પ્રકરણ ચાર
જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપો
“સર્વને માન આપો.”—૧ પિતર ૨:૧૭.
૧, ૨. (ક) આજે સત્તાને માન આપવું કેમ અઘરું લાગે છે? (ખ) સત્તાને માન આપવા વિષે કયા સવાલો ઊભા થાય છે?
કલ્પના કરો કે એક બાળકને તેના મમ્મી-પપ્પા કંઈક કરવાનું કહે છે. બાળક મોં ચડાવીને ત્યાં જ ઊભું રહે છે! એવું નથી કે તેને સંભળાતું નથી, પણ તેને એમ કરવું જ નથી. તે જાણે છે કે માબાપનું કહેવું તેણે માનવું જોઈએ, પણ તેને એ ગમતું નથી. આ એક એવી હકીકત છે, જેનો આપણે દરેકે અનુભવ કર્યો છે.
૨ કોઈ પણ અધિકાર કે સત્તાને માન આપવું હંમેશાં સહેલું નથી. જેઓ પાસે સત્તા છે, તેઓનું માનવું તમને અઘરું લાગતું હોય તો તમે એકલા નથી. આજે મોટા ભાગના લોકોને સત્તા પ્રત્યે માન રહ્યું નથી. તોપણ, બાઇબલ જણાવે છે કે આપણું વલણ એવું ન હોવું જોઈએ. જેઓ પાસે અધિકાર છે તેઓને આપણે માન આપવું જોઈએ. (નીતિવચનો ૨૪:૨૧) આપણે યહોવાના પ્રેમની છાયામાં રહેવા માગતા હોય તો એમ કરવું મહત્ત્વનું છે. જોકે, આપણા મનમાં આવા સવાલ ઊભા થઈ શકે: સત્તાને માન આપવું કેમ અઘરું છે? યહોવા શા માટે ચાહે છે કે આપણે સત્તા ધરાવનારાને માન આપીએ? સત્તાને માન આપવા શાનાથી મદદ મળશે? કઈ કઈ રીતે આપણે તેઓને માન આપી શકીએ?
સત્તાને માન આપવું કેમ મુશ્કેલ છે?
૩, ૪. મનુષ્યમાં પાપની શરૂઆત ક્યાંથી થઈ? આપણામાં પાપની અસર હોવાથી સત્તાને માન આપવામાં કઈ રીતે મુશ્કેલી પડે છે?
૩ જેઓ પાસે સત્તા છે તેઓને માન આપવું આપણને કેમ મુશ્કેલ લાગે છે? ચાલો એનાં બે કારણો જોઈએ. પહેલું, આપણામાં જન્મથી પાપની અસર હોવાથી અપૂર્ણ છીએ. બીજું, જેઓ પાસે સત્તા છે તેઓમાં પણ આદમના પાપની અસર છે. આ પાપની શરૂઆત છેક એદન બાગમાં થઈ હતી. એ સમયે આદમ અને હવાએ યહોવાની સત્તા સામે બળવો પોકારીને પાપ કર્યું. ત્યારથી સર્વ મનુષ્યમાં પાપ ઊતરી આવ્યું છે. એટલે આપણામાં પણ સત્તાનો વિરોધ કરવાનું વલણ રહેલું છે.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭; ૩:૧-૭; ગીતશાસ્ત્ર ૫૧:૫; રોમનો ૫:૧૨.
