સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍ન

લગ્‍ન

લગ્‍નની શરૂઆત કોણે કરી?

ઈશ્વરભક્તે કોને જીવનસાથી તરીકે પસંદ કરવું જોઈએ?

કેમ એક ઈશ્વરભક્ત બાપ્તિસ્મા પામેલા દીકરા કે દીકરીને એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવાની મંજૂરી નહિ આપે, જેણે બાપ્તિસ્મા નથી લીધું?

૧કો ૭:૩૯; ૨કો ૬:૧૪, ૧૫

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૪:૧-૪,—વૃદ્ધ ઇબ્રાહિમ નક્કી કરે છે કે તે ઇસહાકનું લગ્‍ન એવી સ્ત્રી સાથે કરાવશે જે યહોવાની ભક્તિ કરતી હોય, જૂઠી ભક્તિ કરતી હોય એવી કનાની સ્ત્રી સાથે નહિ

    • ઉત ૨૮:૧-૪—ઇસહાક પોતાના દીકરા યાકૂબને કહે છે કે તે કનાની સ્ત્રી સાથે નહિ, પણ યહોવાની ભક્તિ કરતી હોય એવી સ્ત્રી સાથે લગ્‍ન કરે

યહોવાની ભક્તિ કરતી ન હોય એવી વ્યક્તિ સાથે એક ઈશ્વરભક્ત લગ્‍ન કરે છે ત્યારે યહોવાને કેવું લાગે છે?

પુન ૭:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૧:૧-૬, ૯-૧૧—યહોવાને સુલેમાન પર બહુ ગુસ્સો આવે છે, કેમ કે તે ઈશ્વરના નિયમ વિરુદ્ધ જઈને બીજા દેશની સ્ત્રીઓ સાથે લગ્‍ન કરે છે. એટલું જ નહિ, તેઓની વાતોમાં આવીને તે જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરે છે

    • નહે ૧૩:૨૩-૨૭—યહોવાની જેમ નહેમ્યાને એ ઇઝરાયેલી પુરુષો પર ગુસ્સો આવે છે, જેઓએ બીજા દેશની સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા હતા. એટલે તે તેઓને ઠપકો આપે છે અને સુધારે છે

જે વ્યક્તિ યહોવાને વફાદાર હોય અને જેની શાખ સારી હોય, તેની સાથે કેમ લગ્‍ન કરવું જોઈએ?

ની ૧૮:૨૨; ૩૧:૧૦, ૨૮

આ પણ જુઓ: એફે ૫:૨૮-૩૧, ૩૩

  • એને લગતા અહેવાલ:

    • ૧શ ૨૫:૨, ૩, ૧૪-૧૭—નાબાલ ધનવાન છે, પણ તે કઠોર અને તોછડા સ્વભાવનો છે. તે અબીગાઈલ માટે જરાય સારો પતિ નથી

    • ની ૨૧:૯—જીવનસાથીની ખોટી પસંદગી કરવાથી ખુશી અને શાંતિ છીનવાઈ જાય છે

    • રોમ ૭:૨—પ્રેરિત પાઉલ સમજાવે છે કે સ્ત્રીએ લગ્‍ન પછી એવા પુરુષને આધીન રહેવું પડે છે, જે પોતે ભૂલભરેલો છે. એટલે સમજદાર સ્ત્રી સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરે છે

કોઈ લગ્‍ન કરવાનું વિચારે ત્યારે

લગ્‍ન કરવાની ઇચ્છા રાખતા પુરુષે કેમ એ વિચારવું જોઈએ કે તે કુટુંબની જવાબદારી ઉપાડવા તૈયાર છે કે નહિ?

૧તિ ૫:૮

  • એને લગતા અહેવાલ:

    • ની ૨૪:૨૭—પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એ માટે પુરુષે લગ્‍ન પહેલાં અને બાળકો થાય એ પહેલાં સખત મહેનત કરવી જોઈએ

છોકરો-છોકરી લગ્‍નના ઇરાદાથી એકબીજાને મળતાં હોય ત્યારે કેમ બીજાઓની સલાહ લેવી જોઈએ? તેઓએ કેમ દેખાવ પર ધ્યાન આપવાને બદલે એકબીજાને સારી રીતે ઓળખવાની કોશિશ કરવી જોઈએ?

