સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૪

ભેગા વૃદ્ધ થવું

ભેગા વૃદ્ધ થવું

૧, ૨. (અ) વૃદ્ધાવસ્થા આવે છે તેમ, કયા ફેરફારો થાય છે? (બ) બાઇબલ સમયના દેવમય માણસોએ વૃદ્ધાવસ્થામાં કઈ રીતે સંતોષ મેળવ્યો?

 પણે વૃદ્ધ થતા જઈએ છીએ તેમ ઘણા ફેરફારો થાય છે. શારીરિક નબળાઈ આપણા જોમ પર ફરી વળે છે. અરીસામાં જોતા નવી કરચલીઓ જોવા મળે છે અને ધીમે ધીમે વાળનો રંગ જતો—અરે ટાલ પણ પડતી—જોવા મળે છે. આપણી યાદશક્તિ પણ ક્ષીણ થતી જાય છે. બાળકો પરણે છે ત્યારે અને પૌત્રપૌત્રીઓનું આગમન થાય છે ત્યારે, નવા સંબંધો વિકસે છે. કેટલાક માટે, નોકરીમાંથી નિવૃત્તિ જીવનના નિત્યક્રમમાં ફેરફાર લાવે છે.

હકીકતમાં, વધતી વય કસોટીકાળ બની શકે. (સભાશિક્ષક ૧૨:૧-૮) તોપણ, બાઇબલ સમયના દેવના સેવકોનો વિચાર કરો. તેઓ છેવટે મરણ પામ્યા છતાં, તેઓએ ડહાપણ અને સમજણ બંને મેળવ્યાં, જેણે તેઓને વૃદ્ધાવસ્થામાં મોટો સંતોષ આપ્યો. (ઉત્પત્તિ ૨૫:૮; ૩૫:૨૯; અયૂબ ૧૨:૧૨; ૪૨:૧૭) તેઓ આનંદથી વૃદ્ધ થવામાં કઈ રીતે સફળ થયા? નિશ્ચે આજે આપણે બાઇબલમાં નોંધેલા જોઈએ છીએ એ સિદ્ધાંતોના સુમેળમાં જીવવાથી થયા.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; ૨ તીમોથી ૩:૧૬, ૧૭.

૩. પાઊલે વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓને કઈ સલાહ આપી?

તીતસને લખેલા પોતાના પત્રમાં, પ્રેષિત પાઊલે વૃદ્ધ થઈ રહેલાઓને નક્કર માર્ગદર્શન આપ્યું. તેણે લખ્યું: “વૃદ્ધોને કહેવું, કે તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ; વળી વૃદ્ધ સ્ત્રીઓને કહેવું, કે તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ.” (તીતસ ૨:૨, ૩) આ શબ્દોને કાન ધરવાથી તમને વૃદ્ધાવસ્થાના પડકારોનો સામનો કરવામાં મદદ મળી શકે.

તમારાં બાળકોની સ્વતંત્રતાને અનુરૂપ બનો

૪, ૫. પોતાનાં બાળકો ઘર છોડી જાય છે ત્યારે, ઘણાં માબાપ કેવો પ્રત્યાઘાત પાડે છે, અને કેટલાંક કઈ રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ બને છે?

બદલાતી ભૂમિકાઓ અનુરૂપ બનવું જરૂરી બનાવે છે. પુખ્તવયનાં બાળકો ઘર છોડી જાય અને પરણે ત્યારે એ કેટલું સાચું ઠરે છે! ઘણાં માબાપ માટે આ પ્રથમ સૂચન હોય છે કે તેઓ વૃદ્ધ થઈ રહ્યાં છે. પોતાનાં સંતાનો પુખ્તવયનાં થઈ ગયાં છે માટે આનંદ થતો હોવા છતાં, માબાપને ઘણી વાર ચિંતા થાય છે કે પોતે બાળકોને સ્વતંત્રતા માટે તૈયાર કરવા પોતાથી બનતું બધું કર્યું છે કે કેમ. અને તેઓને ઘરમાં બાળકોની ગેરહાજરી સાલવા લાગે.