૪ આપણામાં પાપની અસર હોવાથી, સહેલાઈથી ઘમંડ અને અભિમાન આવી જાય છે. જ્યારે કે નમ્રતા એવો ગુણ છે જે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. નમ્રતા કેળવવા મહેનત કરવી પડે છે. નમ્ર રહેવા પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે. આપણે વર્ષોથી ઈશ્વરની ભક્તિ કરતા હોઈએ તોપણ, ધ્યાન ન રાખીએ તો ઘમંડી અને હઠીલા બની જઈ શકીએ. કોરાહનો વિચાર કરો. બીજા બધા ભક્તોની જેમ કોરાહ ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ યહોવાને વળગી રહ્યા. પણ સમય જતાં તેમના દિલમાં હજુ વધારે સત્તાની ભૂખ જાગી. એટલે તેમણે કોઈની શરમ રાખ્યા વગર, એ જમાનાના સૌથી નમ્ર માણસ મૂસા સામે બળવો કર્યો. કોરાહે બીજાઓને પણ એમ કરવા ઉશ્કેર્યા. (ગણના ૧૨:૩; ૧૬:૧-૩) હવે રાજા ઉઝિયાનો વિચાર કરો. તે ઘમંડી બન્યા અને યહોવાના મંદિરના પવિત્રસ્થાનમાં જે કામ ફક્ત યાજકોએ કરવાનું હતું એ પોતે કરવા દોડી ગયા. (૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૧) કોરાહ અને ઉઝિયાએ સત્તાનો વિરોધ કરવાની ભારે કિંમત ચૂકવવી પડી. તેઓના ખરાબ ઉદાહરણમાંથી શીખવા મળે છે કે ઘમંડને આપણા પર જીતવા ન દઈએ. આપણામાં ઘમંડ હશે તો સત્તાને માન આપવું અઘરું લાગશે.
૫. માણસોએ કેવી રીતે પોતાની સત્તાનો ગેરલાભ ઉઠાવ્યો છે?
૫ જેઓ પાસે સત્તા છે, તેઓ પણ આપણા જેવા અપૂર્ણ અને ભૂલને પાત્ર છે. તેઓએ એવાં કામ કર્યાં છે, જેના લીધે લોકોના મનમાં તેઓ માટે જરાય માન રહ્યું નથી. ઇતિહાસ બતાવે છે કે સત્તા ધરાવનારા મોટા ભાગના લોકોએ પોતાની સત્તાનો ગેરલાભ ઉઠાવ્યો છે. તેઓ ક્રૂર અને જુલમી બન્યા છે, લોકો પર ભારે અત્યાચાર ગુજાર્યો છે. (સભાશિક્ષક ૮:૯) શાઉલનો વિચાર કરો. યહોવાએ શાઉલને રાજા તરીકે પસંદ કર્યા ત્યારે, તે એકદમ નમ્ર હતા. પણ સમય જતાં તે અદેખાઈ અને ઘમંડની જાળમાં ફસાઈ ગયા. તેમણે દાઉદની ઘણી સતાવણી કરી. (૧ શમુએલ ૯:૨૦, ૨૧; ૧૦:૨૦-૨૨; ૧૮:૭-૧૧) પછીથી દાઉદ ઇઝરાયલના રાજા બન્યા. તે સૌથી સારા રાજાઓમાંના એક હતા. જોકે તેમણે પણ પોતાની સત્તાનો ગેરલાભ ઉઠાવીને ઉરિયા હિત્તીની પત્ની સાથે આડો સંબંધ બાંધ્યો. એટલું જ નહિ, ઉરિયાને લડાઈમાં આગળ મોકલીને મરાવી નાખ્યો. (૨ શમુએલ ૧૧:૧-૧૭) ખરેખર, માણસ અપૂર્ણ હોવાથી યોગ્ય રીતે સત્તા ચલાવી શકતો નથી. ખાસ કરીને તે યહોવાનો ડર રાખતો ન હોય ત્યારે વધારે જુલમી બને છે. બ્રિટનના એક રાજનેતાના કહેવા પ્રમાણે, કૅથલિક ચર્ચના અમુક પોપ મોટા પાયે લોકો પર જુલમ ગુજારવા પોતાની સત્તાનો ગેરલાભ ઉઠાવતા હતા. એ રાજનેતા આગળ કહે છે: ‘સત્તા મળે છે ત્યારે માણસ ભ્રષ્ટ થવા લાગે છે. પૂરેપૂરી સત્તા મળતા તે પૂરેપૂરો ભ્રષ્ટ થઈ જાય છે.’ આવા ઇતિહાસને ધ્યાનમાં રાખતા, ચાલો જોઈએ કે આપણા પર જેઓને અધિકાર છે તેઓને કેમ માન આપવું જોઈએ.
સત્તા ધરાવનારને કેમ માન આપવું જોઈએ?
૬, ૭. (ક) યહોવા પરના પ્રેમને લીધે આપણે શું કરીશું અને શા માટે? (ખ) કેવી રીતે બતાવી શકીએ કે આપણે યહોવાને આધીન છીએ?
