સમર્પણ
આપણે કયા ઇરાદાથી યહોવાને સમર્પણ કરવું જોઈએ?
પુન ૬:૫; લૂક ૧૦:૨૫-૨૮; પ્રક ૪:૧૧
આ પણ જુઓ: નિર્ગ ૨૦:૫
જો આપણે ઈશ્વરની ભક્તિ કરવા માંગતા હોઈએ, તો આપણે બાઇબલને કેવું ગણવું જોઈએ?
ગી ૧૧૯:૧૦૫; ૧થે ૨:૧૩; ૨તિ ૩:૧૬
આ પણ જુઓ: યોહ ૧૭:૧૭; હિબ્રૂ ૪:૧૨
આપણે પાપથી છૂટકારો મેળવી શકીએ એ માટે યહોવાએ કઈ ગોઠવણ કરી છે? એમાંથી ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ?
અગાઉ કરેલી ભૂલોનો પસ્તાવો કરવા શું કરવું જોઈએ?
-
એને લગતા અહેવાલ:
-
લૂક ૧૯:૧-૧૦—જાખ્ખી મુખ્ય કર ઉઘરાવનાર હતો. તેણે ઘણા લોકોના પૈસા પડાવી લીધા હતા. પણ પછી તે પસ્તાવો કરે છે અને લોકોને તેઓના પૈસા પાછા આપે છે
-
૧તિ ૧:૧૨-૧૬—પાઉલ જણાવે છે કે અગાઉ તેમણે મોટી મોટી ભૂલો કરી હતી, પણ પછી તેમણે એવાં કામો કરવાનું છોડી દીધું અને તેમને ઈશ્વર તેમજ ખ્રિસ્તની માફી મળી
-
આપણે ખોટાં કામો છોડવાની સાથે સાથે બીજું શું કરવું જોઈએ?
યહોવા આપણી ભક્તિથી ખુશ થાય એ માટે કયાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ?
૧કો ૬:૯-૧૧; કોલ ૩:૫-૯; ૧પિ ૧:૧૪, ૧૫; ૪:૩, ૪
-
એને લગતા અહેવાલ:
-
૧કો ૫:૧-૧૩—પ્રેરિત પાઉલ કોરીંથ મંડળના ભાઈઓને લખે છે કે તેઓ વ્યભિચાર કરનાર માણસને મંડળમાંથી દૂર કરે
-
૨તિ ૨:૧૬-૧૯—પ્રેરિત પાઉલ તિમોથીને ચેતવણી આપે છે કે તે ઈશ્વરની વિરુદ્ધ હોય એવી વાતોથી દૂર રહે, જે સડાની જેમ ફેલાય છે
-
આપણે કેમ દુનિયાની સરકારોને ટેકો નથી આપતા?
-
એને લગતા અહેવાલ:
-
યોહ ૬:૧૦-૧૫—ઈસુ ચમત્કાર કરીને એક મોટા ટોળાને જમાડે છે, એ પછી લોકો ઈસુને રાજા બનાવવા માંગે છે. પણ તે ત્યાંથી જતા રહે છે
-
યોહ ૧૮:૩૩-૩૬—ઈસુ સમજાવે છે કે માણસોની સરકાર સાથે તેમના રાજ્યનો કોઈ સંબંધ નથી
-
ઈશ્વરની ભક્તિ કરવા પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે?
આ પણ જુઓ: પ્રેકા ૨૦:૨૮; એફે ૫:૧૮
-
એને લગતા અહેવાલ:
-
પ્રેકા ૧૫:૨૮, ૨૯—પહેલી સદીમાં નિયામક જૂથ સુન્નત વિશે પવિત્ર શક્તિની મદદથી મહત્ત્વનો નિર્ણય લે છે
-
ઈસુ ખ્રિસ્તની જેમ ઈશ્વરની ભક્તિ કરવા આપણે શું કરી શકીએ?
સમર્પણ પછી બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે?
માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૨:૪૦, ૪૧; ૮:૧૨; ૧પિ ૩:૨૧
-
એને લગતા અહેવાલ:
-
માથ ૩:૧૩-૧૭—ઈસુ બાપ્તિસ્મા લે છે, કેમ કે તે બતાવવા માંગતા હતા કે તે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા માંગે છે
-
પ્રેકા ૮:૨૬-૩૯—ઇથિયોપિયાના એક અધિકારી પહેલેથી યહોવાની ભક્તિ કરતા હતા. પણ ઈસુ વિશેની ખુશખબર સાંભળ્યા પછી તે બાપ્તિસ્મા લેવા માંગે છે
-