સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભક્તિ

ભક્તિ

આપણે ફક્ત કોની ભક્તિ કરવી જોઈએ?

નિર્ગ ૩૪:૧૪; પુન ૫:૮-૧૦; યશા ૪૨:૮

  • એને લગતા અહેવાલ:

    • માથ ૪:૮-૧૦—શેતાન ઈસુને કહે છે કે જો તે એક વાર તેની ભક્તિ કરશે તો દુનિયાનાં બધાં રાજ્યો તેમને આપી દેશે. પણ ઈસુ સાફ ના પાડી દે છે અને કહે છે કે ફક્ત ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ

    • પ્રક ૧૯:૯, ૧૦—પ્રેરિત યોહાન દૂતની ભક્તિ કરવા ઘૂંટણિયે પડે છે ત્યારે દૂત તેમને રોકે છે

આપણે કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, એ વિશે યહોવાની શું ઇચ્છા છે?

યોહ ૪:૨૪; યાકૂ ૧:૨૬, ૨૭

  • એને લગતા અહેવાલ:

    • યશા ૧:૧૦-૧૭—યહોવા એવા લોકોની ભક્તિ સ્વીકારતા નથી, જેઓ તેમની ભક્તિ કરવાનો ઢોંગ કરે છે અને તેમનાં ધોરણો પ્રમાણે જીવતા નથી

    • માથ ૧૫:૧-૧૧—યહોવા ચાહે છે કે આપણે તેમના નીતિ-નિયમો પ્રમાણે ભક્તિ કરીએ, માણસોના રીતરિવાજો પ્રમાણે નહિ. એ વાત ઈસુ સ્પષ્ટ રીતે સમજાવે છે

શક્ય હોય ત્યાં સુધી આપણે કોની સાથે મળીને યહોવાની ભક્તિ કરવી જોઈએ?

હિબ્રૂ ૧૦:૨૪, ૨૫

આ પણ જુઓ: ગી ૧૩૩:૧-૩

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૨:૪૦-૪૨—પહેલી સદીના ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા, પવિત્ર શક્તિથી લખાયેલી વાતોનો અભ્યાસ કરવા અને એકબીજા સાથે હળવા-મળવા ભેગા મળતા હતા

    • ૧કો ૧૪:૨૬-૪૦—પાઉલ જણાવે છે કે સભાઓની ગોઠવણ વ્યવસ્થિત રીતે થવી જોઈએ અને એ ઉત્તેજન આપનારી હોવી જોઈએ. એમ કરવાથી લોકો શીખવેલી વાતોને સારી રીતે સમજી શકશે અને ફાયદો મેળવી શકશે

જો આપણે ચાહતા હોઈએ કે યહોવા આપણી ભક્તિ સ્વીકારે તો શું કરવું જોઈએ?

માથ ૭:૨૧-૨૪; ૧યો ૨:૧૭; ૫:૩

  • એને લગતા અહેવાલ:

    • હિબ્રૂ ૧૧:૬—પ્રેરિત પાઉલ સમજાવે છે કે જો આપણામાં શ્રદ્ધા હશે તો જ યહોવા આપણી ભક્તિ સ્વીકારશે

    • યાકૂ ૨:૧૪-૧૭, ૨૪-૨૬—ઈસુના ભાઈ યાકૂબ સમજાવે છે કે કામો વગર શ્રદ્ધા મરેલી છે અને શ્રદ્ધા આપણને સારાં કામો કરવા પ્રેરે છે