૬ સત્તા ધરાવનારાને માન આપવાનું સૌથી મુખ્ય કારણ પ્રેમ છે. યહોવા માટે, બીજાઓ માટે અને આપણા પોતાના માટે પ્રેમ હોવાથી, આપણે સત્તાને માન આપીએ છીએ. આપણે યહોવાને સૌથી વધારે ચાહતા હોવાથી, તેમને કોઈ પણ રીતે નારાજ કરવા નથી માંગતા. (નીતિવચનો ૨૭:૧૧; માર્ક ૧૨:૨૯, ૩૦) આદમ અને હવાએ એદન બાગમાં ઈશ્વરની સત્તા સામે બળવો કર્યો. એ સમયથી વિશ્વ પર રાજ કરવાના યહોવાના હક્ક સામે સવાલ ઊભો થયો છે. ત્યારથી લઈને આજ સુધી મોટા ભાગના મનુષ્યોએ યહોવાના રાજને ઠુકરાવી દઈને શેતાનનો પક્ષ લીધો છે. પણ આપણને તો યહોવાનું જ રાજ ગમે છે અને તેમના પક્ષે રહેવાને આશીર્વાદ ગણીએ છીએ. પ્રકટીકરણ ૪:૧૧ના શબ્દો વાંચીએ ત્યારે, આપણું દિલ યહોવાનો જયજયકાર કરી ઊઠે છે. આપણને એમાં કોઈ શંકા નથી કે યહોવા એકલાને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. એટલે જીવનમાં દરેક રીતે યહોવાનું કહેવું માનીને તેમને આપણા રાજા તરીકે સ્વીકારીએ છીએ.
૭ યહોવાને આ રીતે માન આપવા આપણે શું કરવું જોઈએ? આપણે યહોવાને ખૂબ ચાહતા હોવાથી, તેમની બધી આજ્ઞાઓ રાજીખુશીથી પાળીએ. તેમને આધીન પણ રહીએ. ખરું કે અમુક સમયે આપણને યહોવાની આજ્ઞાઓ પાળવાનું એટલું સહેલું નહિ લાગે. આ પ્રકરણની શરૂઆતમાં જણાવેલા બાળક જેવું આપણને પણ લાગી શકે. એવા સમયે આપણે આધીન રહેતા શીખવાની જરૂર છે. યાદ કરો, ઈસુને પણ યહોવાની ઇચ્છા પૂરી કરવાનું મુશ્કેલ લાગ્યું હતું. તોપણ, તે યહોવાને આધીન થયા અને કહ્યું: લૂક ૨૨:૪૨.
“મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”—૮. (ક) આપણે યહોવાને કેવી રીતે આધીન રહી શકીએ? આધીન રહેવા વિષે યહોવાની લાગણી કયા બનાવ પરથી જાણી શકાય છે? (ખ) સલાહ અને શિખામણ સ્વીકારવા આપણને શું મદદ કરી શકે? (‘ સલાહ માનો અને શિખામણ સ્વીકારો’ બૉક્સ જુઓ.)
૮ આજે આપણે યહોવાને કઈ રીતે આધીન રહી શકીએ? બાઇબલ દ્વારા અને તેમના અમુક પસંદ કરેલા સેવકો દ્વારા યહોવા આપણને માર્ગદર્શન આપે છે. એટલે આપણે જ્યારે તેઓનું સાંભળીએ છીએ, ત્યારે યહોવાને આધીન થઈએ છીએ. યહોવાએ આ ભાઈઓને આપણી સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. તેઓ બાઇબલને આધારે સલાહ આપે કે આપણને સુધારે ત્યારે, જો આપણે તેઓનું નહિ સાંભળીએ તો તેઓની સામા થઈએ છીએ. એનાથી યહોવા નારાજ થશે. ઇઝરાયલીઓએ મૂસાનો વિરોધ કરીને કચકચ કરી ત્યારે, યહોવા નારાજ થયા હતા. તેમણે એ કચકચ જાણે પોતાના વિરુદ્ધ થઈ હોય એમ ગણી.—ગણના ૧૪:૨૬, ૨૭.
૯. લોકો પર પ્રેમ હોવાને લીધે આપણે સત્તાને કેવી રીતે માન આપીશું? દાખલો આપીને સમજાવો.
