ઈસુ—માર્ગ, સત્ય અને જીવન

ઈસુના જીવનમાં બનેલો દરેક બનાવ જે બાઇબલમાં લખાયો છે, એના વિશે આ પુસ્તકમાં વાંચો.

પ્રસ્તાવના

માર્ગ, સત્ય, જીવન

ખુશખબરના પુસ્તકોમાં મળી આવતું ઈસુનું શિક્ષણ અને તેમનાં કાર્યો તમારું જીવન બદલી શકે છે.

પ્રકરણ ૧

ઈશ્વર તરફથી બે સંદેશા

ગાબ્રિયેલે એવા સંદેશા આપ્યા, જે માનવા અઘરા હતા.

પ્રકરણ ૨

ઈસુને જન્મ પહેલાં માન મળે છે

એલિસાબેતે અને તેના પેટમાંના બાળક બંનેએ કઈ રીતે ઈસુને માન આપ્યું?

પ્રકરણ ૩

માર્ગ તૈયાર કરનાર જન્મે છે

ચમત્કારિક રીતે ઝખાર્યા ફરીથી બોલતા થયા કે તરત તેમણે મહત્ત્વની ભવિષ્યવાણી કરી.

પ્રકરણ ૪

કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે

મરિયમે જ્યારે યુસફને સમજાવ્યું કે પોતે બીજા કોઈ માણસથી નહિ, પણ પવિત્ર શક્તિથી મા બનવાની છે, ત્યારે શું યુસફે એ માન્યું?

પ્રકરણ ૫

ઈસુનો જન્મ ક્યાં અને ક્યારે થાય છે?

આપણે કઈ રીતે જાણીએ છીએ કે ઈસુનો જન્મ ૨૫મી ડિસેમ્બરે થયો ન હતો?

પ્રકરણ ૬

વચન પ્રમાણે બાળક જન્મે છે

યુસફ અને મરિયમ નાનકડા ઈસુને મંદિરે લાવ્યા ત્યારે, બે વૃદ્ધ ઇઝરાયેલીઓએ ઈસુના ભાવિ વિશે જણાવ્યું.

પ્રકરણ ૭

જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે

તેઓએ પૂર્વમાં જોયેલો તારો કેમ તેઓને પહેલા ઈસુ પાસે નહિ, પણ ખૂની રાજા હેરોદ પાસે લઈ ગયો?

પ્રકરણ ૮

તેઓ દુષ્ટ રાજાના હાથમાંથી છટકી જાય છે

મસીહને લગતી બાઇબલની ત્રણ ભવિષ્યવાણીઓ ઈસુના શરૂઆતના જીવનમાં પૂરી થઈ.

પ્રકરણ ૯

ઈસુ નાઝરેથમાં મોટા થાય છે

ઈસુને કેટલાં ભાઈબહેનો હતાં?

પ્રકરણ ૧૦

ઈસુનું કુટુંબ યરૂશાલેમ જાય છે

ઈસુ ન મળવાથી મરિયમ અને યુસફ હેરાન-પરેશાન થઈ ગયા; પણ ઈસુને નવાઈ લાગી કે તેઓને કેમ તરત ખ્યાલ ન આવ્યો કે તેમને ક્યાં શોધવા.

પ્રકરણ ૧૧

બાપ્તિસ્મા આપનાર યોહાન માર્ગ તૈયાર કરે છે

અમુક ફરોશીઓ અને સાદુકીઓ યોહાન પાસે આવ્યા ત્યારે, તેમણે તેઓને દોષિત ઠરાવ્યા. શા માટે?

પ્રકરણ ૧૨

ઈસુ બાપ્તિસ્મા લે છે

ઈસુએ કદી પણ પાપ કર્યું ન હતું તો તેમણે કેમ બાપ્તિસ્મા લીધું?

પ્રકરણ ૧૩

ઈસુએ જે રીતે લાલચોનો સામનો કર્યો, એમાંથી શીખીએ

ઈસુના પરીક્ષણે શેતાન વિશે બે મહત્ત્વની હકીકતની સાબિતી આપી.

પ્રકરણ ૧૪

ઈસુ શિષ્યો બનાવવાનું શરૂ કરે છે

ઈસુના શરૂઆતના છ શિષ્યોને શાનાથી ખાતરી થઈ કે તેઓને મસીહ મળ્યા છે?

પ્રકરણ ૧૫

ઈસુ પહેલો ચમત્કાર કરે છે

ઈસુ પોતાની મા મરિયમને બતાવ્યું કે હવે તેની પાસેથી નહિ, પણ સ્વર્ગમાંના પિતા પાસેથી તેમને માર્ગદર્શન મળે છે.

પ્રકરણ ૧૬

ઈસુ સાચી ભક્તિ માટે ઉત્સાહ બતાવે છે

બલિદાન ચડાવવાં લોકો યરૂશાલેમમાંથી પ્રાણીઓ ખરીદે એની ઈશ્વરનો નિયમ છૂટ આપતો હતો, તો પછી ઈસુ મંદિરમાંના વેપારીઓ પર કેમ ગુસ્સે ભરાયા?