સમજી શકાય તેમ છે કે, માબાપ, પોતાનાં બાળકો ઘર છોડી ગયા પછી પણ, તેઓની સુખાકારીની ચિંતા કરવાનું ચાલુ રાખે છે. “મને તેઓના સમાચાર વારંવાર મળતા રહે તો, મને ખાતરી થાય કે તેઓ સાજાભલા છે—એનાથી મને આનંદ થશે,” એક માતાએ કહ્યું. એક પિતા જણાવે છેઃ “અમારી દીકરી ઘર છોડી ગઈ ત્યારે, એ બહુ કપરો સમય હતો. એનાથી અમારા કુટુંબમાં બહુ મોટું અંતર પડી ગયું કારણ કે અમે હંમેશાં બધી બાબતો ભેગા મળી કરી હતી.” આ માબાપોએ પોતાનાં બાળકોની ગેરહાજરીનો સામનો કઈ રીતે કર્યો? ઘણા કિસ્સાઓમાં, અન્ય લોકો માટે લાગણી રાખીને તથા તેઓને મદદ કરીને.

૬. કૌટુંબિક સંબંધોની યોગ્ય દૃષ્ટિ જાળવવામાં શું મદદ કરે છે?

બાળકો પરણે છે ત્યારે, માબાપની ભૂમિકા બદલાય છે. ઉત્પત્તિ ૨:૨૪ જણાવે છેઃ “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) શિરપણાના અને સુવ્યવસ્થાના દેવમય સિદ્ધાંતોનો સ્વીકાર માબાપને બાબતો યોગ્ય દૃષ્ટિથી જોવામાં મદદ કરશે.—૧ કોરીંથી ૧૧:૩; ૧૪:૩૩, ૪૦.

૭. દીકરીઓ પરણવા માટે ઘર છોડી ગઈ ત્યારે, એક પિતાએ કયું સારું વલણ કેળવ્યું?

એક યુગલની બે દીકરીઓ પરણીને જતી રહી પછી, યુગલને પોતાનાં જીવન ખાલી ખાલી લાગવા માંડ્યાં. શરૂઆતમાં, પતિને પોતાના જમાઈઓ પર ચીડ ચડી. પરંતુ તેણે શિરપણાના સિદ્ધાંતનો વિચાર કર્યો તેમ, તેને સમજ પડી કે હવે તેની દીકરીઓના પતિઓ પોતપોતાના ઘરકુટુંબ માટે જવાબદાર છે. તેથી, તેની દીકરીઓએ સલાહ પૂછી ત્યારે, પિતાએ તેઓને તેઓના પતિ શું વિચારે છે એ વિષે પૂછ્યું, અને પછી તેણે શક્ય તેટલા સહકારવાળા બનવાની ખાતરી કરી. હવે તેના જમાઈઓ તેને મિત્ર ગણે છે અને તેની સલાહ આવકારે છે.

૮, ૯. કેટલાંક માબાપ પોતાનાં મોટાં થયેલાં બાળકોની સ્વતંત્રતાને કઈ રીતે અનુરૂપ બન્યાં છે?

નવદંપતી, કોઈ બિનશાસ્ત્રીય બાબત ન કરે તે જ સમયે, માબાપ જે સૌથી સારું ગણતા હોય તે કરવામાં નિષ્ફળ જાય તો શું? “અમે હંમેશાં તેઓને યહોવાહનું દૃષ્ટિબિંદુ જોવામાં મદદ કરીએ છીએ,” પરિણીત બાળકોવાળા એક યુગલે સમજાવ્યું, “પરંતુ અમે તેઓના નિર્ણય સાથે સહમત ન થઈએ તો, અમે એનો સ્વીકાર કરીએ છીએ અને તેઓને અમારો ટેકો તથા ઉત્તેજન આપીએ છીએ.”