૯ લોકો પર પ્રેમ હોવાને લીધે પણ આપણે સત્તાને માન આપીએ છીએ. કઈ રીતે? એક લશ્કરનો દાખલો લો. જો કોઈ સૈનિક પોતાના ઉપરીનું નહિ માને, તો બીજાઓ તેની જેમ બળવો કરવા ઉશ્કેરાઈ શકે. આવું થાય તો લશ્કરમાં ભાગલા પડી જશે અને સૈનિકોમાં અંધાધૂંધી મચી જશે. એ જ રીતે, આજે યહોવાએ અમુક ભાઈઓને આપણી દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે, જેમ કે મંડળના વડીલો. આવા જવાબદાર ભાઈઓનું કહેવું ન માનીએ અથવા તેઓની સામા થઈએ તો, એની અસર બીજા ભાઈ-બહેનોને પણ થઈ શકે છે. (૧ કરિંથી ૧૨:૧૪, ૨૫, ૨૬) જ્યારે બાળક માબાપની સામે થાય, ત્યારે કદાચ આખા કુટુંબે સહેવું પડે છે. એટલે જેઓ પાસે અધિકાર છે, તેઓનું કહેવું માનીને આપણે સત્તાને માન આપીએ છીએ. આ રીતે આપણે લોકો પર પ્રેમ બતાવીએ છીએ.
૧૦, ૧૧. અધિકાર ધરાવનારને માન આપવાથી કેવી રીતે આપણું જ ભલું થાય છે?
૧૦ સત્તાધારીઓને આપણે એ માટે પણ માન આપીએ છીએ, કેમ કે એનાથી આપણું જ ભલું થાય છે. યહોવા તેઓનું માનવા આપણને કહે છે ત્યારે, ઘણી વાર એના લાભ પણ જણાવે છે. જેમ કે, યહોવા બાળકોને કહે છે કે માબાપનું માનો. બાળકો એમ કરશે તો સુખી થશે. (પુનર્નિયમ ૫:૧૬; એફેસી ૬:૨, ૩) તે આપણને જણાવે છે કે મંડળમાં વડીલોનું કહેવું માનો. જો એમ નહિ કરીએ, તો યહોવા સાથેનો આપણો નાતો કમજોર થઈ જશે. (હિબ્રૂ ૧૩:૭, ૧૭) યહોવા એમ પણ કહે છે કે સરકારના નિયમો પાળો. એમ કરવાથી આપણું રક્ષણ થશે.—રોમનો ૧૩:૪.
૧૧ આમ, જેઓને આપણા પર અધિકાર છે, તેઓને માન આપવાનાં અનેક કારણો યહોવા જણાવે છે. એનાથી સત્તાને માન આપવા આપણને ઘણી મદદ મળે છે. હવે ચાલો જોઈએ કે કુટુંબમાં અને મંડળમાં કઈ રીતે સત્તાને માન આપી શકીએ. પછી જોઈશું કે દુનિયાના અધિકારીઓને કઈ રીતે માન આપી શકીએ.
કુટુંબમાં માન આપીએ
૧૨. યહોવાએ પતિ કે પિતાને કઈ જવાબદારી સોંપી છે અને તે કેવી રીતે એને નિભાવે છે?
૧૨ કુટુંબની રચના યહોવાએ કરી છે. તેમણે એની ગોઠવણ એટલી સરસ રીતે કરી છે, જેથી કુટુંબ સુખી બને. (૧ કરિંથી ૧૪:૩૩) યહોવાએ પતિ કે પિતાને કુટુંબના “શિર” તરીકેની જવાબદારી સોંપી છે. એ સારી રીતે નિભાવવા પતિ પોતાના આગેવાન ઈસુ પાસેથી શીખી શકે. ઈસુ પોતે પણ મંડળની જવાબદારી સારી રીતે નિભાવે છે. પતિઓ ઈસુને પગલે ચાલીને તેમને માન આપે છે. (એફેસી ૫:૨૩) પતિ પોતાની જવાબદારી સારી રીતે ઉપાડવા કુટુંબમાં પ્રેમ, સમજદારી અને નમ્રતાથી વર્તે છે. તે જુલમી કે કઠોર બનતા નથી. તે જાણે છે કે કુટુંબની જવાબદારી તો યહોવાએ સોંપી છે. પતિએ પોતે પણ યહોવાને આધીન રહેવાનું છે.
