સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા ધર્મોના રીતરિવાજો અને શિક્ષણ

બીજા ધર્મોના રીતરિવાજો અને શિક્ષણ

શું બધા ધર્મના લોકો એક જ ઈશ્વરની ભક્તિ કરે છે?

અલગ અલગ ધર્મો અલગ અલગ વાતો શીખવે છે, પણ શું યહોવા એ બધા ધર્મોનો સ્વીકાર કરે છે?

માથ ૭:૧૩, ૧૪; યોહ ૧૭:૩; એફે ૪:૪-૬

  • એને લગતા અહેવાલ:

    • યહો ૨૪:૧૫—યહોશુઆ જણાવે છે કે આપણે યહોવાની ભક્તિ કરીશું કે બીજા દેવોની, એની પસંદગી આપણે જ કરવાની છે

    • ૧રા ૧૮:૧૯-૪૦—યહોવા એલિયા પ્રબોધક દ્વારા બતાવી આપે છે કે યહોવાના ભક્તોએ બીજાં દેવી-દેવતાઓની ભક્તિમાં ભાગ લેવો ન જોઈએ

જૂઠાં દેવી-દેવતાઓ વિશે અને તેઓની ભક્તિ વિશે યહોવાને કેવું લાગે છે?

જ્યારે લોકો યહોવાની ભક્તિમાં જૂઠા રીતરિવાજોની ભેળસેળ કરે છે ત્યારે યહોવાને કેવું લાગે છે?

યશા ૧:૧૩-૧૫; ૧કો ૧૦:૨૦-૨૨; ૨કો ૬:૧૪, ૧૫, ૧૭

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૩૨:૧-૧૦—હારુન સોનાનું એક વાછરડું બનાવે છે. લોકો કહે છે કે તેઓ એ વાછરડાની પૂજા કરીને “યહોવા માટે તહેવાર” ઊજવશે. એ જોઈને યહોવા ખૂબ ગુસ્સે ભરાય છે

    • ૧રા ૧૨:૨૬-૩૦—યરોબઆમ રાજા ચાહતો નથી કે લોકો યરૂશાલેમના મંદિરમાં જઈને ભક્તિ કરે. એટલે તે મૂર્તિઓ બનાવે છે અને કહે છે કે એ યહોવાને રજૂ કરે છે. એના લીધે લોકો પાપમાં પડે છે

જૂઠી ભક્તિ કરતા લોકોથી દૂર રહેવા વિશે યહોવાએ ઇઝરાયેલીઓને શું શીખવ્યું હતું?

જ્યારે ઇઝરાયેલીઓ બીજાં દેવી-દેવતાઓની ભક્તિ કરવા લાગ્યા ત્યારે યહોવાએ શું કર્યું?

ન્યા ૧૦:૬, ૭; ગી ૧૦૬:૩૫-૪૦; યર્મિ ૪૪:૨, ૩

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૧:૧-૯—સુલેમાન રાજા પરદેશી પત્નીઓની વાતોમાં આવી જાય છે અને મૂર્તિપૂજાને ટેકો આપે છે. એનાથી યહોવાનો ગુસ્સો સળગી ઊઠે છે

    • ગી ૭૮:૪૦, ૪૧, ૫૫-૬૨—આસાફ જણાવે છે કે ઇઝરાયેલીઓ ઘણી વાર બળવો કરે છે અને મૂર્તિપૂજા કરવા લાગે છે. એનાથી યહોવાને બહુ દુઃખ થાય છે અને તે તેઓને તરછોડી દે છે

શાસ્ત્રમાંથી ન હોય એવા શિક્ષણ વિશે ઈસુને કેવું લાગતું હતું?

