માફી
શું યહોવા ખરેખર માફ કરવા તૈયાર છે?
આ પણ જુઓ: ૨પિ ૩:૯
-
એને લગતા અહેવાલ:
-
ગી ૭૮:૪૦, ૪૧; ૧૦૬:૩૬-૪૬—ઇઝરાયેલીઓ વારંવાર યહોવાના દિલને ઠેસ પહોંચાડે છે, પણ યહોવા તેઓને વારંવાર માફ કરે છે
-
લૂક ૧૫:૧૧-૩૨—ઈસુ યહોવાની માફી વિશે સમજાવવા એક દયાળુ પિતાનું ઉદાહરણ આપે છે. ઈસુ જણાવે છે કે દીકરો ખરાબ કામો માટે પસ્તાવો કરે છે ત્યારે, તેના પિતા કઈ રીતે તેને માફ કરે છે
-
યહોવા શાના આધારે આપણને માફ કરે છે?
-
એને લગતા અહેવાલ:
-
હિબ્રૂ ૯:૨૨-૨૮—પ્રેરિત પાઉલ સમજાવે છે કે ખ્રિસ્તના લોહીથી જ આપણને પાપની માફી મળે છે
-
પ્રક ૭:૯, ૧૦, ૧૪, ૧૫—પ્રેરિત યોહાન જણાવે છે કે યહોવા ‘મોટા ટોળાના’ લોકોનાં પાપ માફ કરે છે, કેમ કે તેઓએ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકી છે
-
જો ચાહતા હોઈએ કે યહોવા આપણને માફ કરે તો શું કરવું જોઈએ?
માથ ૬:૧૪, ૧૫; માર્ક ૧૧:૨૫; લૂક ૧૭:૩, ૪; યાકૂ ૨:૧૩
-
એને લગતા અહેવાલ:
-
અયૂ ૪૨:૭-૧૦—અયૂબને સાજા કરતા પહેલાં અને આશીર્વાદ આપતા પહેલાં યહોવાએ કહ્યું કે અયૂબ પોતાના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરે, જેઓ તેમની વિરુદ્ધ બોલ્યા હતા
-
માથ ૧૮:૨૧-૩૫—ઈસુ એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જો આપણે યહોવા પાસેથી માફી મેળવવા માંગતા હોઈએ, તો આપણે પણ બીજાઓને માફ કરવા જોઈએ
-
પાપ કબૂલ કરવું અને દિલથી પસ્તાવો કરવો કેમ ખૂબ જરૂરી છે?
પ્રેકા ૩:૧૯; ૨૬:૨૦; ૧યો ૧:૮-૧૦
-
એને લગતા અહેવાલ:
-
ગી ૩૨:૧-૫; ૫૧:૧, ૨, ૧૬, ૧૭—ગંભીર પાપ કરવાને લીધે દાઉદ રાજાનું મન કચડાઈ જાય છે, તે દુઃખી દુઃખી થઈ જાય છે. પણ તે દિલથી પસ્તાવો કરે છે
-
યાકૂ ૫:૧૪-૧૬—યાકૂબ સમજાવે છે કે જો આપણાથી મોટી ભૂલ થઈ જાય, તો આપણે વડીલોને એ વિશે જણાવવું જોઈએ
-
જો ચાહતા હોઈએ કે યહોવા આપણને માફ કરે તો કેવા ફેરફારો કરવા જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
૧રા ૨૧:૨૭-૨૯; ૨કા ૧૮:૧૮-૨૨, ૩૩, ૩૪; ૧૯:૧, ૨—યહોવા આહાબ રાજાને સજા સંભળાવે છે ત્યારે તે દુઃખી થાય છે, પણ તે દિલથી પસ્તાવો કરતો નથી. એટલે યહોવા તેને માફ કરતા નથી અને તેનો નાશ થવા દે છે
-
૨કા ૩૩:૧-૧૬—માનાશ્શા રાજા દુષ્ટ કામો કરવામાં હદ વટાવી દે છે. પણ તે દિલથી પસ્તાવો કરે છે ત્યારે યહોવા તેમને માફ કરે છે. પછી તે ઇઝરાયેલીઓને મૂર્તિપૂજા કરતા રોકે છે અને યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન આપે છે
-
સાચો પસ્તાવો કરનારને યહોવા કેટલી હદે માફ કરે છે?
ગી ૧૦૩:૧૦-૧૪; યશા ૧:૧૮; ૩૮:૧૭; યર્મિ ૩૧:૩૪; મીખ ૭:૧૯
-
એને લગતા અહેવાલ:
-
૨શ ૧૨:૧૩; ૨૪:૧; ૧રા ૯:૪, ૫—દાઉદ રાજા ગંભીર પાપ કર્યાં પછી દિલથી પસ્તાવો કરે છે, એટલે યહોવા તેમને માફ કરે છે. આગળ જતાં તે દાઉદને સચ્ચાઈથી ચાલનાર માણસ પણ કહે છે
-
ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તે પણ યહોવાની જેમ માફ કરવા તૈયાર છે?
-
એને લગતા અહેવાલ:
-
માથ ૨૬:૩૬, ૪૦, ૪૧—જ્યારે ઈસુને સાથની સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે તેમના વહાલા પ્રેરિતો ઊંઘી જાય છે. પણ ઈસુ નારાજ થવાને બદલે એ વાત પર ધ્યાન આપે છે કે તેઓ ખૂબ થાકી ગયા છે
-
માથ ૨૬:૬૯-૭૫; લૂક ૨૪:૩૩, ૩૪; પ્રેકા ૨:૩૭-૪૧—પિતર ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડે છે. પણ પછી તે પસ્તાવો કરે છે એટલે ઈસુ તેમને માફ કરે છે. ઈસુ જીવતા થયા એ પછી પિતરને મળે છે અને મંડળમાં અમુક ખાસ જવાબદારીઓ સોંપે છે
-
આપણે કેમ કહી શકીએ કે યહોવા કંઈ બધાને માફ નહિ કરે?
માથ ૧૨:૩૧; હિબ્રૂ ૧૦:૨૬, ૨૭; ૧યો ૫:૧૬, ૧૭
-
એને લગતા અહેવાલ:
-
માથ ૨૩:૨૯-૩૩—ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ચેતવણી આપે છે કે જો તેઓ સુધરશે નહિ તો તેઓને ગેહેન્નાની સજા મળશે, એટલે કે તેઓનો સંપૂર્ણ નાશ થશે
-
યોહ ૧૭:૧૨; માર્ક ૧૪:૨૧—ઈસુ યહૂદા ઇસ્કારિયોતને ‘વિનાશનો દીકરો’ કહે છે. તે એમ પણ કહે છે કે એ દગાખોર જન્મ્યો ન હોત તો સારું થાત
-
બીજાઓને માફ કરવા આપણને શું મદદ કરશે?