સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૫

યરદનની પૂર્વે ઈસુનું પાછલા સમયનું સેવાકાર્ય

“ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.”—યોહાન ૧૦:૪૨

યરદનની પૂર્વે ઈસુનું પાછલા સમયનું સેવાકાર્ય

આ ભાગમાં

પ્રકરણ ૮૨

પેરીઆમાં ઈસુનું સેવાકાર્ય

ઈસુએ તેમના સાંભળનારાઓને સમજાવ્યું કે ઉદ્ધાર મેળવવા શું કરવું જોઈએ. તેમની સલાહ એ સમયે મહત્ત્વની હતી. શું આજે પણ એ સલાહ મહત્ત્વની છે?

પ્રકરણ ૮૩

ભોજનનું આમંત્રણ

ફરોશીના ઘરે જમતી વખતે ઈસુએ સાંજના ભવ્ય ભોજન વિશે એક ઉદાહરણ જણાવ્યું હતું. ઈશ્વરના સર્વ લોકો માટે તે મહત્ત્વનો બોધપાઠ આપે છે. એ શું છે?

પ્રકરણ ૮૪

શિષ્ય બનવામાં શું સમાયેલું છે?

ઈસુના શિષ્ય બનવું ભારે જવાબદારી લાવે છે. એમાં શું સમાયેલું છે એ વિશે ઈસુએ સ્પષ્ટ જણાવ્યું. તેમણે જે કહ્યું એ સાંભળીને અમુકને આંચકો લાગ્યો.

પ્રકરણ ૮૫

પસ્તાવો કરનાર પાપી માટે આનંદ મનાવવો

સામાન્ય લોકો પ્રત્યે ઈસુનું વર્તન જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમની ટીકા કરી. જવાબમાં, ઈસુએ ઉદાહરણો આપીને બતાવ્યું કે પાપીઓને ઈશ્વર કઈ નજરે જુએ છે.

પ્રકરણ ૮૬

ખોવાયેલો દીકરો પાછો ફરે છે

ઈસુએ આપેલા ઉડાઉ દીકરાના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે?

પ્રકરણ ૮૭

અગાઉથી યોજના કરો—હોશિયારીથી વર્તો

ભ્રષ્ટ અને ચાલાકીઓ કરતા કારભારીનું ઉદાહરણ આપીને ઈસુએ અદ્‍ભુત સત્ય શીખવ્યું.

પ્રકરણ ૮૮

અમીર માણસ અને લાજરસના સંજોગો બદલાય છે

ઉદાહરણના મહત્ત્વના બે પાત્રો કોણ હતા એ જાણવાથી, ઈસુએ આપેલા ઉદાહરણને સમજી શકીશું.

પ્રકરણ ૮૯

યહુદિયા જતા માર્ગે આવેલા પેરીઆમાં શીખવે છે

આપણી વિરુદ્ધ વારંવાર પાપ કરનારાઓને પણ માફ કરવા જરૂરી હોય એવા ગુણ પર ઈસુએ ભાર મૂક્યો.

પ્રકરણ ૯૦

‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’

તેમનામાં શ્રદ્ધા મૂકનાર “વ્યક્તિ કદી મરશે નહિ,” એમ જણાવીને ઈસુ શું કહેવા માંગતા હતા?

પ્રકરણ ૯૧

લાજરસને સજીવન કરવામાં આવે છે

આ બનાવ વખતે બનેલી બે ખાસ બાબતો જોઈને ઈસુના વિરોધીઓ પણ આ ચમત્કારને નકારી નથી શકતા.

પ્રકરણ ૯૨

રક્તપિત્ત થયેલા દસને સાજા કર્યા—ફક્ત એકે કદર બતાવી

સાજા થયેલા માણસે ફક્ત ઈસુનો નહિ, પણ બીજા કોઈકનો પણ આભાર માન્યો.

પ્રકરણ ૯૩

માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે

ખ્રિસ્તની હાજરી કઈ રીતે વીજળીના ચમકારા જેવી હશે?

પ્રકરણ ૯૪

મહત્ત્વની બે જરૂરિયાતો—પ્રાર્થના અને નમ્રતા

ખરાબ ન્યાયાધીશ અને વિધવાના ઉદાહરણથી ઈસુએ એક ખાસ ગુણ બતાવવા પર ભાર મૂક્યો.

પ્રકરણ ૯૫

છૂટાછેડા વિશે અને બાળકોને પ્રેમ કરવા વિશે શિક્ષણ

શિષ્યો જે રીતે બાળકોને ગણતા હતા એના કરતાં ઈસુના વિચારો અલગ હતા.

પ્રકરણ ૯૬

ધનવાન માણસ ઘૂંટણિયે પડીને ઈસુ સાથે વાત કરે છે

ઈસુએ શા માટે એવું કહ્યું કે ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે?

પ્રકરણ ૯૭

દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ

કઈ રીતે પહેલા તે છેલ્લા થશે અને છેલ્લા તે પહેલા થશે?

પ્રકરણ ૯૮

પ્રેરિતો ઊંચું સ્થાન મેળવવાની ફરીથી ઝંખના રાખે છે

રાજ્યમાં ઊંચું સ્થાન મેળવવા યાકૂબ અને યોહાને અરજ કરી. એવી ઇચ્છા બીજા પ્રેરિતોને પણ હતી.

પ્રકરણ ૯૯

ઈસુ આંધળા માણસોને સાજા કરે છે અને જાખ્ખીને મદદ કરે છે

ઈસુએ યરીખો પાસે આંધળા માણસને સાજો કર્યો, એ વિશે બાઇબલમાં અલગ અલગ રીતે વર્ણવેલા પ્રસંગો કેવી રીતે એક છે?

પ્રકરણ ૧૦૦

ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ

ઈસુના આ શબ્દોનો અર્થ શો હતો: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે”?