ની ૧૩:૧૦; ૧પિ ૩:૩-૬

  • એને લગતા અહેવાલ:

    • રૂથ ૨:૪-૭, ૧૦-૧૨—બોઆઝ ધ્યાન આપે છે કે રૂથ કેટલી મહેનત કરે છે, કઈ રીતે નાઓમીની સંભાળ રાખે છે અને યહોવાને કેટલો પ્રેમ કરે છે. તેમને ભરોસાપાત્ર લોકો પાસેથી પણ તેના વિશે જાણકારી મળે છે. આ રીતે બોઆઝને જાણવા મળે છે કે રૂથ કેવી છે

    • રૂથ ૨:૮, ૯, ૨૦—રૂથ જુએ છે કે બોઆઝ દયાળુ અને ઉદાર છે તેમજ તે યહોવાને પ્રેમ કરે છે

લગ્‍નના ઇરાદાથી મળતાં હોય ત્યારે અને સગાઈ થઈ ગઈ હોય ત્યારે છોકરા-છોકરીએ કેમ એવાં કામોથી દૂર રહેવું જોઈએ, જેને યહોવા અશુદ્ધ ગણે છે?

ગલા ૫:૧૯; કોલ ૩:૫; ૧થે ૪:૪

  • એને લગતા અહેવાલ:

    • ની ૫:૧૮, ૧૯—પ્રેમ બતાવવાની અમુક રીતો ફક્ત પતિ-પત્ની માટે જ છે

    • ગીગી ૧:૨; ૨:૬—ઘેટાંપાળક અને શૂલ્લામી છોકરી યોગ્ય અને શુદ્ધ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે

    • ગીગી ૪:૧૨; ૮:૮-૧૦—શૂલ્લામી છોકરીને બંધ કરેલી વાડી સાથે સરખાવવામાં આવી છે. તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખે છે

લગ્‍ન કેમ કાયદા પ્રમાણે કરવું જોઈએ?

પતિની જવાબદારીઓ

યહોવાએ પતિને કઈ અમુક ભારે જવાબદારીઓ સોંપી છે?

શિર તરીકેની જવાબદારી સારી રીતે નિભાવવા પતિએ કોના જેવું બનવું જોઈએ?

પતિએ કેમ પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ તેમજ તેની જરૂરિયાતો અને લાગણીઓને સમજવી જોઈએ?

કોલ ૩:૧૯; ૧પિ ૩:૭

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૧:૮-૧૨—ભલે ઇબ્રાહિમને સારાહની વાત ન ગમી તોપણ યહોવા કહે છે કે ઇબ્રાહિમ સારાહની વાત માને

    • ની ૩૧:૧૦, ૧૧, ૧૬, ૨૮—આ કલમો પ્રમાણે સારી પત્નીનો પતિ સમજુ છે. તે પોતાની પત્નીને મુઠ્ઠીમાં રાખવાની કોશિશ કરતો નથી અને તેની ભૂલો શોધતો નથી. એના બદલે તે તેના પર ભરોસો કરે છે અને તેના વખાણ કરે છે

    • એફે ૫:૩૩—પ્રેરિત પાઉલ જણાવે છે કે પતિએ પોતાની પત્નીને અહેસાસ કરાવવો જોઈએ કે તે તેને પ્રેમ કરે છે

પત્નીની જવાબદારીઓ

યહોવાએ પત્નીઓને કઈ મહત્ત્વની જવાબદારીઓ સોંપી છે?

શું કુટુંબમાં પત્નીનું મહત્ત્વ ઓછું છે?

ઉત ૧:૨૬-૨૮, ૩૧; ૨:૧૮

  • એને લગતા અહેવાલ:

    • ની ૧:૮; ૧કો ૭:૪—યહોવાએ કુટુંબમાં પત્નીઓને અને માતાઓને અમુક અધિકાર આપ્યા છે

    • ૧કો ૧૧:૩—પ્રેરિત પાઉલ સમજાવે છે કે યહોવા સિવાય બધા કોઈકને તો આધીન છે

    • હિબ્રૂ ૧૩:૭, ૧૭—મંડળમાં બધાએ, પુરુષોએ અને સ્ત્રીઓએ આગેવાની લેતા ભાઈઓને આધીન રહેવું જોઈએ અને તેઓની આજ્ઞા પાળવી જોઈએ

જો કોઈ બહેનના પતિ યહોવાના સાક્ષી ન હોય તોપણ એ બહેન કઈ રીતે યહોવાને ખુશ કરી શકે?