પ્રકરણ ૧૭

ઈસુ નિકોદેમસને રાત્રે શીખવે છે

‘ફરીથી જન્મ લેવાનો’ અર્થ શું થાય?

પ્રકરણ ૧૮

ઈસુનું સેવાકાર્ય વધે છે અને યોહાનનું ઘટે છે

બાપ્તિસ્મા આપનાર યોહાને ઈર્ષા ન કરી, જોકે તેમના શિષ્યોએ કરી.

પ્રકરણ ૧૯

સમરૂની સ્ત્રીને ઈસુ શીખવે છે

ઈસુએ તેને એવું કંઈક કહ્યું, જે તેમણે હજુ સુધી કોઈને જણાવ્યું ન હતું.

પ્રકરણ ૨૦

કાનામાં ઈસુ બીજો ચમત્કાર કરે છે

ઈસુએ આશરે ૨૬ કિલોમીટર દૂરથી છોકરાને સાજો કર્યો.

પ્રકરણ ૨૧

ઈસુ નાઝરેથના સભાસ્થાનમાં છે

ઈસુએ એવું શું કહ્યું જેના લીધે તેમના વતનના લોકો તેમને મારી નાખવા ચાહતા હતા?

પ્રકરણ ૨૨

ઈસુ ચાર શિષ્યોને બોલાવે છે

તેમણે તેઓને એક પ્રકારની માછીમારી છોડીને જુદા પ્રકારના માછીમારો બનવા બોલાવ્યા.

પ્રકરણ ૨૩

ઈસુ કાપરનાહુમમાં મહાન કામો કરે છે

ઈસુ જ્યારે દુષ્ટ દૂતોને લોકોમાંથી કાઢતા ત્યારે તેઓને મના કરી કે તેઓ લોકોને જણાવે નહિ કે ઈસુ તો ઈશ્વરના દીકરા છે. શા માટે?

પ્રકરણ ૨૪

ઈસુ ગાલીલમાં પોતાનું સેવાકાર્ય વધારે છે

લોકો ઈસુ પાસે સાજા થવા આવતા હતા. પણ, ઈસુએ સમજાવ્યું કે પોતાના સેવાકાર્યનો હેતુ એનાથી વધારે મહત્ત્વનો હતો.

પ્રકરણ ૨૫

ઈસુ દયા બતાવીને રક્તપિત્તિયાને સાજો કરે છે

સાદા પણ જોરદાર શબ્દોથી ઈસુએ સાબિત કર્યું કે જેઓને સાજા કર્યા, તેઓની તેમણે ખરેખર કાળજી રાખી.

પ્રકરણ ૨૬

“તારાં પાપ માફ થયાં છે”

પાપ અને બીમારી વચ્ચે શું સંબંધ છે એ ઈસુએ કઈ રીતે બતાવ્યું?

પ્રકરણ ૨૭

ઈસુ માથ્થીને આમંત્રણ આપે છે

ઈસુ શા માટે પાપીઓ સાથે જમવાનો આનંદ ઉઠાવતા હતા?

પ્રકરણ ૨૮

ઈસુના શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?

જવાબ આપવા ઈસુએ મશકનું ઉદાહરણ આપ્યું.

પ્રકરણ ૨૯

શું સાબ્બાથના દિવસે સારું કામ કરી શકાય?

૩૮ વર્ષથી બીમાર માણસને સાજો કર્યો, એ માટે યહુદીઓએ કેમ ઈસુનું પરીક્ષણ કર્યું?

પ્રકરણ ૩૦

ઈસુ, ઈશ્વરના દીકરા છે

યહુદીઓએ વિચાર્યું કે ઈસુ પોતાને ઈશ્વરની બરાબર ગણે છે, પણ ઈસુએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ઈશ્વર તેમનાથી મોટા છે.

પ્રકરણ ૩૧

સાબ્બાથના દિવસે કણસલાં તોડે છે

ઈસુએ પોતાને શા માટે ‘સાબ્બાથના દિવસના પ્રભુ’ કહ્યા?

પ્રકરણ ૩૨

સાબ્બાથે શું કરવું યોગ્ય છે?

સાદુકીઓ અને ફરોશીઓ વચ્ચે મોટા ભાગે દુશ્મનાવટ હતી, પણ આ કામમાં એક થઈ ગયા.

પ્રકરણ ૩૩

ઈસુ યશાયાની ભવિષ્યવાણી પૂરી કરે છે

ઈસુએ જેઓને સાજા કર્યા, તેઓને શા માટે એ જણાવવાની મના કરી કે પોતે કોણ છે અથવા તેમણે શું કર્યું હતું?

પ્રકરણ ૩૪

ઈસુ બાર પ્રેરિતોને પસંદ કરે છે

પ્રેરિત અને શિષ્ય વચ્ચે શું તફાવત છે?

પ્રકરણ ૩૫

પહાડ પરનો જાણીતો ઉપદેશ

ઈસુના ઉપદેશના મુખ્ય મુદ્દાઓની સમજણ મેળવો.

પ્રકરણ ૩૬

લશ્કરી અધિકારી ઈસુમાં ખૂબ શ્રદ્ધા બતાવે છે

લશ્કરના આ અધિકારીએ શું કર્યું જેનાથી ઈસુને નવાઈ લાગી?