એશિયાના કેટલાક દેશોમાં, કેટલીક માતાઓને પોતાના દીકરાઓની સ્વતંત્રતા સ્વીકારવાનું ખાસ અઘરું લાગતું હોય છે. તેમ છતાં, તેઓ ખ્રિસ્તી વ્યવસ્થા અને શિરપણાને આદર આપતી હોય તો, તેઓને જોવા મળે છે કે તેઓની વહુઓ સાથેનું ઘર્ષણ ઓછું થાય છે. એક ખ્રિસ્તી સ્ત્રીને માલૂમ પડે છે કે કૌટુંબિક ઘરેથી તેના દીકરાઓનું જવું “હંમેશાં વધતા જતા આભારનો ઉદ્‍ભવ” બન્યું છે. તે તેઓનું નવું ઘર ચલાવવાની તેઓની ક્ષમતા જોઈ છક થઈ ગઈ. એના પરિણામે, તેણે અને તેના પતિએ તેઓ વૃદ્ધ થતા ગયા તેમ ઊચકવો પડતો શારીરિક અને માનસિક બોજ હળવો થયો.

તમારું લગ્‍ન બંધન પુન:જોશીલું બનાવવું

૧૦, ૧૧. મધ્યવયના કેટલાક ફાંદા ટાળવા લોકોને કઈ શાસ્ત્રીય સલાહ મદદ કરશે?

૧૦ લોકો મધ્ય વયે પહોંચતા જુદી જુદી રીતે પ્રત્યાઘાત પાડે છે. કેટલાક માણસો વધારે યુવાન દેખાવાના પ્રયત્નરૂપે જુદી જ જાતનાં કપડાં પહેરવા લાગી જાય છે. ઘણી સ્ત્રીઓ માસિક બંધ થઈ જવાથી આવતા ફેરફારો વિષે ચિંતા કરે છે. દિલગીરીની વાત છે કે, કેટલીક મધ્યવયની વ્યક્તિઓ વિરુદ્ધ જાતિના સરખામણીમાં નાની વયના સભ્યો સાથે ચેનચાળા કરી પોતાના સાથીમાં ચીડ અને ઈર્ષા ઉશ્કેરે છે. જો કે, દેવમય વૃદ્ધો ‘સંયમી બની,’ અયોગ્ય ઇચ્છા અંકુશમાં રાખે છે. (૧ પીતર ૪:૭) તેવી જ રીતે પરિપક્વ સ્ત્રીઓ, પોતાના પતિ માટેના પ્રેમ અને યહોવાહને ખુશ કરવાની ઇચ્છાને લીધે, પોતાનાં લગ્‍નની સ્થિરતા જાળવવા મહેનત કરે છે.

૧૧ લમૂએલ રાજાએ પ્રેરણા હેઠળ, “સદ્‍ગુણી સ્ત્રી”ની પ્રશંસા નોંધી, જે “પોતાના આવરદાના સર્વ દિવસો પર્યંત” પોતાના પતિનું “ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) ખ્રિસ્તી પતિ પોતાની પત્નીની મધ્યવયનાં વર્ષો દરમ્યાન અનુભવવી પડતી લાગણીની કોઈ પણ ઊથલપાથલનો સામનો કરવા તે જે જહેમત ઉઠાવી રહી છે તેની કદર કરવામાં નિષ્ફળ જશે નહિ. તેનો પ્રેમ તેને “તેનાં વખાણ” કરવા પ્રેરશે.—નીતિવચન ૩૧:૧૦, ૧૨, ૨૮.

૧૨. વર્ષો વીતે તેમ યુગલો કઈ રીતે વધારે નજીક આવી શકે?

