સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માતા-પિતા

માતા-પિતા

યહોવાએ કેમ લગ્‍નની ગોઠવણ કરી છે?

માતા-પિતાને પોતાનાં બાળકો વિશે કેવું લાગવું જોઈએ?

ગી ૧૨૭:૩-૫; ૧૨૮:૩

આ પણ જુઓ: “બાળકો; યુવાનો

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૩૩:૪, ૫—યાકૂબ બાળકોને યહોવા તરફથી આશીર્વાદ ગણે છે

    • નિર્ગ ૧:૧૫, ૧૬, ૨૨; ૨:૧-૪; ૬:૨૦—આમ્રામ અને યોખેબેદના ઘરે મૂસાનો જન્મ થાય છે ત્યારે, તેઓ મૂસાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકે છે

માતા-પિતાની શું જવાબદારી છે?

પુન ૬:૬, ૭; ૧૧:૧૮, ૧૯; ની ૨૨:૬; ૨કો ૧૨:૧૪; ૧તિ ૫:૮

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૧:૧-૪—એલ્કાનાહ પોતાના આખા કુટુંબને તહેવારના સમયે શીલોહ લઈ જાય છે, જેથી બાળકો પણ તેમની સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકે

    • લૂક ૨:૩૯, ૪૧—યૂસફ અને મરિયમ દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવવા પોતાનાં બાળકો સાથે નાઝરેથથી યરૂશાલેમ જાય છે

જો માતા-પિતા બાળકોને યહોવાની આજ્ઞા પાળવાનું શીખવશે તો કેવા ફાયદા થશે?

ની ૧:૮, ૯; ૨૨:૬

આ પણ જુઓ: ૨તિ ૩:૧૪, ૧૫

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨:૧૮-૨૧, ૨૬; ૩:૧૯—શમુએલનાં માતા-પિતા શમુએલને મંડપમાં સેવા આપવા મોકલે છે. તેઓ દર વર્ષે તેમને મળવા આવે છે અને તેમની માટે જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવે છે. પરિણામે, શમુએલ યહોવાને પ્રેમ કરવાનું શીખે છે અને મોટા થઈને પણ વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહે છે

    • લૂક ૨:૫૧, ૫૨—ઈસુનાં માતા-પિતા ભૂલભરેલાં હતાં, તોપણ તે તેઓને આધીન રહે છે

બાળકોનો સારી રીતે ઉછેર કરવા માતા-પિતાને ક્યાંથી માર્ગદર્શન મળી શકે?

પુન ૬:૪-૯; એફે ૬:૪; ૨તિ ૩:૧૪-૧૭

આ પણ જુઓ: ગી ૧૨૭:૧; ની ૧૬:૩

  • એને લગતા અહેવાલ:

    • ન્યા ૧૩:૨-૮—જ્યારે માનોઆહને ખબર પડે છે તેમની પત્નીને એક બાળક થશે, ત્યારે બાળકનો ઉછેર કરવા વિશે તે યહોવાની સલાહ માંગે છે

    • ગી ૭૮:૩-૮—યહોવા ચાહે છે કે માતા-પિતા બાઇબલમાંથી જે શીખે છે, એ તેઓનાં બાળકોને પણ શીખવે

યહોવાની ભક્તિ કરતા કુટુંબમાં મોટું થયેલું બાળક પણ કેમ યહોવાના માર્ગમાંથી ફંટાઈ શકે છે?

હઝ ૧૮:૧-૧૩, ૨૦

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૬:૧-૫; યહૂ ૬—સદીઓથી દૂતો યહોવાની સાથે હતા, તોપણ તેઓમાંથી ઘણા તેમની વિરુદ્ધ જવાનો નિર્ણય લે છે

    • ૧શ ૮:૧-૩—શમુએલ નેક અને વફાદાર પ્રબોધક છે, પણ તેમના દીકરાઓ બેઈમાન અને ભ્રષ્ટ છે

માતા-પિતાએ બાળકને ક્યારથી યહોવા વિશે શીખવવું જોઈએ?

