હિંમત હારી જવી
આપણે હિંમત હારી જઈશું તો કયો ખતરો ઊભો થઈ શકે?
આપણે કેમ ખાતરી રાખી શકીએ કે હિંમત હારી જઈએ ત્યારે યહોવા ચોક્કસ આપણને મદદ કરશે?
ગી ૨૩:૧-૬; ૧૧૩:૬-૮; યશા ૪૦:૧૧; ૪૧:૧૦, ૧૩; ૨કો ૧:૩, ૪
એને લગતા અહેવાલ:
માથ ૧૧:૨૮-૩૦—ઈસુનો સ્વભાવ એકદમ તેમના પિતા જેવો છે. ઈસુ લોકો સાથે પ્રેમથી વર્તે છે અને તેઓને તાજગી આપે છે
માથ ૧૨:૧૫-૨૧—નિરાશ અને હિંમત હારી ગયેલા લોકો સાથે ઈસુ પ્રેમથી વર્તે છે અને યશાયા ૪૨:૧-૪ની ભવિષ્યવાણી પૂરી કરે છે
કયાં કારણોને લીધે આપણે હિંમત હારી જઈ શકીએ? કયાં શાસ્ત્રવચનોથી આપણને દિલાસો મળી શકે?
આ જુઓ: “દિલાસો”
આપણે કેમ બીજાઓને ઉત્તેજન આપતા રહેવું જોઈએ?
એને લગતા અહેવાલ:
ગણ ૩૨:૬-૧૫—દસ જાસૂસોને યહોવા પર શ્રદ્ધા નથી, તેઓ ઇઝરાયેલીઓની હિંમત તોડી નાખે છે. એના લીધા આખી પ્રજાએ ખરાબ પરિણામ ભોગવવું પડે છે
૨કા ૧૫:૧-૮—આસા રાજાને યહોવાના સંદેશાથી હિંમત મળે છે અને તે આખા દેશમાંથી મૂર્તિપૂજા દૂર કરે છે