સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા

યહોવા

તેમનું નામ

યહોવા નામનો અર્થ થાય છે, “તે શક્ય બનાવે છે”

યહોવા પોતાના સેવકો માટે શું બને છે અથવા શું કરે છે?

ઈશ્વરનું નામ પવિત્ર મનાય એ કેમ સૌથી મહત્ત્વનું છે?

બધાએ કેમ સર્વોપરી ઈશ્વર યહોવાની આજ્ઞા પાળવી જોઈએ?

યહોવાના અમુક ખિતાબ

ખડક—પુન ૩૨:૪; યશા ૨૬:૪

પિતા—માથ ૬:૯; યોહ ૫:૨૧

મહાન ઈશ્વર—હિબ્રૂ ૧:૩; ૮:૧

મહાન શિક્ષક—યશા ૩૦:૨૦

વિશ્વના માલિક—યશા ૨૫:૮; આમ ૩:૭

સનાતન યુગોના રાજા—૧તિ ૧:૧૭; પ્રક ૧૫:૩

સર્વશક્તિમાન—ઉત ૧૭:૧; પ્રક ૧૯:૬

સર્વોચ્ચ ઈશ્વર—ઉત ૧૪:૧૮-૨૨; ગી ૭:૧૭

સૈન્યોના ઈશ્વર યહોવા—૧શ ૧:૧૧

યહોવાના અમુક ખાસ ગુણો

યહોવાએ કઈ રીતે સ્પષ્ટ કર્યું છે કે તે પવિત્ર છે? એ જાણીને આપણે શું કરવું જોઈએ?

નિર્ગ ૨૮:૩૬; લેવી ૧૯:૨; ૨કો ૭:૧; ૧પિ ૧:૧૩-૧૬

  • એને લગતા અહેવાલ:

    • યશા ૬:૧-૮—યશાયા પ્રબોધક એક દર્શનમાં યહોવાને જુએ છે. પાપી હોવાને લીધે તે પોતાને નકામા સમજે છે. પણ એક દૂત યશાયાને જણાવે છે કે તે યહોવાની નજરે શુદ્ધ બની શકે છે

    • રોમ ૬:૧૨-૨૩; ૧૨:૧, ૨—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે કઈ રીતે પાપી વલણ સામે લડી શકીએ છીએ અને “પવિત્ર” બની શકીએ છીએ

યહોવા કેટલા શક્તિશાળી છે? તે કઈ અમુક રીતોએ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે?

નિર્ગ ૧૫:૩-૬; ૨કા ૧૬:૯; યશા ૪૦:૨૨, ૨૫, ૨૬, ૨૮-૩૧

  • એને લગતા અહેવાલ:

    • પુન ૮:૧૨-૧૮—મૂસા ઇઝરાયેલીઓને યાદ અપાવે છે કે તેઓ પાસે જે સારી વસ્તુઓ છે, એ યહોવાએ પોતાની શક્તિથી આપી છે

    • ૧રા ૧૯:૯-૧૪—એલિયા પ્રબોધકને હિંમત આપવા યહોવા અદ્‍ભુત રીતે બતાવી આપે છે કે તેમની પાસે કેટલી શક્તિ છે

આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે?

પુન ૩૨:૪; અયૂ ૩૪:૧૦; ૩૭:૨૩; ગી ૩૭:૨૮; યશા ૩૩:૨૨

  • એને લગતા અહેવાલ:

    • પુન ૨૪:૧૬-૨૨—મૂસાના નિયમશાસ્ત્રથી ખબર પડે છે કે યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે, તેમના ન્યાયમાં પ્રેમ અને દયા દેખાઈ આવે છે

    • ૨કા ૧૯:૪-૭—યહોશાફાટ રાજા ન્યાયાધીશોને કહે છે કે તેઓ માણસો તરફથી નહિ, પણ યહોવા તરફથી ન્યાય કરે

કઈ રીતે ખબર પડે છે કે યહોવા જ સૌથી બુદ્ધિશાળી છે?

ગી ૧૦૪:૨૪; ની ૨:૧-૮; યર્મિ ૧૦:૧૨; રોમ ૧૧:૩૩; ૧૬:૨૭

આ પણ જુઓ: ગી ૧૩૯:૧૪; યર્મિ ૧૭:૧૦

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૪:૨૯-૩૪—યહોવા સુલેમાન રાજાને એટલી બુદ્ધિ આપે છે કે એ સમયે તેમના જેટલું બુદ્ધિશાળી બીજું કોઈ ન હતું

    • લૂક ૧૧:૩૧; યોહ ૭:૧૪-૧૮—ઈસુ સુલેમાન કરતાં અનેક ગણા બુદ્ધિશાળી છે. તોપણ તે નમ્ર રહે છે અને યાદ રાખે છે કે યહોવાએ તેમને બુદ્ધિ આપી છે

યહોવાએ કઈ રીતે બતાવી આપ્યું કે પ્રેમ તેમનો મુખ્ય ગુણ છે?

