતે કેમ બડાઈ ન મારવી જોઈએ અથવા લોકો પર છવાઈ જવાની કોશિશ ન કરવી જોઈએ?

આપણે કેમ જમતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ?

આપણે કેમ પ્રાર્થના કરવામાં ક્યારેય પાછા ન પડવું જોઈએ?

રોમ ૧૨:૧૨; એફે ૬:૧૮; ૧થે ૫:૧૭; ૧પિ ૪:૭

  • એને લગતા અહેવાલ:

    • દા ૬:૬-૧૦—દાનિયેલનો જીવ જોખમમાં છે, તોપણ તે પ્રાર્થના કરવાનું છોડતા નથી

    • લૂક ૧૮:૧-૮—ઈસુ એક ખરાબ ન્યાયાધીશનું ઉદાહરણ આપે છે. તે એક વિધવાની વારંવાર ફરિયાદ સાંભળ્યા પછી તેને ન્યાય અપાવે છે. ઈસુ સમજાવે છે કે આપણા પિતા યહોવા તો નેક છે, જો તેમને વારંવાર પ્રાર્થના કરીશું તો તે જરૂર સાંભળશે

જો ચાહતા હોઈએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળે અને આપણને માફ કરે તો કેવું વલણ રાખવું જોઈએ?

૨કા ૭:૧૩, ૧૪

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૨૨:૧૧-૧૩, ૧૮-૨૦—યોશિયા રાજા નમ્ર બને છે અને યહોવાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે યહોવા તેમને દયા અને પ્રેમ બતાવે છે

    • ૨કા ૩૩:૧૦-૧૩—મનાશ્શા રાજા નમ્ર બનીને પ્રાર્થના કરે છે, એટલે યહોવા તેમને માફ કરે છે અને ફરી રાજા બનાવે છે

જો ચાહતા હોઈએ કે યહોવા આપણને માફ કરે તો પહેલા આપણે શું કરવાની જરૂર છે?

ઈશ્વરની ઇચ્છા પૂરી થાય એ માટે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

આપણી પ્રાર્થનાથી કેમ દેખાઈ આવવું જોઈએ કે આપણને યહોવા પિતામાં પૂરી શ્રદ્ધા છે?

આપણે શાના માટે પ્રાર્થના કરી શકીએ?

ઈશ્વરનું નામ પવિત્ર મનાય એ માટે

ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરે એ માટે

ઈશ્વરની ઇચ્છા પૂરી થાય એ માટે

જીવન-જરૂરી ચીજવસ્તુઓ માટે

પાપોની માફી માટે

લાલચનો સામનો કરવા માટે

યહોવાનો આભાર માનવા માટે

જ્ઞાન, સમજણ અને બુદ્ધિ માટે

ની ૨:૩-૬; ફિલિ ૧:૯; યાકૂ ૧:૫

આ પણ જુઓ: ગી ૧૧૯:૩૪

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૩:૧૧, ૧૨—સુલેમાન રાજા યહોવા પાસે બુદ્ધિ માંગે છે અને યહોવા તેમને બુદ્ધિથી ભરપૂર કરે છે

પવિત્ર શક્તિ માટે

બધાં ભાઈ-બહેનો માટે, ખાસ કરીને સતાવણી સહેતાં ભાઈ-બહેનો માટે

યહોવાની સ્તુતિ કરવા માટે

ગી ૮૬:૧૨; યશા ૨૫:૧; દા ૨:૨૩

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૦:૨૧—ઈસુ બધા આગળ પિતા યહોવાની સ્તુતિ કરે છે, કેમ કે યહોવાએ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને સત્યની વાતો જણાવી છે

    • પ્રક ૪:૯-૧૧—દૂતો યહોવાને માન-મહિમા આપે છે, જેના તે હકદાર છે

અધિકારીઓ આપણને શાંતિથી યહોવાની ભક્તિ અને પ્રચારકામ કરવા દે એ માટે

શું બાપ્તિસ્મા વખતે પ્રાર્થના કરવી યોગ્ય છે?

જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો છે, શું તેઓ માટે પ્રાર્થના કરાવવી યોગ્ય છે?

સામાન્ય રીતે ભાઈઓ કેમ માથું ઢાંક્યા વગર પ્રાર્થના કરે છે? અમુક સંજોગોમાં બહેનો કેમ માથે ઓઢીને પ્રાર્થના કરે છે?

આપણે કેટલી લાંબી અથવા કેટલી લાગણી સાથે પ્રાર્થના કરીએ છીએ, એના કરતાં યહોવા માટે શું વધારે મહત્ત્વનું છે?

યવિ ૩:૪૧; માથ ૬:૭

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૮:૨૫-૨૯, ૩૬-૩૯—એલિયા પ્રબોધક પડકાર ફેંકે છે એ પછી બઆલના પ્રબોધકો કલાકો સુધી તેઓના દેવને પ્રાર્થના કરે છે, પણ કોઈ જવાબ મળતો નથી

    • પ્રેકા ૧૯:૩૨-૪૧—એફેસસમાં મૂર્તિપૂજા કરતા લોકો બે કલાક સુધી ગાંડાની જેમ આર્તિમિસ દેવીને પોકારે છે. પણ તેઓને કોઈ જ જવાબ મળતો નથી, અધૂરામાં પૂરું એક અધિકારી તેઓને ખખડાવી નાખે છે