પ્રકરણ ૩૭

વિધવાના દીકરાને ઈસુ સજીવન કરે છે

આ ચમત્કાર જોનારા લોકો એનું સાચું મહત્ત્વ સમજ્યા હતા.

પ્રકરણ ૩૮

ઈસુ પાસેથી યોહાન જાણવા માંગે છે

ઈસુ જ મસીહ છે કે કેમ એવો સવાલ યોહાન બાપ્તિસ્મા આપનારે કેમ કર્યો? શું તેમના મનમાં કોઈ શંકા હતી?

પ્રકરણ ૩૯

કઠણ દિલની પેઢીને હાય હાય!

ન્યાયના દિવસે સદોમ દેશની દશા ઈસુના સેવાકાર્યની મુખ્ય જગ્યા બનેલા શહેર કાપરનાહુમ કરતાં વધારે સારી હશે, એવું ઈસુએ કહ્યું.

પ્રકરણ ૪૦

ઈસુ માફી આપવાનું શીખવે છે

એક સ્ત્રી, જે કદાચ વેશ્યા હતી, તેનાં પાપ માફ થયાં છે એમ કહીને ઈસુ શું એવું કહેતા હતા કે ઈશ્વરનો નિયમ તોડવામાં કોઈ વાંધો નથી?

પ્રકરણ ૪૧

ઈસુ કોની શક્તિથી ચમત્કારો કરે છે?

ઈસુના ભાઈઓનું માનવું હતું કે તેમનું મગજ ચસકી ગયું છે.

પ્રકરણ ૪૨

ફરોશીઓને ઈસુ ઠપકો આપે છે

“યૂના પ્રબોધકની નિશાની” શું છે?

પ્રકરણ ૪૩

સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો

સ્વર્ગના રાજ્ય વિશે સમજાવવા ઈસુએ આઠ ઉદાહરણો આપ્યાં.

પ્રકરણ ૪૪

સરોવરના તોફાનને ઈસુ શાંત કરે છે

ઈસુએ પવન અને મોજાંઓને શાંત પાડ્યા ત્યારે, તેમણે મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો કે તેમના શાસન હેઠળ જીવન કેવું હશે.

પ્રકરણ ૪૫

ઈસુને દુષ્ટ દૂતો પર સત્તા છે

શું કોઈને એક કરતાં વધારે દુષ્ટ દૂત વળગી શકે?

પ્રકરણ ૪૬

ઈસુના કપડાને અડકીને સાજી થાય છે

દિલને અસર કરી જતા આ બનાવમાં ઈસુએ દયા અને તેમની શક્તિ બતાવી.

પ્રકરણ ૪૭

નાની છોકરી ફરીથી જીવી ઊઠે છે!

ઈસુએ કહ્યું કે છોકરી મરી નથી ગઈ ત્યારે લોકો તેમની મશ્કરી કરવા લાગ્યા. તે શું જાણતા હતા જે લોકો જાણતા ન હતા.

પ્રકરણ ૪૮

ચમત્કારો કરવા છતાં, નાઝરેથમાં પણ ઈસુનો સ્વીકાર થતો નથી, મસીહ

નાઝરેથના લોકોએ ઈસુના શિક્ષણ કે ચમત્કારને લીધે નહિ, પણ બીજા કારણને લીધે તેમને સ્વીકાર્યા નહિ.

પ્રકરણ ૪૯

ઈસુ ગાલીલમાં પ્રચાર કરે છે અને પ્રેરિતોને તાલીમ આપે છે

“રાજ્ય પાસે આવ્યું છે” એનો શું અર્થ થાય?

પ્રકરણ ૫૦

સતાવણી છતાં પ્રેરિતો પ્રચાર કરવા તૈયાર છે

જો પ્રેરિતોએ મરણથી ડરવાનું ન હતું, તો સતાવણી થાય ત્યારે ઈસુએ તેઓને નાસી જવા શા માટે કહ્યું?

પ્રકરણ ૫૧

જન્મદિવસની ઉજવણીમાં ખૂન થાય છે

શલોમીના નૃત્યથી હેરોદ એટલો ખુશ થઈ ગયો કે તેણે તે જે કંઈ માંગે એ આપવાનું વચન આપ્યું. તેણે કેવી ખોટી માંગ કરી?

પ્રકરણ ૫૨

થોડી રોટલીઓ અને માછલીઓથી ઈસુ હજારોને જમાડે છે

ઈસુના ચમત્કારો એટલા જોરદાર હતા કે સુવાર્તાના ચારેય લેખકોએ એનો સમાવેશ કર્યો.

પ્રકરણ ૫૩

એવા શાસક, જે પવનને અને સરોવરને કાબૂમાં રાખી શકે છે

ઈસુ પાણી પર ચાલ્યા અને પવનને શાંત પાડ્યો, એનાથી પ્રેરિતોને શું શીખવા મળ્યું?

પ્રકરણ ૫૪

ઈસુ “જીવનની રોટલી” છે

લોકો ઈસુ પાસે આવવાની કોશિશ કરતા હતા, તોપણ તેમણે કેમ તેઓને ઠપકો આપ્યો?