ઈસુને પગલે ચાલીને શિર તરીકે પિતા કુટુંબની સારી સંભાળ રાખે છે
૧૩. યહોવાને પસંદ પડે એવી રીતે કુટુંબની જવાબદારી ઉપાડવા પત્ની શું કરી શકે?
એફેસી ૬:૧) જોકે પતિની સહાયક હોવાથી, પત્ની તેમના માર્ગદર્શન પ્રમાણે વર્તે છે. પતિને કુટુંબની જવાબદારી ઉપાડવા મદદ કરીને પત્ની તેમને માન અને આદર બતાવે છે. તે પોતાના પતિને વાતવાતમાં ઉતારી નહિ પાડે, મન-માની કરવા દબાણ નહિ કરે અને તેમની જવાબદારી ખૂંચવી નહિ લે. એને બદલે તે પતિને પૂરા દિલથી સાથ આપશે. જો પતિનો કોઈ નિર્ણય ન ગમે, તો પોતાના વિચારો પ્રેમથી જણાવશે. પછી પતિ જે નિર્ણય લે એમાં પૂરા દિલથી ટેકો આપશે. જો પતિ સત્યમાં ન હોય, તો પત્નીએ કદાચ ઘણી મુશ્કેલીઓ સહેવી પડે. તોપણ, જો પત્ની પોતાના પતિને આધીન રહેશે, તો કદાચ તે યહોવાની ભક્તિ પણ કરવા માંડે.—૧ પિતર ૩:૧, ૨.
૧૩ યહોવાએ પત્નીને પતિની સહાયક અને સાથી બનાવી છે. એટલે કુટુંબમાં તેની પાસે પણ જવાબદારી છે. એ કારણે બાઇબલમાં ‘માતાની આજ્ઞાઓ માનવાનું’ પણ બાળકોને કહેવામાં આવ્યું છે. (૧૪. બાળકો કેવી રીતે પોતાનાં માબાપ અને યહોવાના દિલને આનંદથી ભરી દઈ શકે?
નીતિવચનો ૧૦:૧) મા કે બાપ એકલા હાથે છોકરાંને ઉછેરતા હોય, એવા કુટુંબમાં પણ બાળકોને ઉપરની સલાહ લાગુ પડે છે. બાળકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એવા સંજોગમાં પોતાના મમ્મી કે પપ્પાને વધારે મદદ અને સાથની જરૂર પડે છે. યહોવાએ કુટુંબમાં દરેકને જવાબદારી સોંપી છે. જો બધા પોતપોતાનો ભાગ ભજવે તો કુટુંબ ઘણું સુખી થશે. કુટુંબના રચનાર પરમેશ્વરને પણ મહિમા મળશે.—એફેસી ૩:૧૪, ૧૫.
૧૪ બાળકો પોતાનાં માબાપનું કહેવું માને ત્યારે યહોવાને આનંદ થાય છે. એનાથી માબાપ પણ ખુશ થાય છે અને તેઓને આદર મળે છે. (મંડળમાં માન આપીએ
૧૫. (ક) મંડળમાં આપણે કેવી રીતે બતાવી શકીએ કે યહોવાને માન આપીએ છીએ? (ખ) જવાબદારી ઉપાડતા ભાઈઓની આજ્ઞાઓ પાળવા આપણને કયા સિદ્ધાંતો મદદ કરી શકે? (‘ તમારા આગેવાનોને આધીન થાઓ, તેઓની આજ્ઞાઓનું પાલન કરો’ બૉક્સ જુઓ.)
૧૫ યહોવાએ ખ્રિસ્તી મંડળો પર તેમના દીકરા ઈસુને પૂરો અધિકાર આપ્યો છે. (કલોસી ૧:૧૩) ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગને પૃથ્વી પરના ભક્તોની સંભાળ રાખવાની જવાબદારી સોંપી છે. આ ચાકર વર્ગ તેઓને યહોવાનું જ્ઞાન આપીને ભક્તિ કરવા મદદ કરે છે. (માથ્થી ૨૪:૪૫-૪૭) યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ આ ચાકર વર્ગને રજૂ કરે છે. પહેલી સદીનાં મંડળોની જેમ, આજે પણ વડીલોને નિયામક જૂથ પાસેથી માર્ગદર્શન અને સલાહ મળે છે. એ માર્ગદર્શન પત્રો દ્વારા કે પછી સરકીટ અને ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક દ્વારા મળે છે. એટલે આપણે મંડળમાં વડીલોનું કહેવું માનીએ છીએ ત્યારે, યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ.—હિબ્રૂ ૧૩:૧૭.
