સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૬

ઈસુનું અંતિમ સેવાકાર્ય

“તારો રાજા તારી પાસે આવે છે.”—માથ્થી ૨૧:૫

ઈસુનું અંતિમ સેવાકાર્ય

આ ભાગમાં

પ્રકરણ ૧૦૧

બેથનિયામાં સિમોનને ઘરે ભોજન

લાજરસની બહેન મરિયમે એવું કંઈક કર્યું, જેનાથી વિવાદ ઊભો થયો. પણ, ઈસુએ તેનો બચાવ કર્યો.

પ્રકરણ ૧૦૨

ગધેડીના બચ્ચા પર સવાર રાજા યરૂશાલેમમાં પ્રવેશે છે

તેમણે પાંચસો વર્ષ જૂની ભવિષ્યવાણી પૂરી કરી.

પ્રકરણ ૧૦૩

મંદિરને ફરી શુદ્ધ કરે છે

યરૂશાલેમના વેપારીઓ નિયમ પ્રમાણે વ્યાપાર કરતા હતા તો પછી, ઈસુએ શા માટે તેઓને લુટારાઓ કહ્યા?

પ્રકરણ ૧૦૪

યહુદીઓ ઈશ્વરનો અવાજ સાંભળે છે—શું તેઓ શ્રદ્ધા બતાવશે?

ઈસુમાં ફક્ત શ્રદ્ધા મૂકવી અને એ પ્રમાણે કાર્યો કરવામાં શું કોઈ ફરક છે?

પ્રકરણ ૧૦૫

અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ

ઈસુએ શિષ્યોને શ્રદ્ધાની તાકાત વિશે શીખવ્યું અને જણાવ્યું કે કેમ ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને નકારી દીધી છે.

પ્રકરણ ૧૦૬

દ્રાક્ષાવાડી વિશે બે ઉદાહરણ

એક માણસે પોતાના દીકરાઓને દ્રાક્ષાવાડીમાં કામ કરવા જણાવ્યું અને એક માણસે દુષ્ટ ખેડૂતોને પોતાની દ્રાક્ષાવાડી સોંપી. આ બંનેનો અર્થ શું થાય એ ઉદાહરણ દ્વારા જાણો.

પ્રકરણ ૧૦૭

લગ્‍નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે

ઈસુનું ઉદાહરણ એક ભવિષ્યવાણી હતું.

પ્રકરણ ૧૦૮

ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી

ઈસુએ પહેલા ફરોશીઓને, પછી સાદુકીઓને અને છેવટે બીજા વિરોધીઓને ચૂપ કરી દીધા.

પ્રકરણ ૧૦૯

વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ

ધર્મને નામે બનાવેલાં અલગ અલગ ધોરણોને ઈસુએ કેમ ચલાવી ન લીધા?

પ્રકરણ ૧૧૦

મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ

ગરીબ વિધવાનો દાખલો આપીને ઈસુએ મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.

પ્રકરણ ૧૧૧

પ્રેરિતો નિશાની માંગે છે

તેમની ભવિષ્યવાણી પહેલી સદીમાં પૂરી થઈ. પણ, શું એ ભવિષ્યવાણી ભાવિમાં મોટા પાયે પૂરી થશે?

પ્રકરણ ૧૧૨

સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ

શું ઈસુએ એવું શીખવ્યું કે તેમના અડધા શિષ્યો મૂર્ખ હતા અને અડધા સમજદાર?

પ્રકરણ ૧૧૩

તાલંતનું ઉદાહરણ—ખંતીલા બનવાનો બોધપાઠ

ઈસુએ આમ કહ્યું: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે.” એ વિશે તેમના ઉદાહરણમાં સમજણ મળે છે.

પ્રકરણ ૧૧૪

ભાવિમાં ઘેટાં અને બકરાંનો ન્યાય

ભાવિમાં થનાર ન્યાયચુકાદા વિશે સમજાવવા ઈસુએ જોરદાર ઉદાહરણ જણાવ્યું.

પ્રકરણ ૧૧૫

ઈસુનું છેલ્લું પાસ્ખા નજીક આવે છે

શા માટે એ નોંધવા જેવું છે કે ઈસુને દગો દેવા ધર્મગુરુઓ યહુદાને ચાંદીના ૩૦ સિક્કા આપવાના હતા?

પ્રકરણ ૧૧૬

છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છે

ચાકરનું કામ કરીને ઈસુએ પોતાના પ્રેરિતોને નવાઈમાં મૂકી દીધા.

પ્રકરણ ૧૧૭

પ્રભુનું સાંજનું ભોજન

ઈસુએ સ્મરણપ્રસંગની સ્થાપના કરી, જેને તેમના શિષ્યોએ દર વર્ષે નીસાન ૧૪ના રોજ પાળવાનો હતો.

પ્રકરણ ૧૧૮

સૌથી મોટું કોણ એ વિશે તકરાર

એ જ સાંજે ઈસુએ શીખવેલું ઉદાહરણ પ્રેરિતો ભૂલી ગયા હતા.

પ્રકરણ ૧૧૯

ઈસુ—માર્ગ, સત્ય અને જીવન

ઈશ્વરને કઈ રીતે વિનંતી કરવી એ વિશે ઈસુએ મહત્ત્વનું સત્ય શીખવ્યું.