પ્રકરણ ૫૫

ઈસુના શબ્દોથી ઘણાને આઘાત લાગે છે

ઈસુએ એવું કંઈ શીખવ્યું જેનાથી શિષ્યોને આઘાત લાગ્યો અને ઘણા શિષ્યો તેમને છોડીને જતાં રહ્યા.

પ્રકરણ ૫૬

શાનાથી ભ્રષ્ટ થવાય છે?

શું માણસના મોંમાં જે જાય છે એનાથી કે જે નીકળે છે એનાથી?

પ્રકરણ ૫૭

છોકરીને અને બહેરા માણસને ઈસુ સાજા કરે છે

સ્ત્રીને કેમ ખોટું લાગ્યું નહિ જ્યારે ઈસુએ તેના લોકોને કૂતરાના બચ્ચા સાથે સરખાવ્યા?

પ્રકરણ ૫૮

થોડી રોટલીમાંથી ઘણી, ખમીર વિશે ચેતવણી

ઈસુના શિષ્યોને આખરે સમજાય છે કે તે કેવા ખમીર વિશે વાત કરી રહ્યા હતા.

પ્રકરણ ૫૯

માણસનો દીકરો કોણ છે?

રાજ્યની ચાવીઓ કઈ હતી? કોણે વાપરી અને કઈ રીત?

પ્રકરણ ૬૦

ખ્રિસ્તનું રૂપાંતર તેમનો મહિમા બતાવે છે

રૂપાંતર શું હતું? એનો શો અર્થ હતો?

પ્રકરણ ૬૧

ખરાબ દૂત વળગેલા છોકરાને ઈસુ સાજો કરે છે

ઈસુએ કહ્યું કે શ્રદ્ધાની ખામીને લીધે સાજો કરી ન શક્યા. પણ, કોનામાં શ્રદ્ધાની ખામી હતી? છોકરામાં, પિતામાં કે ઈસુના શિષ્યોમાં?

પ્રકરણ ૬૨

ઈસુ નમ્રતા વિશે મહત્ત્વની સલાહ આપે છે

બાળકો પાસેથી મોટા લોકોએ મહત્ત્વનો બોધપાઠ શીખવો જોઈએ.

પ્રકરણ ૬૩

પ્રેરિતોને ઈસુ મહત્ત્વની સલાહ આપે છે

ભાઈઓ વચ્ચે થતી તકરારને હલ કરવા તેમણે ત્રણ પગલાં ભરવાનું જણાવ્યું.

પ્રકરણ ૬૪

માફ કરવું જરૂરી છે

દયા ન બતાવનાર ચાકરનું ઉદાહરણ આપીને ઈસુએ બતાવ્યું કે યહોવાની નજરે કેટલું મહત્ત્વનું છે કે આપણે બીજાઓને રાજીખુશીથી માફી આપીએ.

પ્રકરણ ૬૫

યરૂશાલેમ જતી વખતે શીખવે છે

ત્રણ બનાવોમાં, ઈસુએ બતાવ્યું કે તેમને પગલે ચાલવાથી વ્યક્તિને કેવું વલણ રોકી શકે છે.

પ્રકરણ ૬૬

ઈસુ માંડવાના તહેવાર માટે યરૂશાલેમમાં છે

ઈસુને સાંભળનારાઓને કેમ લાગતું હતું કે તેમને દુષ્ટ દૂત વળગ્યો હતો?

પ્રકરણ ૬૭

“તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી”

લગભગ આખી યહુદી ન્યાયસભા ઈસુનો વિરોધ કરતી હતી, પણ એના એક સભ્યે તેમના પક્ષમાં બોલવાની હિંમત કરી.

પ્રકરણ ૬૮

ઈશ્વરનો દીકરો “દુનિયાનો પ્રકાશ” છે

ઈસુએ કહ્યું કે, “સત્ય તમને આઝાદ કરશે.” શામાંથી આઝાદ કરશે?

પ્રકરણ ૬૯

તેઓના પિતા​—ઈબ્રાહીમ કે શેતાન?

ઈસુએ જણાવ્યું કે ઈબ્રાહીમનાં બાળકોને કઈ રીતે ઓળખવાં અને ઈસુના પિતા કોણ છે.

પ્રકરણ ૭૦

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

શિષ્યોએ પૂછ્યું કે એ માણસ કેમ આંધળો હતો? શું તેણે કે તેના માબાપે પાપ કર્યું હતું? ઈસુએ તેને સાજો કર્યો ત્યારે લોકોમાં મતભેદ ઊભા થયા.

પ્રકરણ ૭૧

દેખતા થયેલા માણસને ફરોશીઓ ધમકાવે છે

દેખતા થયેલા માણસની જોરદાર દલીલ સાંભળીને ફરોશીઓ ગુસ્સે ભરાયા. પેલા માણસનાં માબાપને જેનો ડર હતો, એવું જ થયું; ફરોશીઓએ તેને સભાસ્થાનમાંથી કાઢી મૂક્યો.

