સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સતાવણી

સતાવણી

ખ્રિસ્તીઓ કઈ રીતે જાણે છે કે તેઓની સતાવણી થશે?

સતાવણીનો સામનો કરવા કેમ યહોવા પાસે મદદ માંગવી જોઈએ?

ગી ૫૫:૨૨; ૨કો ૧૨:૯, ૧૦; ૨તિ ૪:૧૬-૧૮; હિબ્રૂ ૧૩:૬

  • એને લગતા અહેવાલ:

    • ૧રા ૧૯:૧-૧૮—એલિયા પ્રબોધકની સતાવણી થાય છે ત્યારે તે યહોવા આગળ પોતાનું દિલ રેડી દે છે. એનાથી તેમને દિલાસો અને ઉત્તેજન મળે છે

    • પ્રેકા ૭:૯-૧૫—યૂસફના ભાઈઓ તેમની સતાવણી કરે છે. પણ યહોવા તેમની પડખે રહે છે, તેમનું રક્ષણ કરે છે અને તેમના દ્વારા તેમના કુટુંબની સંભાળ રાખે છે

કઈ અલગ અલગ રીતે આપણી સતાવણી થાય છે?

લોકો અપમાન કરે છે, મશ્કરી કરે છે, મહેણાં-ટોણાં મારે છે

૨કા ૩૬:૧૬; માથ ૫:૧૧; પ્રેકા ૧૯:૯; ૧પિ ૪:૪

  • એને લગતા અહેવાલ:

    • ૨રા ૧૮:૧૭-૩૫—આશ્શૂરના રાજાનો સંદેશવાહક રાબશાકેહ યહોવાનું અપમાન કરે છે અને યરૂશાલેમના લોકોને મહેણાં-ટોણાં મારે છે

    • લૂક ૨૨:૬૩-૬૫; ૨૩:૩૫-૩૭—ઈસુની ધરપકડ થાય છે ત્યારથી લઈને તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવે છે ત્યાં સુધી, સતાવણી કરનારાઓ તેમનું અપમાન કરે છે અને તેમની મજાક ઉડાવે છે

સગાં-સંબંધીઓ વિરોધ કરે છે

ધરપકડ થાય છે અને અધિકારીઓ સામે લઈ જવામાં આવે છે

માર મારવામાં આવે છે

ટોળું હુમલો કરે છે

મારી નાખવામાં આવે છે

સતાવણી થાય ત્યારે ખ્રિસ્તીઓએ શું કરવું જોઈએ?

માથ ૫:૪૪; પ્રેકા ૧૬:૨૫; ૧કો ૪:૧૨, ૧૩; ૧પિ ૨:૨૩

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૭:૫૭–૮:૧—ટોળું સ્તેફનને પથ્થરે મારે છે ત્યારે સ્તેફન પ્રાર્થના કરે છે કે તેઓને માફ કરવામાં આવે. એ ટોળામાં તાર્સસના શાઉલ પણ છે

    • પ્રેકા ૧૬:૨૨-૩૪—પાઉલને મારવામાં આવે છે અને તેમને હેડમાં જકડી દેવામાં આવે છે. તોપણ તે કેદખાનાના ઉપરી સાથે પ્રેમથી વર્તે છે. એટલે તે અને તેનું કુટુંબ ખ્રિસ્તી બને છે

પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓ સાથે શું બન્યું?

આપણે સતાવણી વિશે કેવું વલણ રાખવું જોઈએ?

ભાવિની આશા કઈ રીતે આપણને સતાવણી સહેવા મદદ કરે છે?

સતાવણી થાય ત્યારે આપણે કેમ શરમ અનુભવવી ન જોઈએ, ડરવું ન જોઈએ અથવા નિરાશ થવું ન જોઈએ? કેમ યહોવાની ભક્તિ છોડી દેવી ન જોઈએ?

ગી ૫૬:૧-૪; પ્રેકા ૪:૧૮-૨૦; ૨તિ ૧:૮, ૧૨

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૨:૧-૨૨—સાન્હેરીબ મોટી સેના લઈને યરૂશાલેમ પર ચઢી આવે છે. વફાદાર રાજા હિઝકિયા યહોવા પર ભરોસો રાખે છે અને લોકોની હિંમત વધારે છે. એટલે તેમને મોટા આશીર્વાદ મળે છે

    • હિબ્રૂ ૧૨:૧-૩—દુશ્મનો ઈસુનું અપમાન કરે છે, પણ ઈસુ શરમ અનુભવતા નથી અને હિંમત હારી જતા નથી

સતાવણીમાં ધીરજ ધરવાથી કેવા ફાયદા થઈ શકે?

યહોવા ખુશ થાય છે અને તેમના નામનો મહિમા થાય છે

૧પિ ૨:૧૯, ૨૦; ૪:૧૨-૧૬

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૧:૬-૨૨; ૨:૧-૧૦—અયૂબ જાણતા નથી કે તેમની કસોટીઓ પાછળ શેતાનનો હાથ છે, તોપણ તે યહોવાને વફાદાર રહે છે. આમ તે યહોવાનો મહિમા કરે છે અને શેતાનને જૂઠો સાબિત કરે છે

    • દા ૧:૬, ૭; ૩:૮-૩૦—વફાદાર હનાન્યા, મીશાએલ અને અઝાર્યા (શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો) યહોવાની આજ્ઞા તોડવાને બદલે મોત સ્વીકારવા તૈયાર છે. પરિણામે નબૂખાદનેસ્સાર રાજા બધાની સામે કબૂલ કરે છે કે યહોવા જેવા બીજા કોઈ ઈશ્વર નથી

સાક્ષી આપવાની તક મળે છે

લૂક ૨૧:૧૨, ૧૩; પ્રેકા ૮:૧,

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૧:૧૯-૨૧—સતાવણીને લીધે શિષ્યો વિખેરાઈ જાય છે અને દૂર દૂરના વિસ્તારો સુધી ખુશખબર ફેલાવે છે

    • ફિલિ ૧:૧૨, ૧૩—પાઉલને એ વાતની ખુશી છે કે તેમની કેદને લીધે ઘણા લોકોને ખુશખબર સાંભળવાની તક મળી

ભાઈ-બહેનોની હિંમત વધે છે

આપણી સતાવણી કરવા ધર્મગુરુઓ અને નેતાઓ ઘણી વાર શું કરે છે?

યર્મિ ૨૬:૧૧; માર્ક ૩:૬; યોહ ૧૧:૪૭, ૪૮, ૫૩; પ્રેકા ૨૫:૧-૩

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૯:૨૪-૨૯—એફેસસમાં મૂર્તિના કારીગરો ખ્રિસ્તીઓની સતાવણી કરે છે. તેઓને લાગે છે કે ખ્રિસ્તીઓના સંદેશાથી તેઓનો ધંધો ચોપટ થઈ જશે

    • ગલા ૧:૧૩, ૧૪—ખ્રિસ્તી બનતા પહેલાં પાઉલ (શાઉલ) યહૂદી ધર્મ પાળવામાં અતિ ઉત્સાહી હતા, એટલે તે ખ્રિસ્તીઓની આકરી સતાવણી કરતા હતા

યહોવાના ભક્તોની સતાવણી પાછળ હકીકતમાં કોનો હાથ છે?