મંડળમાંથી દૂર કરવું
મંડળને ખરાબ અસરોથી બચાવવા વડીલોએ કેમ પૂરું ધ્યાન આપવું જોઈએ?
કોઈ ભાઈ કે બહેન ખોટું કામ કરે ત્યારે આખા મંડળ પર એની કેવી અસર પડે છે?
-
એને લગતા અહેવાલ:
-
યહો ૭:૧, ૪-૧૪, ૨૦-૨૬—આખાન અને તેનું કુટુંબ પાપ કરે છે ત્યારે બધા ઇઝરાયેલીઓએ એનું પરિણામ ભોગવવું પડે છે
-
યૂના ૧:૧-૧૬—યૂના પ્રબોધક યહોવાનું સાંભળતા નથી, એટલે વહાણના બધા ખલાસીઓનું જીવન જોખમમાં આવી જાય છે
-
મંડળનો ભાગ બની રહેવા એક ઈશ્વરભક્તે કેવાં વાણી-વર્તનથી દૂર રહેવું જોઈએ?
રોમ ૧૬:૧૭, ૧૮; ૧કો ૫:૧૧; ૧તિ ૧:૨૦; તિત ૩:૧૦, ૧૧
આ પણ જુઓ: “વાણી-વર્તન”
મંડળના કોઈ ભાઈ કે બહેન પાપ કરવાનું ચાલુ રાખે તો મંડળે શું કરવું જોઈએ?
ગંભીર પાપના કિસ્સામાં વડીલોએ કોઈ નિર્ણય લેતા પહેલાં કેવાં પગલાં ભરવાં જોઈએ?
વડીલોએ કઈ રીતે નક્કી કરવું જોઈએ કે કોઈએ ગંભીર પાપ કર્યું છે કે નહિ અને સમિતિની ગોઠવણ કરવાની જરૂર છે કે નહિ?
અમુકને કેમ મંડળમાંથી દૂર કરવામાં આવે છે અથવા ઠપકો આપવામાં આવે છે? એનાથી મંડળને કેવો ફાયદો થઈ શકે છે?
બાઇબલ પ્રમાણે આપણે એવા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ, જેઓને મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે?
જે વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં આવી હોય, તે પછીથી પસ્તાવો કરે તો શું તે મંડળમાં પાછી આવી શકે?
આ પણ જુઓ: “પસ્તાવો”
મંડળને શુદ્ધ રાખવા આપણે બધા શું કરી શકીએ?
આ પણ જુઓ: પુન ૧૩:૬-૧૧
મંડળમાંથી દૂર કરવામાં આવશે એ ડરને લીધે વ્યક્તિએ કેમ પોતાનું ગંભીર પાપ છુપાવવું ન જોઈએ?
ગી ૩૨:૧-૫; ની ૨૮:૧૩; યાકૂ ૫:૧૪, ૧૫
આ પણ જુઓ: “પાપ—પાપની કબૂલાત”
અમુક કિસ્સામાં વ્યક્તિને મંડળમાંથી દૂર કરવામાં ન આવે, તોપણ આપણે કેમ તેની સાથે વધારે સંગત ન રાખવી જોઈએ?
જો કોઈ વ્યક્તિને બદનામ કરવામાં આવી હોય અથવા તેની સાથે દગો થયો હોય, તો તે શું કરી શકે અને કેમ?
જો કોઈ ખોટા માર્ગે જઈ રહ્યું હોય, તો કેમ પરિપક્વ ભાઈ-બહેનોએ તેને મદદ કરવાની કોશિશ કરવી જોઈએ?