પ્રકરણ ૭૨

ઈસુ પ્રચાર કરવા ૭૦ શિષ્યોને મોકલે છે

ઈસુએ યહુદિયામાં ૭૦ શિષ્યોને રાજ્ય પ્રચારકો તરીકે બબ્બેની ટુકડીમાં મોકલ્યા. શિષ્યોએ લોકોને ક્યાં પ્રચાર કરવાનો હતો? સભાસ્થાનોમાં કે તેઓના ઘરે?

પ્રકરણ ૭૩

એક સમરૂની ખરો પડોશી સાબિત થાય છે

ભલા સમરૂની અથવા ખરા પડોશીનું ઉદાહરણ વાપરીને ઈસુએ કઈ રીતે સરસ બોધપાઠ શીખવ્યો?

પ્રકરણ ૭૪

ઈસુ મહેમાનગતિ અને પ્રાર્થના વિશે શીખવે છે

મરિયમ અને માર્થાના ઘરે ઈસુ ગયા. મહેમાનગતિ વિશે તેમણે તેઓને શું શીખવ્યું? પછીથી, તેમણે પોતાના શિષ્યોને કઈ રીતે શીખવ્યું કે શાના માટે પ્રાર્થના કરવી?

પ્રકરણ ૭૫

ઈસુ સાચા સુખનું રહસ્ય જણાવે છે

ઈસુએ તેમના ટીકાકારોને ‘ઈશ્વરની આંગળી’ વિશે કહ્યું. એ પણ કહ્યું કે તેઓ પર કઈ રીતે ‘ઈશ્વરનું રાજ્ય અચાનક આવી પહોંચ્યું હતું.’ તેમણે એ પણ જણાવ્યું કે લોકો કઈ રીતે સાચું સુખ મેળવી શકે.

પ્રકરણ ૭૬

ફરોશી સાથે ઈસુ જમે છે

ધર્મને નામે ઢોંગ કરતા ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઈસુએ ખુલ્લા પાડ્યા. તેઓએ લોકો પર કેવો ભારે બોજો નાખ્યો હતો?

પ્રકરણ ૭૭

ધનદોલત વિશે ઈસુ સલાહ આપે છે

મોટા કોઠારો બાંધતા ધનવાન માણસ વિશે ઈસુએ ઉદાહરણ આપ્યું. ધનદોલત પાછળ દોડવાના જોખમો વિશે તેમણે ફરીથી કઈ સલાહ આપી?

પ્રકરણ ૭૮

વિશ્વાસુ કારભારીએ તૈયાર રહેવાનું છે!

ઈસુએ તેમના શિષ્યોમાં રસ લીધો, જેથી તેઓની શ્રદ્ધા જાળવી રાખી શકે. કારભારીની ભૂમિકા શું હતી? તૈયાર રહેવા વિશે ઈસુની સલાહ કેમ મહત્ત્વની હતી?

પ્રકરણ ૭૯

શ્રદ્ધા ન મૂકનારા યહુદીઓનો જલદી જ વિનાશ!

ઈસુએ કહ્યું કે તે જેઓને મદદ કરી રહ્યા છે તેઓ પસ્તાવો નહિ કરે તો, તેઓનો વિનાશ થશે. ઈશ્વર તેઓને કેવી નજરે જુએ છે, એ વિશે ઈસુ તેઓને શીખવી રહ્યા હતા. શું તેઓ એમાંથી બોધપાઠ લેશે?

પ્રકરણ ૮૦

ઉત્તમ ઘેટાંપાળક અને ઘેટાંના વાડા

ઘેટાંપાળક જે રીતે પોતાના ઘેટાંની સંભાળ રાખે છે, એ બતાવે છે કે ઈસુને તેમના શિષ્યો વિશે કેવું લાગે છે. શું શિષ્યો ઈસુના શિક્ષણને સમજશે અને તે દોરે એમ દોરાશે?

પ્રકરણ ૮૧

ઈસુ અને પિતા કઈ રીતે એક છે?

ઈસુના અમુક ટીકાકારોએ તેમના પર આરોપ મૂક્યો કે તે પોતાને ઈશ્વર માને છે. તેમણે કઈ રીતે કુશળતાથી તેઓના ખોટા આરોપોને તોડી પાડ્યા?

પ્રકરણ ૮૨

પેરીઆમાં ઈસુનું સેવાકાર્ય

ઈસુએ તેમના સાંભળનારાઓને સમજાવ્યું કે ઉદ્ધાર મેળવવા શું કરવું જોઈએ. તેમની સલાહ એ સમયે મહત્ત્વની હતી. શું આજે પણ એ સલાહ મહત્ત્વની છે?

પ્રકરણ ૮૩

ભોજનનું આમંત્રણ

ફરોશીના ઘરે જમતી વખતે ઈસુએ સાંજના ભવ્ય ભોજન વિશે એક ઉદાહરણ જણાવ્યું હતું. ઈશ્વરના સર્વ લોકો માટે તે મહત્ત્વનો બોધપાઠ આપે છે. એ શું છે?

પ્રકરણ ૮૪

શિષ્ય બનવામાં શું સમાયેલું છે?

ઈસુના શિષ્ય બનવું ભારે જવાબદારી લાવે છે. એમાં શું સમાયેલું છે એ વિશે ઈસુએ સ્પષ્ટ જણાવ્યું. તેમણે જે કહ્યું એ સાંભળીને અમુકને આંચકો લાગ્યો.