૨તિ ૩:૧૫

  • એને લગતા અહેવાલ:

    • પુન ૨૯:૧૦-૧૨, ૨૯; ૩૧:૧૨; એઝ ૧૦:૧—ઇઝરાયેલીઓ યહોવા વિશે શીખવા ભેગા થાય છે ત્યારે પોતાનાં બાળકોને સાથે લાવે છે

    • લૂક ૨:૪૧-૫૨—યૂસફ અને મરિયમ દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવવા ઈસુ અને બાકીનાં બાળકો સાથે યરૂશાલેમના મંદિરમાં જાય છે

દુષ્ટ લોકોથી બાળકોનું રક્ષણ કરવા માતા-પિતા કોના દાખલાને અનુસરી શકે?

  • એને લગતા અહેવાલ:

    • નિર્ગ ૧૯:૪; પુન ૩૨:૧૧, ૧૨—યહોવા પોતાને એક ગરુડ સાથે સરખાવે છે, જે પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડે છે, રક્ષણ કરે છે અને સંભાળ રાખે છે

    • યશા ૪૯:૧૫—યહોવા વચન આપે છે કે તે બાળકને ધવડાવતી મા કરતાં પણ વધારે સારી રીતે પોતાના ભક્તોની સંભાળ રાખશે અને તેઓનું રક્ષણ કરશે

    • માથ ૨:૧-૧૬—ઈસુ બાળક હતા ત્યારે શેતાન તેમને મારી નાખવા માંગતો હતો. એટલે તે જ્યોતિષીઓને દુષ્ટ રાજા હેરોદ પાસે મોકલે છે. પણ યહોવા ઈસુનું રક્ષણ કરવા યૂસફને કહે છે કે તે પોતાના કુટુંબને ઇજિપ્ત લઈ જાય

    • માથ ૨૩:૩૭—ઈસુ જણાવે છે કે જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે અને તેઓનું રક્ષણ કરે છે, તેમ તે પણ લોકોને મદદ કરવા માંગે છે

માતા-પિતાએ કેમ પોતાનાં બાળકોને જાતીય સંબંધ વિશે સમજાવવું જોઈએ?

  • એને લગતા અહેવાલ:

    • લેવી ૧૫:૨, ૩, ૧૬, ૧૮, ૧૯; પુન ૩૧:૧૦-૧૩—મૂસાના નિયમોમાં સાફ જણાવ્યું છે કે જાતીય સંબંધો વિશે યહોવાનાં શું ધોરણો છે. યહોવા એ પણ કહે છે કે જ્યારે એ નિયમો વાંચી સંભળાવવામાં આવે ત્યારે બાળકો હાજર હોય

    • ગી ૧૩૯:૧૩-૧૬—યહોવાએ જે રીતે માનવ શરીરની રચના કરી છે અને બાળકો પેદા કરવાની શક્તિ આપી છે, એ માટે ગીતકર્તા દાઉદ યહોવાની સ્તુતિ કરે છે

    • ની ૨:૧૦-૧૫—યહોવા પાસેથી મળતાં જ્ઞાન અને બુદ્ધિ મેળવીશું તો નીચ અને કપટી લોકોથી બચી શકીશું

માતા-પિતાએ કેમ બાળકોને પ્રેમથી શિસ્ત આપવી જોઈએ?

ની ૧૩:૨૪; ૨૯:૧૭; યર્મિ ૩૦:૧૧; એફે ૬:૪

આ પણ જુઓ: ગી ૨૫:૮; ૧૪૫:૯; કોલ ૩:૨૧

  • એને લગતા અહેવાલ:

    • ગી ૩૨:૧-૫—યહોવા દાઉદને તેમની ભૂલ માટે શિસ્ત આપે છે. પણ દાઉદને એ જાણીને દિલાસો મળે છે કે દિલથી પસ્તાવો કરનારને યહોવા માફ કરે છે

    • યૂના ૪:૧-૧૧—યૂના પ્રબોધક ગુસ્સામાં આવીને યહોવાનો આદર કરતા નથી અને તેમની સાથે ખરાબ રીતે વાત કરે છે. પણ યહોવા ધીરજ રાખે છે અને પ્રેમથી તેમને દયાનો પાઠ શીખવે છે

કેમ કહી શકીએ કે શિસ્ત એ માતા-પિતાના પ્રેમની નિશાની છે?