સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકો; યુવાનો

બાળકો; યુવાનો

બાળકો વિશે ઈશ્વરના વિચારો

કઈ રીતે ખબર પડે છે કે યહોવા બાળકો અને યુવાનોને કીમતી ગણે છે?

પુન ૬:૬, ૭; ૧૪:૨૮, ૨૯; ગી ૧૧૦:૩; ૧૨૭:૩-૫; ૧૨૮:૩, ૪; યાકૂ ૧:૨૭

આ પણ જુઓ: અયૂ ૨૯:૧૨; ગી ૨૭:૧૦; ની ૧૭:૬

આ પણ જુઓ: “કુટુંબ

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧:૨૭, ૨૮—યહોવાની ઇચ્છા છે કે મનુષ્યો બાળકો પેદા કરે અને પૃથ્વીને ભરી દે

    • ઉત ૯:૧—પૂર પછી નૂહ અને તેમના દીકરાઓને ઈશ્વર કહે છે કે તેઓ બાળકો પેદા કરે અને પૃથ્વીને ભરી દે

    • ઉત ૩૩:૫—કુળપિતા યાકૂબ બાળકોને ઈશ્વર તરફથી ભેટ ગણે છે

    • માર્ક ૧૦:૧૩-૧૬—ઈસુ બાળકોને પિતા યહોવાની જેમ પ્રેમ કરે છે

જેઓ બાળકો સાથે ખરાબ રીતે વર્તે છે, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?

બાઇબલના કયા સિદ્ધાંતોથી ખબર પડે છે કે બાળકો મોટાઓ જેવું વર્તે એવી આશા ન રાખવી જોઈએ?

ગણ ૧:૩; ૧કો ૧૩:૧૧

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૩:૧૨-૧૪—પોતાનાં બાળકો હજી નાનાં છે, એ વાત ધ્યાનમાં રાખીને યાકૂબ મુસાફરીમાં ધીરે ધીરે આગળ વધે છે

બાળકો પર આવતી તકલીફો અને મુશ્કેલીઓ માટે શું ઈશ્વર જવાબદાર છે?

અયૂ ૩૪:૧૦; યાકૂ ૧:૧૩; ૧યો ૫:૧૯

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૫:૧૮, ૨૦, ૨૩-૨૫—ઈસુ સમજાવે છે કે માણસો પાપને લીધે બીમાર પડે છે

    • રોમ ૫:૧૨—પ્રેરિત પાઉલ સમજાવે છે કે પાપ ક્યાંથી આવ્યું અને આપણે કેમ મરણ પામીએ છીએ

નાના-મોટા દરેકની દુઃખ-તકલીફો દૂર કરવા વિશે યહોવાએ કયાં વચનો આપ્યાં છે?

જો માતા-પિતાએ મોટી મોટી ભૂલો કરી હોય અને બાળક સાથે ખરાબ રીતે વર્ત્યા હોય, તો શું એનો એવો અર્થ થાય કે એ બાળક નકામું છે અથવા તે પણ તેનાં માતા-પિતા જેવી જ ભૂલો કરશે?

પુન ૨૪:૧૬; હઝ ૧૮:૧-૩, ૧૪-૧૮

આ પણ જુઓ: પુન ૩૦:૧૫, ૧૬

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૧૮:૧-૭; ૨કા ૨૮:૧-૪—હિઝકિયાનો પિતા દુષ્ટ હતો. તેણે પોતાનાં જ અમુક બાળકોને મારી નાખ્યાં હતાં. પણ હિઝકિયા યહોવાને વફાદાર રહે છે અને સારા રાજા બને છે

    • ૨રા ૨૧:૧૯-૨૬; ૨૨:૧, ૨—યોશિયાનો પિતા આમોન ખરાબ રાજા હતો. પણ યોશિયા સારો રાજા બને છે

    • ૧કો ૧૦:૧૧, ૧૨—પ્રેરિત પાઉલ જણાવે છે કે આપણે ખરાબ લોકોની ભૂલોમાંથી ઘણું શીખી શકીએ છીએ અને તેઓ જેવી ભૂલો કરવાથી બચી શકીએ છીએ

    • ફિલિ ૨:૧૨, ૧૩—પાઉલ લખે છે કે આપણું જીવન બચશે કે નહિ, એનો આધાર આપણા પર છે

બાળકો અને યુવાનોની જવાબદારી

યહોવાની ભક્તિ કરતા હોય એવાં માતા કે પિતા સાથે રહેતાં બાળકો વિશે યહોવા શું વિચારે છે?