૧૨ તમે બંનેએ, બાળઉછેરનાં વ્યસ્ત વર્ષો દરમ્યાન, તમારાં બાળકોની જરૂરિયાતો પૂરી કરવા તમારી વ્યક્તિગત ઇચ્છાઓ આનંદથી બાજુએ મૂકી હશે. તેઓના ગયા પછી એ તમારા વૈવાહિક જીવન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. “મારી દીકરીઓ ઘરેથી ગયા પછી,” એક પતિ કહે છે, “મેં મારી પત્ની સાથે ફરીથી સહચર્ય શરૂ કર્યું.” બીજો પતિ કહે છેઃ “અમે એકબીજાની તબિયતનું ધ્યાન રાખીએ છીએ અને એકબીજાને કસરતની જરૂરની યાદ દેવડાવીએ છીએ.” એકલવાયું ન લાગે માટે, તે અને તેની પત્ની મંડળના અન્ય સભ્યોની પરોણાગત કરે છે. હા, બીજાઓમાં રસ બતાવવો આશીર્વાદો લાવે છે. વધુમાં, એ યહોવાહને ખુશ કરે છે.—ફિલિપી ૨:૪; હેબ્રી ૧૩:૨, ૧૬.

૧૩. યુગલો ભેગાં રહી વૃદ્ધ થતાં જાય તેમ, મનનું ખુલ્લાપણું અને પ્રમાણિકતા કયો ભાગ ભજવે છે?

૧૩ તમારી અને તમારા સાથી વચ્ચે સંચારનું અંતર વિકસવા ન દો. ભેગા મુક્તપણે વાતચીત કરો. (નીતિવચન ૧૭:૨૭) “અમે કાળજી રાખીને તથા બીજાનો વિચાર કરીને એકબીજાની સમજણ ગહન બનાવીએ છીએ,” એક પતિ વિવેચન કરે છે. તેની પત્ની આમ કહી સહમત થાય છેઃ “અમે વૃદ્ધ થયા હોવાથી, ભેગા બેસી ચા પીવાનો, વાતચીત કરવાનો, અને એકબીજાને સહકાર આપવાનો આનંદ માણીએ છીએ.” ખુલ્લા મનના અને પ્રમાણિક બનવું તમારા લગ્‍ન બંધનને મજબૂત બનાવવામાં મદદ કરી એને સ્થિતિસ્થાપક બનાવશે જે લગ્‍ન તોડનાર શેતાનના હુમલા ખાળશે.

તમારા પૌત્રપૌત્રીઓનો આનંદ માણો

૧૪. તીમોથીના ખ્રિસ્તી તરીકે મોટા થવામાં તેની દાદીએ દેખીતી રીતે જ કયો ભાગ ભજવ્યો?

૧૪ પૌત્રપૌત્રીઓ વૃદ્ધોનો “મુગટ” છે. (નીતિવચન ૧૭:૬) પૌત્રપૌત્રીઓની સોબત સાચે જ હર્ષપૂર્ણ—જીવંત અને તાજગીભરી—બની શકે. બાઇબલ લોઈસની પ્રશંસા કરે છે જે એક દાદીમા હતી, જે પોતાની દીકરી યુનીકે સાથે મળી, શિશુ પૌત્ર તીમોથી સાથે પોતાની માન્યતાઓની સહભાગી થઈ. એ યુવાન પોતાની માતા અને દાદીમા એમ બંને બાઇબલ સત્યને મૂલ્યવાન ગણે છે એવા જ્ઞાનસહિત મોટો થયો.—૨ તીમોથી ૧:૫; ૩:૧૪, ૧૫.

૧૫. પૌત્રપૌત્રીઓ સંબંધી, દાદાદાદી કયો મૂલ્યવાન ફાળો આપી શકે, પરંતુ તેઓએ શું ટાળવું જોઈએ?