ખ્રિસ્તી પત્નીએ કેમ પોતાના પતિને માન આપવું જોઈએ?

એફે ૫:૩૩

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૧૮:૧૨; ૧પિ ૩:૫, ૬—સારાહ પોતાના પતિ ઇબ્રાહિમનો ઊંડો આદર કરે છે અને દિલથી તેમને “સ્વામી” માને છે

બાઇબલમાં કેવી પત્નીના વખાણ કરવામાં આવ્યા છે?

ની ૧૯:૧૪; ૩૧:૧૦, ૧૩-૩૧

  • એને લગતા અહેવાલ:

    • ઉત ૨૪:૬૨-૬૭—રિબકા પોતાના પતિ ઇસહાકને મદદ કરે છે, જેથી તે પોતાની માને ગુમાવવાના દુઃખમાં દિલાસો મેળવી શકે

    • ૧શ ૨૫:૧૪-૨૪, ૩૨-૩૮—અબીગાઈલ પોતાના મૂર્ખ પતિને અને કુટુંબને બચાવવા નમ્ર બનીને દાઉદ આગળ દયાની ભીખ માંગે છે

    • એસ્તે ૪:૬-૧૭; ૫:૧-૮; ૭:૧-૬; ૮:૩-૬—એસ્તેર રાણી ઈશ્વરના લોકોને બચાવવા બે વાર પોતાનું જીવન જોખમમાં નાખે છે અને રાજાના બોલાવ્યા વગર તેમની પાસે જાય છે

મુશ્કેલીઓ થાળે પાડવી

લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે એને થાળે પાડવા પતિ-પત્નીને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

પૈસા વિશે યોગ્ય નિર્ણય લેવા પતિ-પત્નીને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

સગાં-સંબંધીઓ અને સાસરી પક્ષ સાથે કઈ રીતે વર્તવું જોઈએ એ માટે પતિ-પત્નીને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

જાતીય સંબંધ વિશે પતિ-પત્નીને બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

જીવનસાથીની ભૂલો પર ધ્યાન આપવાને બદલે કેમ તેના સારા ગુણો પર ધ્યાન આપવું જોઈએ?

મનમાં ગુસ્સો અને ખાર ભરી રાખવાને બદલે કેમ પતિ-પત્નીએ તરત મુશ્કેલીનો પ્રેમથી ઉકેલ લાવવો જોઈએ?

કેમ ખ્રિસ્તીઓએ ક્યારેય ગુસ્સામાં તપી ન જવું જોઈએ, બૂમબરાડા ન પાડવા જોઈએ, ગાળાગાળી ન કરવી જોઈએ અને મારપીટ ન કરવી જોઈએ?

મતભેદ થાય ત્યારે પતિ-પત્નીએ શું કરવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ?

પતિ-પત્નીનો યહોવા સાથે મજબૂત સંબંધ હશે તો તેઓને કેવા આશીર્વાદ મળશે?

લગ્‍ન વિશે યહોવાનાં ધોરણો

જાતીય સંબંધ વિશે યહોવાનાં કયાં ધોરણો છે?

શું ખ્રિસ્તીઓને એક કરતાં વધારે વ્યક્તિ સાથે લગ્‍ન કરવાની મંજૂરી છે?

શા પરથી કહી શકીએ કે એક પુરુષે એક સ્ત્રી સાથે જ લગ્‍ન કરવા જોઈએ?

પતિ-પત્નીએ કેમ સાથે રહેવું જોઈએ?

બાઇબલ પ્રમાણે ફક્ત કયા એક કારણને લીધે પતિ-પત્ની છૂટાછેડા લઈ શકે છે?

જ્યારે કોઈ બીજાં કારણોને લીધે છૂટાછેડા લે છે ત્યારે યહોવાને કેવું લાગે છે?

જીવનસાથીના મરણ પછી શું વ્યક્તિ ફરી લગ્‍ન કરી શકે?