સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સરકાર

સરકાર

ખ્રિસ્તીઓ કોને પૂરેપૂરો ટેકો આપે છે અને વફાદાર રહે છે?

માથ ૬:૯, ૧૦, ૩૩; ૧૦:૭; ૨૪:૧૪

આ પણ જુઓ: દા ૭:૧૩, ૧૪

  • એને લગતા અહેવાલ:

    • ગી ૮૯:૧૮-૨૯—અહીંયા ઈશ્વરના રાજ્યના રાજા વિશે જણાવ્યું છે. એ પણ જણાવ્યું છે કે યહોવા તેમને આખી પૃથ્વી પર અધિકાર આપે છે

    • પ્રક ૧૨:૭-૧૨—છેલ્લા દિવસોની શરૂઆતમાં ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના રાજ્યના રાજા બને છે અને શેતાનને સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર ફેંકી દે છે

અભિષિક્ત ખ્રિસ્તીઓ કયા અર્થમાં ઈશ્વરના રાજ્ય વતી કામ કરે છે?

ખ્રિસ્તીઓ સરકારી અધિકારીઓને માન આપે છે

આપણે કેમ દેશના કાયદા-કાનૂન પાળીએ છીએ અને કર ભરીએ છીએ?

રોમ ૧૩:૧-૭; તિત ૩:૧; ૧પિ ૨:૧૩, ૧૪

આ પણ જુઓ: પ્રેકા ૨૫:૮

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૨:૧૫-૨૨—જ્યારે ઈસુને પૂછવામાં આવે છે કે તેમના શિષ્યોએ કર ભરવો જોઈએ કે નહિ, ત્યારે તે સમજી-વિચારીને જવાબ આપે છે

સરકાર આપણી સતાવણી કરે તોપણ આપણે કેમ સરકારની સામે થતા નથી?

ખ્રિસ્તીઓ કોઈનો પક્ષ લેતા નથી

ખરું કે આપણે સરકારી અધિકારીઓને માન આપીએ છીએ, પણ જ્યારે તેઓ યહોવાના નિયમો તોડવાનું કહે ત્યારે આપણે કેમ તેઓની વાત માનતા નથી?

પ્રેકા ૪:૧૮-૨૦; ૫:૨૭-૨૯

  • એને લગતા અહેવાલ:

    • દા ૩:૧, ૪-૧૮—ત્રણ હિબ્રૂ યુવાનો બાબેલોનના નિયમ પ્રમાણે કરતા નથી, કેમ કે એ નિયમ ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે

    • દા ૬:૬-૧૦—રાજા નિયમ બનાવે છે કે કોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી નહિ, પણ દાનિયેલ એ નિયમ પાળતા નથી

ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ખ્રિસ્તીઓએ રાજકારણમાં માથું મારવું ન જોઈએ?

મૂર્તિપૂજા વિશે યહોવાના નિયમો પર મનન કરવાથી ખ્રિસ્તીઓ કઈ રીતે કોઈનો પક્ષ લેવાથી દૂર રહી શકે છે?

નિર્ગ ૨૦:૪, ૫; ૧કો ૧૦:૧૪; ૧યો ૫:૨૧

  • એને લગતા અહેવાલ:

    • દા ૩:૧, ૪-૧૮—નબૂખાદનેસ્સાર રાજા બધા લોકોને હુકમ કરે છે કે તેઓ એક સોનાની મૂર્તિની પૂજા કરે. એ મૂર્તિ કદાચ જૂઠા દેવ માર્દૂકને રજૂ કરતી હતી

જો ખ્રિસ્તીઓને યુદ્ધમાં ભાગ લેવાનું કહેવામાં આવે, તો તેઓ કયા બાઇબલ સિદ્ધાંતોને આધારે યોગ્ય નિર્ણય લઈ શકે?

યશા ૨:૪; યોહ ૧૮:૩૬

આ પણ જુઓ: ગી ૧૧:૫

  • એને લગતા અહેવાલ:

    • માથ ૨૬:૫૦-૫૨—ઈસુ સ્પષ્ટ જણાવે છે કે તેમના શિષ્યો યુદ્ધમાં ભાગ નહિ લે

    • યોહ ૧૩:૩૪, ૩૫—આ સવાલનો વિચાર કરો: ‘જો હું યુદ્ધમાં ભાગ લઈશ અને બીજા દેશના લોકોને, અરે ત્યાંનાં ભાઈ-બહેનોને મારી નાખીશ તો હું કઈ રીતે આ આજ્ઞા પાળી શકીશ?’

જ્યારે લોકો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે અથવા મોરચા કાઢે, ત્યારે ખ્રિસ્તીઓ કેમ એમાં ભાગ નથી લેતા?

જ્યારે સરકાર આપણા પર બળવો કરવાનો અથવા શાંતિ ભંગ કરવાનો જૂઠો આરોપ મૂકે, ત્યારે આપણને કેમ નવાઈ નથી લાગતી?

લૂક ૨૩:૧, ૨; યોહ ૧૫:૧૮-૨૧

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૬:૧૯-૨૩—પાઉલ અને સિલાસ પર શહેરમાં ધાંધલ મચાવવાનો જૂઠો આરોપ મૂકવામાં આવે છે અને તેઓ પર જુલમ કરવામાં આવે છે