૧૬. વડીલોને પસંદ કરવા યહોવા કેવી રીતે મદદ કરે છે?
એફેસી ૪:૮) વડીલોને યહોવાની શક્તિથી પસંદ કરવામાં આવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) કેવી રીતે? બાઇબલ યહોવાની શક્તિની દોરવણીથી લખાયું છે. એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ભાઈઓએ કેવી યોગ્યતા કેળવવી જોઈએ. (૧ તિમોથી ૩:૧-૭, ૧૨; તિતસ ૧:૫-૯) તેમ જ, મંડળના વડીલો પણ જુએ છે કે કોઈ ભાઈ એ જવાબદારી ઉપાડવા તૈયાર છે કે કેમ. એનો વિચાર કરતી વખતે તેઓ ખાસ કરીને યહોવાનું માર્ગદર્શન મેળવવા દિલથી પ્રાર્થના કરે છે.
૧૬ વડીલો આપણી જેમ અપૂર્ણ છે, તેઓ પણ ભૂલ કરી બેસે છે. તોપણ, યહોવાએ આ પુરુષોને “દાન” તરીકે આપ્યા છે. તેઓ મંડળને યહોવા સાથે મજબૂત નાતો રાખવા મદદ કરે છે. (૧૭. યહોવાની ભક્તિમાં બહેનોએ ક્યારે માથે ઓઢવું જોઈએ?
૧૭ મંડળમાં વડીલો અને સેવકાઈ ચાકરો ઘણી જવાબદારી નિભાવે છે, જેમ કે પ્રચાર માટેની સભા ચલાવવી. પણ કોઈ વાર એવું બને કે એ જવાબદારી નિભાવવા તેઓ હાજર ન હોય. એવા સંજોગોમાં બાપ્તિસ્મા પામેલા કોઈ ભાઈ એ જવાબદારી ઉપાડી શકે. જો તે પણ હાજર ન હોય, તો યહોવાની ભક્તિમાં સારો દાખલો બેસાડનાર કોઈ બહેન એ જવાબદારી ઉપાડી શકે. જ્યારે કોઈ બહેન એવી જવાબદારી ઉપાડે જે બાપ્તિસ્મા પામેલા ભાઈએ ઉપાડવાની હોય, ત્યારે તેણે માથે ઓઢવું જોઈએ. * (૧ કરિંથી ૧૧:૩-૧૦) માથે ઓઢવાથી સ્ત્રીઓનો દરજ્જો કંઈ ઓછો થઈ જતો નથી. બલ્કે, એનાથી તેને કુટુંબ અને મંડળમાં શિરપણાની ગોઠવણને માન આપવાની તક મળે છે.
દુનિયાના અધિકારીઓને માન આપીએ
૧૮, ૧૯. (ક) રોમનો ૧૩:૧-૭ના સિદ્ધાંતો સમજાવો. (ખ) દુનિયાના અધિકારીઓને આપણે કેવી રીતે માન બતાવીએ છીએ?
૧૮ રોમનો ૧૩:૧-૭માં આપેલા સિદ્ધાંતોને વળગી રહેવા યહોવાના ભક્તો પૂરેપૂરી કોશિશ કરે છે. આપણે એ કલમો વાંચીએ એમ જોવા મળે છે કે એમાં જણાવેલા ‘મુખ્ય અધિકારીઓ’ દુનિયાની સરકારો છે. યહોવા જ્યાં સુધી આ સરકારોને ચાલવા દે છે, ત્યાં સુધી તેઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખે છે અને જરૂરી સેવાઓ પૂરી પાડે છે. આપણે તેઓના નિયમો પાળીને માન આપીએ છીએ. એ માટે બધા કરવેરા ભરીએ છીએ, સરકારને જરૂરી બધાય ફોર્મ કે દસ્તાવેજોમાં સાચેસાચી માહિતી આપીએ છીએ. તેમ જ આપણને કે આપણા કુટુંબને, વેપાર-ધંધાને કે માલ-મિલકતને લગતા જે કોઈ નિયમો હોય એ પાળીએ છીએ. પરંતુ, સરકાર જો યહોવાની આજ્ઞા તોડવાનું કહે, તો એ આપણે નહિ માનીએ. આપણે પણ પહેલી સદીના પ્રેરિતોની જેમ કહીશું કે “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.”—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯; “ મારે કોનું કહેવું માનવું જોઈએ?” બૉક્સ જુઓ.