૧કો ૭:૧૪

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૯:૧૨, ૧૫—દૂતો લોતની દીકરીઓને બચાવે છે. એનું એક કારણ એ હતું કે તેઓના પિતા નેક હતા

જો માતા-પિતાનો ઈશ્વર સાથે સારો સંબંધ હોય, તો શું એનો એવો અર્થ થાય કે બાળકોનો પણ ઈશ્વર સાથે સારો સંબંધ હશે?

ની ૨૦:૧૧; હઝ ૧૮:૫, ૧૦-૧૩

  • એને લગતા અહેવાલ:

    • લેવી ૧૦:૧-૩, ૮, ૯—પ્રમુખ યાજક હારુનના દીકરાઓને મોતની સજા થાય છે, કેમ કે તેઓ કદાચ નશામાં હતા

    • ૧શ ૮:૧-૫—શમુએલ સારા અને વફાદાર પ્રબોધક છે, પણ તેમના દીકરાઓ બેઈમાની કરે છે

ઈશ્વરને ખુશ કરવા બાળકોએ શું કરવું જોઈએ?

બાળકો અને યુવાનોએ કેમ સભામાં જવું જોઈએ?

પુન ૩૧:૧૨, ૧૩; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૫:૩૨-૩૮—ઈસુ ટોળાને શીખવે છે ત્યારે એમાં બાળકો પણ હોય છે

આપણે કઈ રીતે જાણી શકીએ કે બાળકો યહોવાની ભક્તિ કરે એવી તેમની ઇચ્છા છે?

ગી ૮:૨; ૧૪૮:૧૨, ૧૩

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧૭:૪, ૮-૧૦, ૪૧, ૪૨, ૪૫-૫૧—યહોવા યુવાન દાઉદ દ્વારા એક રાક્ષસી કદના ખૂંખાર દુશ્મનને હરાવે છે. આ રીતે તે પોતાના નામનો મહિમા કરે છે

    • ૨રા ૫:૧-૧૫—યહોવા એક નાની ઇઝરાયેલી છોકરી દ્વારા બીજા દેશના સેનાપતિને પોતાના વિશે જણાવે છે

    • માથ ૨૧:૧૫, ૧૬—અમુક નાનાં બાળકો મસીહની સ્તુતિ કરે છે અને ઈસુ તેઓના વખાણ કરે છે

યહોવાનાં ભક્ત ન હોય એવાં માતા-પિતાનાં બાળકો વિશે યહોવા શું વિચારે છે?

  • એને લગતા અહેવાલ:

    • ગણ ૧૬:૨૫, ૨૬, ૩૨, ૩૩—અમુક માણસો મૂસા અને હારુન વિરુદ્ધ બળવો કરે છે, જેમાં તેઓનું કુટુંબ પણ સાથ આપે છે. એટલે યહોવા એ માણસોની સાથે સાથે તેઓનાં કુટુંબને પણ સજા કરે છે

    • ગણ ૨૬:૧૦, ૧૧—કોરાહ માર્યો જાય છે પણ તેના દીકરાઓ નહિ, કેમ કે તેઓ યહોવાને વફાદાર રહે છે

યુવાનોએ કેમ સમજી-વિચારીને દોસ્ત બનાવવા જોઈએ?

ઈસુના પગલે ચાલતા યુવાનોએ કોની સાથે દોસ્તી કરવી જોઈએ?

૨તિ ૨:૨૨

આ પણ જુઓ: “દોસ્તો