પ્રકરણ ૮૫

પસ્તાવો કરનાર પાપી માટે આનંદ મનાવવો

સામાન્ય લોકો પ્રત્યે ઈસુનું વર્તન જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમની ટીકા કરી. જવાબમાં, ઈસુએ ઉદાહરણો આપીને બતાવ્યું કે પાપીઓને ઈશ્વર કઈ નજરે જુએ છે.

પ્રકરણ ૮૬

ખોવાયેલો દીકરો પાછો ફરે છે

ઈસુએ આપેલા ઉડાઉ દીકરાના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે?

પ્રકરણ ૮૭

અગાઉથી યોજના કરો—હોશિયારીથી વર્તો

ભ્રષ્ટ અને ચાલાકીઓ કરતા કારભારીનું ઉદાહરણ આપીને ઈસુએ અદ્‍ભુત સત્ય શીખવ્યું.

પ્રકરણ ૮૮

અમીર માણસ અને લાજરસના સંજોગો બદલાય છે

ઉદાહરણના મહત્ત્વના બે પાત્રો કોણ હતા એ જાણવાથી, ઈસુએ આપેલા ઉદાહરણને સમજી શકીશું.

પ્રકરણ ૮૯

યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

આપણી વિરુદ્ધ વારંવાર પાપ કરનારાઓને પણ માફ કરવા જરૂરી હોય એવા ગુણ પર ઈસુએ ભાર મૂક્યો.

પ્રકરણ ૯૦

‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’

તેમનામાં શ્રદ્ધા મૂકનાર “વ્યક્તિ કદી મરશે નહિ,” એમ જણાવીને ઈસુ શું કહેવા માંગતા હતા?

પ્રકરણ ૯૧

લાજરસને સજીવન કરવામાં આવે છે

આ બનાવ વખતે બનેલી બે ખાસ બાબતો જોઈને ઈસુના વિરોધીઓ પણ આ ચમત્કારને નકારી નથી શકતા.

પ્રકરણ ૯૨

રક્તપિત્ત થયેલા દસને સાજા કર્યા—ફક્ત એકે કદર બતાવી

સાજા થયેલા માણસે ફક્ત ઈસુનો નહિ, પણ બીજા કોઈકનો પણ આભાર માન્યો.

પ્રકરણ ૯૩

માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે

ખ્રિસ્તની હાજરી કઈ રીતે વીજળીના ચમકારા જેવી હશે?

પ્રકરણ ૯૪

મહત્ત્વની બે જરૂરિયાતો—પ્રાર્થના અને નમ્રતા

ખરાબ ન્યાયાધીશ અને વિધવાના ઉદાહરણથી ઈસુએ એક ખાસ ગુણ બતાવવા પર ભાર મૂક્યો.

પ્રકરણ ૯૫

છૂટાછેડા વિશે અને બાળકોને પ્રેમ કરવા વિશે શિક્ષણ

શિષ્યો જે રીતે બાળકોને ગણતા હતા એના કરતાં ઈસુના વિચારો અલગ હતા.

પ્રકરણ ૯૬

ધનવાન માણસ ઘૂંટણિયે પડીને ઈસુ સાથે વાત કરે છે

ઈસુએ શા માટે એવું કહ્યું કે ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે?

પ્રકરણ ૯૭

દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ

કઈ રીતે પહેલા તે છેલ્લા થશે અને છેલ્લા તે પહેલા થશે?

પ્રકરણ ૯૮

પ્રેરિતો ઊંચું સ્થાન મેળવવાની ફરીથી ઝંખના રાખે છે

રાજ્યમાં ઊંચું સ્થાન મેળવવા યાકૂબ અને યોહાને અરજ કરી. એવી ઇચ્છા બીજા પ્રેરિતોને પણ હતી.

પ્રકરણ ૯૯

ઈસુ આંધળા માણસોને સાજા કરે છે અને જાખ્ખીને મદદ કરે છે

ઈસુએ યરીખો પાસે આંધળા માણસને સાજો કર્યો, એ વિશે બાઇબલમાં અલગ અલગ રીતે વર્ણવેલા પ્રસંગો કેવી રીતે એક છે?

પ્રકરણ ૧૦૦

ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ

ઈસુના આ શબ્દોનો અર્થ શો હતો: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે”?

પ્રકરણ ૧૦૧

બેથનિયામાં સિમોનને ઘરે ભોજન

લાજરસની બહેન મરિયમે એવું કંઈક કર્યું, જેનાથી વિવાદ ઊભો થયો. પણ, ઈસુએ તેનો બચાવ કર્યો.

પ્રકરણ ૧૦૨

ગધેડીના બચ્ચા પર સવાર રાજા યરૂશાલેમમાં પ્રવેશે છે

તેમણે પાંચસો વર્ષ જૂની ભવિષ્યવાણી પૂરી કરી.

પ્રકરણ ૧૦૩

મંદિરને ફરી શુદ્ધ કરે છે

યરૂશાલેમના વેપારીઓ નિયમ પ્રમાણે વ્યાપાર કરતા હતા તો પછી, ઈસુએ શા માટે તેઓને લુટારાઓ કહ્યા?

