સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુને પગલે ચાલવા,

ઈસુને પગલે ચાલવા,

દયાળુ બનો

ઈસુ સંપૂર્ણ હતા, તેમનામાં કોઈ ખામી ન હતી. એટલે, મનુષ્યોએ સહેવી પડતી અનેક તકલીફો, પીડાઓ કે ચિંતાઓ તેમણે ક્યારેય અનુભવી ન હતી. તોપણ, લોકો માટે તેમને ઊંડી લાગણી હતી અને તેઓ માટે પોતાની જાત ઘસી નાખવા તૈયાર હતા. ઘણી વાર તો, જરૂર ન હોય તોપણ તેમણે આગળ આવીને મદદ કરી હતી. હા, દયાથી પ્રેરાઈને તે લોકોને મદદ કરતા. એ વિશે વધારે જાણવા આ પ્રકરણો પર નજર નાખજો: ૩૨, ૩૭, ૫૭, ૯૯.

મળતાવડા થાઓ

નાના હોય કે મોટા, બધા લોકો ઈસુ પાસે જતા જરાય અચકાતા નહિ. ઈસુનો સ્વભાવ જ એવો હતો કે બધા સાથે હળીમળી જતા. તેમણે કદી એવું લાગવા દીધું ન હતું કે પોતે બહુ વ્યસ્ત કે મોટા માણસ છે. ઈસુ દરેક વ્યક્તિમાં દિલથી રસ લેતા. એટલે, ઈસુ સાથે હોય ત્યારે લોકો હળવાશ અનુભવતા. એ વિશે વધારે જાણવા આ પ્રકરણો જુઓ: ૨૫, ૨૭, ૯૫.

પ્રાર્થનામાં લાગુ રહો

ઈસુ પોતાના પિતાને ખંતથી પ્રાર્થના કરતા, એ પણ નિયમિત રીતે. એકાંતમાં અને તેમના શિષ્યો સાથે તે વારંવાર પ્રાર્થના કરતા. તેમણે જમતી વખતે જ નહિ, પણ બીજા ઘણા પ્રસંગોએ પ્રાર્થના કરી હતી. તેમણે પિતા યહોવાનો આભાર માનવા, તેમની સ્તુતિ કરવા અને મોટા મોટા નિર્ણયો લેતા પહેલાં તેમનું માર્ગદર્શન માંગવા પ્રાર્થના કરી હતી. એ દાખલાઓ પર વિચાર કરવા આ પ્રકરણો જુઓ: ૨૪, ૩૪, ૯૧, ૧૨૨, ૧૨૩.

નિ:સ્વાર્થ ભાવના રાખો

ઈસુને પણ સમયે સમયે આરામની જરૂર પડતી. તોપણ, તેમણે અનેક વાર બીજાઓ માટે પોતાનો આરામ જતો કર્યો હતો. તેમણે કદી એવું ન વિચાર્યું કે પહેલાં મારું જોઈ લઉં, પછી બીજાઓનું. આ વિશે તેમણે સુંદર દાખલો બેસાડ્યો છે, જેને આપણે બધા અનુસરી શકીએ. એ વિશે આ પ્રકરણોમાં તમને વધારે જાણવા મળશે: ૧૯, ૪૧, ૫૨.

માફ કરતા રહો

ઈસુએ શીખવ્યું કે બીજાઓને માફી આપો. તેમણે પોતાના દાખલાથી એ બતાવી આપ્યું. પોતાના શિષ્યો અને બીજાઓ સાથેના વ્યવહારમાં તેમણે ઉદાર દિલે માફી આપી હતી. આ પ્રકરણોમાં જોવા મળતા દાખલાઓ પર મનન કરજો: ૨૬, ૪૦, ૬૪, ૮૫, ૧૩૧.

ઉત્સાહી બનો

ભાખવામાં આવ્યું હતું કે મોટા ભાગના યહુદીઓ ઈસુનો મસીહ તરીકે સ્વીકાર નહિ કરે અને દુશ્મનો તેમને મારી નાખશે. ઈસુએ ચાહ્યું હોત તો લોકોને જરૂર પૂરતી જ મદદ કરી હોત. પણ, તેમણે પૂરા ઉત્સાહથી ખરા ઈશ્વરની ભક્તિ ફેલાવી. લોકો સત્યના સંદેશાને નજરઅંદાજ કરે અથવા સતાવણી કરે ત્યારે, શિષ્યોને ઉત્સાહી રહેવા ઈસુના દાખલામાંથી ઉત્તેજન મળે છે. આ પ્રકરણો જુઓ: ૧૬, ૭૨, ૧૦૩.

નમ્ર બનો

ઈસુ અનેક રીતે અપૂર્ણ મનુષ્યોથી ચઢિયાતા હતા, જેમ કે, જ્ઞાન અને સમજણમાં. તનમનથી સંપૂર્ણ હોવાથી ઈસુની બુદ્ધિ અને આવડતની તોલે કોઈ માણસ આવી જ ન શકે. તોપણ, તેમણે નમ્રપણે બીજાઓની સેવા કરી. એ વિશે વધારે શીખવા તમે આ પ્રકરણો જોઈ શકો: ૧૦, ૬૨, ૬૬, ૯૪, ૧૧૬.

ધીરજ બતાવો

પ્રેરિતો કે બીજાઓ ઈસુના દાખલા પ્રમાણે ચાલવામાં નિષ્ફળ ગયા કે પછી તેમના કહેવા પ્રમાણે ન કર્યું ત્યારે, ઈસુએ વારંવાર ધીરજ બતાવી. તેમણે ધીરજ રાખીને અનેક વાર તેઓને જરૂરી બોધપાઠ શીખવ્યો, જેથી તેઓ યહોવાની નિકટ જઈ શકે. ઈસુની ધીરજ વિશેના દાખલાઓ પર વિચાર કરવા આ પ્રકરણો જુઓ: ૭૪, ૯૮, ૧૧૮, ૧૩૫.