સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોક કરવો

શોક કરવો

બાઇબલના કયા દાખલાથી ખબર પડે છે કે કોઈ ગુજરી જાય ત્યારે રડવું અથવા શોક કરવો ખોટું નથી?

કેમ કહી શકીએ કે યહોવા શોક કરનારાઓને દિલાસો આપવા માંગે છે?

મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ જાણીને કયો દિલાસો મળે છે?

સભા ૯:૫, ૧૦; ૧થે ૪:૧૩

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૨૦:૩૭, ૩૮—ઈસુ કહે છે કે યહોવાની નજરે ગુજરી ગયેલાઓ હજી પણ જીવતા છે, એટલે એમાં કોઈ શંકા નથી કે ગુજરી ગયેલા લોકો ચોક્કસ જીવતા થશે

    • યોહ ૧૧:૫, ૬, ૧૧-૧૪—વહાલો મિત્ર લાજરસ ગુજરી જાય છે ત્યારે ઈસુ મરણને ઊંઘ સાથે સરખાવે છે

    • હિબ્રૂ ૨:૧૪, ૧૫—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે મરણથી ડરવાની જરૂર નથી

કેમ કહી શકીએ કે જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો છે?

બાઇબલમાં મરણને શાની સાથે સરખાવવામાં આવ્યું છે અને યહોવા મરણનું શું કરશે?

આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ગુજરી ગયેલાઓને ઉઠાડવામાં આવશે?

યશા ૨૬:૧૯; યોહ ૫:૨૮, ૨૯; પ્રેકા ૨૪:૧૫

  • એને લગતા અહેવાલ:

    • બાઇબલમાં એવા નવ લોકોના અહેવાલ જણાવ્યા છે, જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા હતા. એમાંના આઠ લોકોને પૃથ્વી પર જીવતા કરવામાં આવ્યા હતા. સ્નેહીજનોને ગુમાવવાનું દુઃખ સહેવા એ અહેવાલો દિલાસો અને આશા આપે છે

      • ૧રા ૧૭:૧૭-૨૪—એલિયા પ્રબોધક સિદોનના સારફતમાં રહેતી વિધવાના દીકરાને જીવતો કરે છે

      • ૨રા ૪:૩૨-૩૭—એલિશા પ્રબોધક શૂનેમ શહેરમાં એક છોકરાને જીવતો કરે છે અને તેનાં માબાપને સોંપે છે

      • ૨રા ૧૩:૨૦, ૨૧—એક માણસનું શબ એલિશાનાં હાડકાંને અડકે છે અને તરત એ માણસ જીવતો થઈ જાય છે

      • લૂક ૭:૧૧-૧૫—ઈસુ જુએ છે કે નાઈન શહેરમાં લોકો એક વિધવાના દીકરાનું શબ લઈ જઈ રહ્યા છે. ઈસુ એ દીકરાને જીવતો કરે છે

      • લૂક ૮:૪૧, ૪૨, ૪૯-૫૬—ઈસુ સભાસ્થાનના મુખ્ય અધિકારી યાઐરસની દીકરીને જીવતી કરે છે

      • યોહ ૧૧:૩૮-૪૪—ઈસુ પોતાના વહાલા મિત્ર લાજરસને જીવતો કરે છે અને તે પોતાની બહેનો, માર્થા અને મરિયમને ફરીથી મળી શકે છે

      • પ્રેકા ૯:૩૬-૪૨—પ્રેરિત પિતર એક વહાલી બહેન દોરકસને જીવતી કરે છે, જે સારાં કામો અને ઉદારતા માટે જાણીતી હતી

      • પ્રેકા ૨૦:૭-૧૨—પ્રેરિત પાઉલ યુતુખસને જીવતો કરે છે. એ યુવાન બીજા માળેથી નીચે પડવાને લીધે મરી ગયો હતો

    • યહોવા ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરે છે અને સ્વર્ગમાં અમર જીવન આપે છે. એનાથી ખાતરી મળે છે કે યહોવા પોતાનાં બધાં વચનો પૂરાં કરશે

    • સૌથી પહેલા ઈસુને સ્વર્ગમાં અમર જીવન મેળવવા જીવતા કરવામાં આવ્યા હતા. તેમના પછી ૧,૪૪,૦૦૦ અભિષિક્ત શિષ્યોને એ ઇનામ મળે છે

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ સહેતી વ્યક્તિને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?