પ્રકરણ ૧૦૪

યહુદીઓ ઈશ્વરનો અવાજ સાંભળે છે—શું તેઓ શ્રદ્ધા બતાવશે?

ઈસુમાં ફક્ત શ્રદ્ધા મૂકવી અને એ પ્રમાણે કાર્યો કરવામાં શું કોઈ ફરક છે?

પ્રકરણ ૧૦૫

અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ

ઈસુએ શિષ્યોને શ્રદ્ધાની તાકાત વિશે શીખવ્યું અને જણાવ્યું કે કેમ ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને નકારી દીધી છે.

પ્રકરણ ૧૦૬

દ્રાક્ષાવાડી વિશે બે ઉદાહરણ

એક માણસે પોતાના દીકરાઓને દ્રાક્ષાવાડીમાં કામ કરવા જણાવ્યું અને એક માણસે દુષ્ટ ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી. આ બંનેનો અર્થ શું થાય એ ઉદાહરણ દ્વારા જાણો.

પ્રકરણ ૧૦૭

લગ્‍નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે

ઈસુનું ઉદાહરણ એક ભવિષ્યવાણી હતું.

પ્રકરણ ૧૦૮

ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી

ઈસુએ પહેલા ફરોશીઓને, પછી સાદુકીઓને અને છેવટે બીજા વિરોધીઓને ચૂપ કરી દીધા.

પ્રકરણ ૧૦૯

વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ

ધર્મને નામે બનાવેલાં અલગ અલગ ધોરણોને ઈસુએ કેમ ચલાવી ન લીધા?

પ્રકરણ ૧૧૦

મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ

ગરીબ વિધવાનો દાખલો આપીને ઈસુએ મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.

પ્રકરણ ૧૧૧

પ્રેરિતો નિશાની માંગે છે

તેમની ભવિષ્યવાણી પહેલી સદીમાં પૂરી થઈ. પણ, શું એ ભવિષ્યવાણી ભાવિમાં મોટા પાયે પૂરી થશે?

પ્રકરણ ૧૧૨

સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ

શું ઈસુએ એવું શીખવ્યું કે તેમના અડધા શિષ્યો મૂર્ખ હતા અને અડધા સમજદાર?

પ્રકરણ ૧૧૩

તાલંતનું ઉદાહરણ—ખંતીલા બનવાનો બોધપાઠ

ઈસુએ આમ કહ્યું: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે.” એ વિશે તેમના ઉદાહરણમાં સમજણ મળે છે.

પ્રકરણ ૧૧૪

ભાવિમાં ઘેટાં અને બકરાંનો ન્યાય

ભાવિમાં થનાર ન્યાયચુકાદા વિશે સમજાવવા ઈસુએ જોરદાર ઉદાહરણ જણાવ્યું.

પ્રકરણ ૧૧૫

ઈસુનું છેલ્લું પાસ્ખા નજીક આવે છે

શા માટે એ નોંધવા જેવું છે કે ઈસુને દગો દેવા ધર્મગુરુઓ યહુદાને ચાંદીના ૩૦ સિક્કા આપવાના હતા?

પ્રકરણ ૧૧૬

છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છે

ચાકરનું કામ કરીને ઈસુએ પોતાના પ્રેરિતોને નવાઈમાં મૂકી દીધા.

પ્રકરણ ૧૧૭

પ્રભુનું સાંજનું ભોજન

ઈસુએ સ્મરણપ્રસંગની સ્થાપના કરી, જેને તેમના શિષ્યોએ દર વર્ષે નીસાન ૧૪ના રોજ પાળવાનો હતો.

પ્રકરણ ૧૧૮

સૌથી મોટું કોણ એ વિશે તકરાર

એ જ સાંજે ઈસુએ શીખવેલું ઉદાહરણ પ્રેરિતો ભૂલી ગયા હતા.

પ્રકરણ ૧૧૯

ઈસુ—માર્ગ, સત્ય અને જીવન

ઈશ્વરને કઈ રીતે વિનંતી કરવી એ વિશે ઈસુએ મહત્ત્વનું સત્ય શીખવ્યું.

પ્રકરણ ૧૨૦

ફળ આપો અને ઈસુના મિત્ર બનો

કયા અર્થમાં ઈસુના શિષ્યો “ફળ આપી શકતા” હતા?

પ્રકરણ ૧૨૧

“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”

દુનિયાએ તો ઈસુને મારી નાખ્યા, તો પછી તેમણે કઈ રીતે દુનિયા પર જીત મેળવી?

પ્રકરણ ૧૨૨

ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થના

માણસો માટે ઉદ્ધાર લાવવા કરતાં કંઈક વધારે મહત્ત્વનું ઈસુએ કર્યું હતું, એ વિશે તેમણે સ્પષ્ટ જણાવ્યું.

પ્રકરણ ૧૨૩

બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરી

શા માટે ઈસુએ પ્રાર્થના કરી કે, “આ પ્યાલો મારાથી દૂર કરો”? શું તે છુટકારાની કિંમત ચૂકવવામાં પીછેહઠ કરી રહ્યા હતા?