યોહ ૩:૧૬; રોમ ૮:૩૨; ૧યો ૪:૮-૧૦, ૧૯

આ પણ જુઓ: સફા ૩:૧૭; યોહ ૩:૩૫

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૦:૨૯-૩૧—ઈસુ ચકલીઓનું ઉદાહરણ આપીને સમજાવે છે કે યહોવા પોતાના દરેક ભક્તને પ્રેમ કરે છે અને કીમતી ગણે છે

    • માર્ક ૧:૯-૧૧—યહોવા ઈસુને કહે છે કે તે તેમને પ્રેમ કરે છે અને એક પિતા તરીકે તેમને પોતાના દીકરા પર ગર્વ છે. એવી જ રીતે, માતા-પિતાએ પોતાના દરેક બાળકને કહેવું જોઈએ કે તેઓ તેને પ્રેમ કરે છે અને તેને શાબાશી આપવી જોઈએ

બીજાં કયાં કારણોને લીધે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ? બાઇબલમાં યહોવાના બીજા અમુક સુંદર ગુણો વિશે જણાવ્યું છે, જેમ કે . . .

આનંદી—૧તિ ૧:૧૧

ઉદાર—ગી ૧૦૪:૧૩-૧૫; ૧૪૫:૧૬

કરુણા બતાવનાર—યશા ૪૯:૧૫; ૬૩:૯; ઝખા ૨:૮

ખરા ઈશ્વર—ગી ૭:૯

તે કદી બદલાતા નથી; ભરોસાપાત્ર—માલ ૩:૬; યાકૂ ૧:૧૭

તે બધું જુએ છે અને જાણે છે—૨કા ૧૬:૯; ની ૧૫:૩

દયાળુ; કૃપા બતાવનાર—નિર્ગ ૩૪:૬; લૂક ૬:૩૫; રોમ ૨:૪

ધીરજ બતાવનાર—યશા ૩૦:૧૮; ૨પિ ૩:૯

નમ્ર—ગી ૧૮:૩૫

મહાન—ગી ૮:૧; ૧૪૮:૧૩; પ્રક ૪:૧-૬

વફાદાર—પ્રક ૧૫:૪

શાંતિના ઈશ્વર—ફિલિ ૪:૯

સનાતન ઈશ્વર; તેમની કોઈ શરૂઆત કે અંત નથી—ગી ૯૦:૨; ૯૩:૨

જો યહોવાને સારી રીતે ઓળખીશું તો શું કરી શકીશું?

યહોવાની ભક્તિ

કઈ રીતે ખબર પડે છે કે યહોવા પોતાના ભક્તો પાસેથી વધારે પડતી અપેક્ષા નથી રાખતા?

પુન ૧૦:૧૨; મીખ ૬:૮; ૧યો ૫:૩

  • એને લગતા અહેવાલ:

    • પુન ૩૦:૧૧-૧૪—ઇઝરાયેલીઓ માટે મૂસાના નિયમો પાળવા બહુ અઘરું ન હતું

    • માથ ૧૧:૨૮-૩૦—ઈસુ પોતાના શિષ્યોને ખાતરી આપે છે કે તે એક પ્રેમાળ માલિક છે અને તે આબેહૂબ પોતાના પિતા જેવા છે

આપણે કેમ યહોવાની સ્તુતિ કરવી જોઈએ?

ગી ૧૦૫:૧, ૨; યશા ૪૩:૧૦-૧૨, ૨૧

આ પણ જુઓ: યર્મિ ૨૦:૯; લૂક ૬:૪૫; પ્રેકા ૪:૧૯, ૨૦

  • એને લગતા અહેવાલ:

    • ગી ૧૦૪:૧, ૨, ૧૦-૨૦, ૩૩, ૩૪—યહોવાએ જે બધું બનાવ્યું છે, એના માટે એક ગીતના લેખક તેમની સ્તુતિ કરે છે

    • ગી ૧૪૮:૧-૧૪—આખી સૃષ્ટિ, અરે દૂતો પણ યહોવાની સ્તુતિ કરે છે. આપણે પણ તેમની સ્તુતિ કરવી જોઈએ

આપણાં વાણી-વર્તન અને કામોથી કઈ રીતે યહોવાને મહિમા મળે છે?

આપણે કેમ યહોવાની નજીક જવું જોઈએ?

યહોવાની નજીક જવા નમ્રતા બતાવવી કેમ જરૂરી છે?

યહોવાની નજીક જવા બાઇબલ વાંચવું અને મનન કરવું કેમ જરૂરી છે?

યહોવા વિશે જે શીખીએ એને જીવનમાં લાગુ પાડવું કેમ જરૂરી છે?

આપણે કેમ યહોવાથી કંઈ પણ છુપાવવું ન જોઈએ?

અયૂ ૩૪:૨૨; ની ૨૮:૧૩; યર્મિ ૨૩:૨૪; ૧તિ ૫:૨૪, ૨૫

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૫:૨૦-૨૭—ગેહઝી પોતાનું પાપ છુપાવવાની કોશિશ કરે છે, પણ યહોવા એલિશા પ્રબોધક આગળ તેનું પાપ ખુલ્લું પાડે છે

    • પ્રેકા ૫:૧-૧૧—અનાન્યા અને સફિરા પોતાનું પાપ છુપાવવાની કોશિશ કરે છે, પણ યહોવા તેઓનું પાપ ખુલ્લું પાડે છે અને સજા કરે છે