સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શ્રદ્ધા

શ્રદ્ધા

આપણે કેમ કહી શકીએ કે આપણે શ્રદ્ધા બતાવીએ એ યહોવા માટે મહત્ત્વનું છે?

યોહ ૩:૧૬, ૧૮; ગલા ૩:૮, ૯, ૧૧; એફે ૬:૧૬; હિબ્રૂ ૧૧:૬

આ પણ જુઓ: ૨કો ૫:૭

  • એને લગતા અહેવાલ:

    • હિબ્રૂ ૧૧:૧–૧૨:૩—પ્રેરિત પાઉલ સમજાવે છે કે શ્રદ્ધા એટલે શું. તે એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા આપે છે જેઓએ શ્રદ્ધા બતાવી હતી, જેમ કે હાબેલ અને ઈસુ ખ્રિસ્ત

    • યાકૂ ૨:૧૮-૨૪—યાકૂબ ઇબ્રાહિમનો દાખલો આપીને સમજાવે છે કે શ્રદ્ધા કામોથી દેખાઈ આવવી જોઈએ

આપણે કઈ રીતે શ્રદ્ધા મજબૂત કરી શકીએ?

રોમ ૧૦:૯, ૧૦, ૧૭; ૧કો ૧૬:૧૩; યાકૂ ૨:૧૭

આ પણ જુઓ: હિબ્રૂ ૩:૧૨-૧૪

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૨૦:૧-૬, ૧૨, ૧૩, ૨૦-૨૩—દુશ્મનો યહોવાના લોકો પર હુમલો કરે છે. યહોશાફાટ રાજા લોકોને કહે છે કે જો તેઓ યહોવા પર શ્રદ્ધા રાખશે અને તેમના પ્રબોધકો પર ભરોસો રાખશે તો તેઓ સફળ થશે

    • ૧રા ૧૮:૪૧-૪૬—યહોવા પોતાનું વચન પૂરું કરશે અને દુકાળનો અંત લાવશે એ સમયની એલિયા ધીરજથી રાહ જુએ છે. આમ તે યહોવામાં શ્રદ્ધા બતાવે છે