પ્રકરણ ૧૨૪

ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ

મધરાત થઈ ચૂકી હતી છતાં યહુદા ઈસુને શોધવામાં સફળ થયો.

પ્રકરણ ૧૨૫

અન્‍નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે

ઈસુ પર ચાલેલો મુકદ્દમો ન્યાયની મશ્કરી કરવા બરાબર હતો.

પ્રકરણ ૧૨૬

કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છે

પીતર શ્રદ્ધા અને ભક્તિમાં અડગ હતા. તો પછી, તે કેમ ઈસુનો નકાર કરી બેઠા?

પ્રકરણ ૧૨૭

ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે

યહુદી ધર્મગુરુઓએ પોતાનો અસલ ઇરાદો જાહેર કર્યો.

પ્રકરણ ૧૨૮

પીલાત અને હેરોદની નજરે નિર્દોષ

ઈસુનો ન્યાય કરવા પીલાતે શા માટે તેમને હેરોદ પાસે મોકલ્યા? શું ઈસુનો ન્યાય કરવાની પીલાત પાસે સત્તા ન હતી?

પ્રકરણ ૧૨૯

પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”

ઈસુએ બતાવેલા અદ્‍ભુત ગુણોની પીલાતે પણ નોંધ લીધી.

પ્રકરણ ૧૩૦

ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે

રડી રહેલી સ્ત્રીઓને ઈસુએ શા માટે કહ્યું કે મારા માટે રડવાનું બંધ કરો, એના બદલે તમારા માટે અને તમારાં બાળકો માટે રડો?

પ્રકરણ ૧૩૧

વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા

ઈસુની સાથે વધસ્તંભે ચડાવેલા એક ગુનેગારને તેમણે ભાવિમાં મળનાર આશીર્વાદનું વચન આપ્યું.

પ્રકરણ ૧૩૨

“ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”

દિવસે અંધારું છવાઈ જવું, ભારે ધરતીકંપ થવો અને મંદિરના પડદાનું ફાટી જવું, એક જ વાત સાબિત કરે છે.

પ્રકરણ ૧૩૩

ઈસુને દફનાવે છે

સૂર્યાસ્ત પહેલાં ઈસુની દફનવિધિ પતી જાય માટે કેમ ઝડપ કરવામાં આવી?

પ્રકરણ ૧૩૪

ખાલી કબર—ઈસુ જીવતા છે!

જીવતા થયા પછી, ઈસુ પોતાના પ્રેરિતોને નહિ, પણ પોતાની એક શિષ્યાને દેખાયા.

પ્રકરણ ૧૩૫

જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે

ઈસુએ પોતાના શિષ્યોને કેવી રીતે બતાવી આપ્યું કે તે જીવતા થયા છે?

પ્રકરણ ૧૩૬

ગાલીલ સરોવરને કિનારે

ત્રણ વાર પીતરને યાદ દેવડાવવામાં આવ્યું કે, તે કઈ રીતે ઈસુ માટેનો પોતાનો પ્રેમ બતાવી આપી શકે.

પ્રકરણ ૧૩૭

પચાસમા દિવસના તહેવાર પહેલાં ઘણા લોકો ઈસુને જુએ છે

સજીવન થયા અને સ્વર્ગમાં ગયા એ પહેલાં ઈસુએ ભાર મૂક્યો કે, તેમના શિષ્યોને શું મળશે અને તેઓએ એનો કઈ રીતે ઉપયોગ કરવો.

પ્રકરણ ૧૩૮

ઈશ્વરને જમણે હાથે ખ્રિસ્ત

પોતાના દુશ્મનો સામે પગલાં ભરવાનો સમય આવે, ત્યાં સુધી ઈસુ શું કરી રહ્યા છે?

પ્રકરણ ૧૩૯

ઈસુ પૃથ્વીને સુંદર બનાવે છે અને પોતાનું કામ પૂરું કરે છે

તે પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપે એ પહેલાં તેમણે ઘણું કરવાનું છે.

ઈસુને પગલે ચાલવા,

ઈસુએ ખાસ ૮ ગુણો પોતાના આખા જીવન દરમિયાન વારંવાર બતાવ્યા.

બાઇબલ કલમોની સૂચિ

આ પુસ્તકમાં કલમની ચર્ચા ક્યાં થઈ છે, એ શોધવા આ સૂચિનો ઉપયોગ કરો.

ઉદાહરણોની સૂચિ (દૃષ્ટાંતો)

ઈસુએ આપેલાં ઉદાહરણોની કયા પ્રકરણમાં ચર્ચા થઈ છે એ શોધો.

મસીહને લગતી અમુક ભવિષ્યવાણીઓ

ઈસુના જીવનમાં બનેલા બનાવોને બાઇબલની ભવિષ્યવાણીઓ સાથે સરખાવવાથી સાબિતી મળે છે કે તે જ મસીહ છે. વધારે જાણવા, આ પુસ્તકમાં એ પ્રકરણો જુઓ, જ્યાં એનો ઉલ્લેખ થયો છે.

ઈસુ જ્યાં રહેતા અને શીખવતા હતા એ વિસ્તારો

આ નકશો બતાવે છે કે ઈસુએ ક્યાં સેવાકાર્ય કર્યું.