૧૯ આપણે દુનિયાના અધિકારીઓ સાથેના વ્યવહારમાં પણ તેઓને માન બતાવીએ છીએ. અમુક સમયે આપણે તેઓને મળવું પડે છે. જેમ કે, પાઉલે રાજા હેરોદ આગ્રીપા અને મોટા અધિકારી ફેસ્તસને મળવું પડ્યું હતું. એ માણસોની રહેણી-કરણી જરાય સારી ન હતી, તોપણ પાઊલે તેઓ સાથે માનથી વાત કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૨૫) આપણે પણ પાઊલની જેમ વર્તીએ છીએ. બધા અધિકારીઓને માન આપીએ છીએ, પછી ભલે એ કોઈ વડાપ્રધાન હોય કે કોઈ પોલીસ હોય. સ્કૂલમાં યુવાનો પણ બધા શિક્ષકોને, અધિકારીઓને અને બીજા કર્મચારીઓને એવું જ માન બતાવે છે. એવું પણ નથી કે આપણી માન્યતા સામે કોઈ વાંધો ન હોય, તેઓને જ આપણે માન આપીએ છીએ. યહોવાના સાક્ષીઓ તરીકે આપણો વિરોધ કરનારાઓ સાથે પણ આપણે માનથી વર્તીએ છીએ. જેઓ યહોવાના ભક્તો નથી, તેઓને પણ અહેસાસ થવો જોઈએ કે આપણે સર્વનો આદર કરીએ છીએ.—રોમનો ૧૨:૧૭, ૧૮; ૧ પિતર ૩:૧૫.
૨૦, ૨૧. જેઓને અધિકાર છે તેઓને માન આપવાથી કયા આશીર્વાદો મળે છે?
૨૦ ચાલો આપણે બધાને માન બતાવવામાં પાછા ન પડીએ. પ્રેરિત પિતરે લખ્યું કે “સર્વને માન આપો.” (૧ પિતર ૨:૧૭) આજે બહુ ઓછા લોકો એકબીજાને માન આપે છે. જ્યારે લોકો જોશે કે આપણે બધાને દિલથી માન આપીએ છીએ, ત્યારે તેઓ પર સારી છાપ પડશે. આપણે લોકો સાથે માનથી વર્તીએ છીએ ત્યારે, ઈસુની આ સલાહ પાળીએ છીએ: ‘તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સારાં કામો જોઈને ઈશ્વરની સ્તુતિ કરે.’—માથ્થી ૫:૧૬.
૨૧ આજની આ અંધારી દુનિયામાં નમ્ર લોકો આપણાં સારાં કામો જોઈને સત્યના પ્રકાશ તરફ આકર્ષાય છે. એટલે આપણે કુટુંબમાં અને મંડળમાં માન આપીએ. દુનિયાના અધિકારીઓને પણ માન બતાવીએ. એ જોઈને નમ્ર દિલના લોકો કદાચ યહોવાને ભજવા પણ લાગે. એવું થાય તો આપણને કેટલી ખુશી થશે! જો એમ ન થાય તોપણ આપણે લોકોને માન આપીએ. એનાથી યહોવા ખુશ થાય છે અને આપણને તેમના પ્રેમની છાયામાં રહેવા મદદ મળે છે. એનાથી મોટો આશીર્વાદ બીજો કયો હોઈ શકે!
^ ફકરો. 17 વધારે માહિતીમાં “માથે ઓઢવું—ક્યારે અને શા માટે?” લેખમાં એ સિદ્ધાંતને લાગુ પાડવા અમુક સૂચનો છે.