સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મતભેદ થાળે પાડવા

મતભેદ થાળે પાડવા

કોઈ દુઃખ પહોંચાડે ત્યારે કેમ ગુસ્સે ન થવું જોઈએ અથવા બદલો ન લેવો જોઈએ?

ની ૨૦:૨૨; ૨૪:૨૯; રોમ ૧૨:૧૭, ૧૮; યાકૂ ૧:૧૯, ૨૦; ૧પિ ૩:૮, ૯

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૫:૯-૧૩, ૨૩-૩૫—નાબાલ દાઉદ અને તેમના માણસોનું અપમાન કરે છે અને તેઓને મદદ કરતો નથી, એટલે દાઉદને ગુસ્સો આવે છે. તે નાબાલ અને તેના આખા કુટુંબને પતાવી દેવાનું વિચારે છે. પણ અબીગાઈલની સારી સલાહને લીધે દાઉદ ખૂનના દોષથી બચી જાય છે

    • ની ૨૪:૧૭-૨૦—ઈશ્વરની પ્રેરણાથી સુલેમાન રાજા લખે છે કે દુશ્મન પડી જાય તો આપણે ખુશ ન થવું જોઈએ અને ભરોસો રાખવો જોઈએ કે યહોવા દુષ્ટોનો ન્યાય કરશે

જો કોઈ ભાઈ કે બહેન સાથે મતભેદ થાય તો શું આપણે તેમની સાથે બોલવાનું બંધ કરી દેવું જોઈએ અથવા મનમાં ખાર ભરી રાખવો જોઈએ?

લેવી ૧૯:૧૭, ૧૮; ૧કો ૧૩:૪, ૫; એફે ૪:૨૬

  • એને લગતા અહેવાલ:

    • માથ ૫:૨૩, ૨૪—ઈસુ સમજાવે છે કે જો કોઈ આપણાથી નારાજ હોય તો આપણે સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરવું જોઈએ

કોઈ આપણને દુઃખ પહોંચાડે તો આપણે શું કરવું જોઈએ?

કોઈ વ્યક્તિ આપણને વારંવાર ઠેસ પહોંચાડે અને પછી દિલથી માફી માંગે તો આપણે કેમ તેને માફ કરવી જોઈએ?

જો કોઈ આપણને બદનામ કરે, છેતરે અથવા એવું કંઈક કરે જેને જતું કરવું આપણા માટે અઘરું હોય, તો એ વ્યક્તિ સાથે કોણે વાત કરવી જોઈએ અને કેમ?

જે વ્યક્તિએ આપણને બદનામ કર્યા છે અથવા છેતર્યા છે, તેની સાથે એકલામાં વાત કરીએ તોપણ તે પસ્તાવો ન કરે, તો આપણે શું કરવું જોઈએ?