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૬:૬, ૧૨—ઈસુ કહે છે કે ફરોશીઓ અને સાદુકીઓનું શિક્ષણ ખમીર જેવું છે, જે જલદી ફેલાય છે અને લોકો એ શિક્ષણ પાળીને યહોવાથી દૂર થઈ જાય છે

    • માથ ૨૩:૫-૭, ૨૩-૩૩—ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓનાં ઢોંગ અને ખોટા શિક્ષણને લીધે તેઓને કડક ઠપકો આપે છે

    • માર્ક ૭:૫-૯—ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓના શિક્ષણને ખુલ્લું પાડે છે અને કહે છે કે તેઓ શાસ્ત્રની વાતો પાળવાને બદલે માણસોએ બનાવેલા રીતરિવાજો પર વધારે ભાર મૂકે છે

શું ઈસુ ચાહતા હતા કે તેમના શિષ્યો અલગ અલગ પંથ ઊભા કરે?

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૧૫:૪, ૫—ઈસુ દ્રાક્ષાવેલાનું ઉદાહરણ આપીને સમજાવે છે કે શિષ્યોએ તેમની સાથે અને એકબીજા સાથે એકતામાં રહેવું જોઈએ

    • યોહ ૧૭:૧, ૬, ૧૧, ૨૦-૨૩—ઈસુ પોતાના મરણની આગલી રાતે પ્રેરિતો સાથે હોય છે ત્યારે પ્રાર્થના કરે છે કે તેમના બધા શિષ્યો એકતામાં રહે

શું પહેલી સદીનાં બધાં મંડળોમાં એક જેવું જ શિક્ષણ આપવામાં આવતું હતું, એક જેવી જ ભક્તિ થતી હતી?

પ્રેકા ૧૬:૪, ૫; રોમ ૧૨:૪, ૫

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૧:૨૦-૨૩, ૨૫, ૨૬—અંત્યોખ અને યરૂશાલેમનાં મંડળો એકબીજાને સાથ-સહકાર આપે છે, તેઓ વચ્ચે એકતા છે

    • રોમ ૧૫:૨૫, ૨૬; ૨કો ૮:૧-૭—પહેલી સદીનાં મંડળો મુશ્કેલ સમયમાં એકબીજાને મદદ કરે છે. એનાથી દેખાઈ આવે છે કે તેઓ વચ્ચે સાચો પ્રેમ અને એકતા છે

શું ઈસુમાં શ્રદ્ધા મૂકવાનો દાવો કરતા ધર્મોને યહોવા સ્વીકારે છે?

જો લોકો ઈસુ અને પ્રેરિતોએ શીખવેલી વાતો ન પાળે, તો શું યહોવા તેઓની ભક્તિ સ્વીકારશે?

પ્રેકા ૨૦:૨૯, ૩૦; ૧તિ ૪:૧-૩

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩—ઈસુ એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ ખેતરમાં જંગલી છોડ ઊગી નીકળે છે, તેમ ખ્રિસ્તના પગલે ચાલવાનો દાવો કરતા લોકો ઊભા થશે અને મંડળમાં પગપેસારો કરશે

    • ૧યો ૨:૧૮, ૧૯—વૃદ્ધ પ્રેરિત યોહાન જણાવે છે કે પહેલી સદી પૂરી થવા આવી ત્યાં સુધીમાં તો મંડળમાં ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા હતા

મંડળમાં જૂઠા શિક્ષણ અને ખરાબ કામોને ચલાવી લેવામાં આવે તો શું થઈ શકે?

ખ્રિસ્તીઓએ એકતા જાળવી રાખવા શું કરવું જોઈએ?

ખ્રિસ્તીઓએ કેમ જૂઠી ભક્તિથી દૂર રહેવું જોઈએ?

ધર્મોના જૂઠા શિક્ષણને ખુલ્લું પાડવું કેમ યોગ્ય છે?

જ્યારે બીજા ધર્મોના લોકો આપણા પર હુમલો કરે અને આપણી સતાવણી કરે, ત્યારે આપણને કેમ નવાઈ ન લાગવી જોઈએ?