પ્રકરણ ૧૨૦

ફળ આપો અને ઈસુના મિત્ર બનો

કયા અર્થમાં ઈસુના શિષ્યો “ફળ આપી શકતા” હતા?

પ્રકરણ ૧૨૧

“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”

દુનિયાએ તો ઈસુને મારી નાખ્યા, તો પછી તેમણે કઈ રીતે દુનિયા પર જીત મેળવી?

પ્રકરણ ૧૨૨

ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થના

માણસો માટે ઉદ્ધાર લાવવા કરતાં કંઈક વધારે મહત્ત્વનું ઈસુએ કર્યું હતું, એ વિશે તેમણે સ્પષ્ટ જણાવ્યું.

પ્રકરણ ૧૨૩

બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરી

શા માટે ઈસુએ પ્રાર્થના કરી કે, “આ પ્યાલો મારાથી દૂર કરો”? શું તે છુટકારાની કિંમત ચૂકવવામાં પીછેહઠ કરી રહ્યા હતા?

પ્રકરણ ૧૨૪

ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ

મધરાત થઈ ચૂકી હતી છતાં યહુદા ઈસુને શોધવામાં સફળ થયો.

પ્રકરણ ૧૨૫

અન્‍નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે

ઈસુ પર ચાલેલો મુકદ્દમો ન્યાયની મશ્કરી કરવા બરાબર હતો.

પ્રકરણ ૧૨૬

કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છે

પીતર શ્રદ્ધા અને ભક્તિમાં અડગ હતા. તો પછી, તે કેમ ઈસુનો નકાર કરી બેઠા?

પ્રકરણ ૧૨૭

ન્યાયસભામાં મુકદ્દમો, પછી પીલાત પાસે લઈ જાય છે

યહુદી ધર્મગુરુઓએ પોતાનો અસલ ઇરાદો જાહેર કર્યો.

પ્રકરણ ૧૨૮

પીલાત અને હેરોદની નજરે નિર્દોષ

ઈસુનો ન્યાય કરવા પીલાતે શા માટે તેમને હેરોદ પાસે મોકલ્યા? શું ઈસુનો ન્યાય કરવાની પીલાત પાસે સત્તા ન હતી?

પ્રકરણ ૧૨૯

પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”

ઈસુએ બતાવેલા અદ્‍ભુત ગુણોની પીલાતે પણ નોંધ લીધી.

પ્રકરણ ૧૩૦

ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે

રડી રહેલી સ્ત્રીઓને ઈસુએ શા માટે કહ્યું કે મારા માટે રડવાનું બંધ કરો, એના બદલે તમારા માટે અને તમારાં બાળકો માટે રડો?

પ્રકરણ ૧૩૧

વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા

ઈસુની સાથે વધસ્તંભે ચડાવેલા એક ગુનેગારને તેમણે ભાવિમાં મળનાર આશીર્વાદનું વચન આપ્યું.

પ્રકરણ ૧૩૨

“ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”

દિવસે અંધારું છવાઈ જવું, ભારે ધરતીકંપ થવો અને મંદિરના પડદાનું ફાટી જવું, એક જ વાત સાબિત કરે છે.

પ્રકરણ ૧૩૩

ઈસુને દફનાવે છે

સૂર્યાસ્ત પહેલાં ઈસુની દફનવિધિ પતી જાય માટે કેમ ઝડપ કરવામાં આવી?

પ્રકરણ ૧૩૪

ખાલી કબર—ઈસુ જીવતા છે!

જીવતા થયા પછી, ઈસુ પોતાના પ્રેરિતોને નહિ, પણ પોતાની એક શિષ્યાને દેખાયા.

પ્રકરણ ૧૩૫

જીવતા થયેલા ઈસુ ઘણાને દેખાય છે

ઈસુએ પોતાના શિષ્યોને કેવી રીતે બતાવી આપ્યું કે તે જીવતા થયા છે?

પ્રકરણ ૧૩૬

ગાલીલ સરોવરને કિનારે

ત્રણ વાર પીતરને યાદ દેવડાવવામાં આવ્યું કે, તે કઈ રીતે ઈસુ માટેનો પોતાનો પ્રેમ બતાવી આપી શકે.

પ્રકરણ ૧૩૭

પચાસમા દિવસના તહેવાર પહેલાં ઘણા લોકો ઈસુને જુએ છે

સજીવન થયા અને સ્વર્ગમાં ગયા એ પહેલાં ઈસુએ ભાર મૂક્યો કે, તેમના શિષ્યોને શું મળશે અને તેઓએ એનો કઈ રીતે ઉપયોગ કરવો.

પ્રકરણ ૧૩૮

ઈશ્વરને જમણે હાથે ખ્રિસ્ત

પોતાના દુશ્મનો સામે પગલાં ભરવાનો સમય આવે, ત્યાં સુધી ઈસુ શું કરી રહ્યા છે?

પ્રકરણ ૧૩૯

ઈસુ પૃથ્વીને સુંદર બનાવે છે અને પોતાનું કામ પૂરું કરે છે

તે પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપે એ પહેલાં તેમણે ઘણું કરવાનું છે.