૧૫ તો પછી, અહીં ખાસ વિસ્તાર રહેલો છે જેમાં દાદાદાદીઓ સૌથી મૂલ્યવાન ફાળો આપી શકે. દાદાદાદીઓ, તમે યહોવાહના હેતુઓના તમારા જ્ઞાનના તમારાં બાળકો સાથે સહભાગી થઈ ચૂક્યા છો. હવે તમે એ પ્રમાણે વધુ એક પેઢી સાથે કરી શકો! ઘણાં નાનાં બાળકો દાદાદાદી પાસે બાઇબલ વાર્તાઓ સાંભળી રોમાંચ અનુભવે છે. અલબત્ત, તમે બાળકોમાં બાઇબલ સત્ય સિંચવાની તેઓના પિતાની જવાબદારી ઉપાડી લેતા નથી. (પુનર્નિયમ ૬:૭) એને બદલે, તમે એના પૂરક છો. તમારી પ્રાર્થના ગીતકર્તાના જેવી થાઓઃ “હે દેવ, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તું મને મૂકી દેતો નહિ; હું આવતી પેઢીને તારૂં બળ જણાવું, અને સર્વ આવનારાઓને તારૂં પરાક્રમ પ્રગટ કરૂં, ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ.”—ગીતશાસ્ત્ર ૭૧:૧૮; ૭૮:૫, ૬.

૧૬. દાદાદાદી પોતાના કુટુંબમાં તણાવના વિકાસનું કારણ બનવાનું કઈ રીતે ટાળી શકે?

૧૬ દિલગીરીની બાબત છે કે, કેટલાક દાદાદાદીઓ નાનેરાઓને લાડમાં એટલાં બગાડી નાખે છે કે દાદાદાદી અને તેઓનાં મોટાં બાળકો વચ્ચે તણાવો વિકસે છે. જો કે, તમારા પૌત્રપૌત્રીઓ તેઓના માબાપ સમક્ષ બાબતો પ્રગટ કરતાં અચકાય ત્યારે, તમારું નિખાલસ માયાળુપણું તેઓ માટે તમારામાં ભરોસો મૂકી વાત કહેવાનું કદાચ સહેલું બનાવી શકે. કેટલીક વખત નાનેરાઓ આશા રાખે છે કે પોતાનાં છૂટછાટવાળા દાદાદાદી તેઓનાં માબાપ વિરુદ્ધ તેઓનો પક્ષ લેશે. તો શું? ડહાપણ વાપરો અને તમારા પૌત્રપૌત્રીઓને તેઓના માબાપ સાથે ખુલ્લા મનના થવાનું ઉત્તેજન આપો. તમે સમજાવી શકો કે એનાથી યહોવાહ ખુશ થાય છે. (એફેસી ૬:૧-૩) નાનેરાઓ આરંભ કરવા આગળ આવે એ માટે માર્ગ તૈયાર કરવા, જરૂર જણાય તો, તમે નાનેરાઓનાં માબાપને વાત કરવાની સ્વેચ્છા બતાવી શકો. તમે વર્ષોથી જે શીખ્યા તે વિષે તમારાં પૌત્રપૌત્રીઓ સાથે નિખાલસ બનો. તમારી પ્રમાણિકતા અને નિખાલસતા તેઓને મદદ કરી શકે.

વૃદ્ધ થાવ તેમ ફેરગોઠવણ કરો

૧૭. વૃદ્ધ થઈ રહેલા ખ્રિસ્તીઓએ ગીતકર્તાના કયા સંકલ્પનું અનુકરણ કરવું જોઈએ?

૧૭ વર્ષો પસાર થાય તેમ, તમને માલૂમ પડશે કે તમે ટેવાયેલા હતા એટલું અથવા તમે કરવા માંગો છો એ બધું તમે કરી શકતા નથી. વ્યક્તિ વયવૃદ્ધિની પ્રક્રિયાનો સ્વીકાર અને સામનો કઈ રીતે કરશે? તમારા મનમાં તો તમને લાગે કે તમે ૩૦ વર્ષના છો, પરંતુ અરીસામાં એક નજર ભિન્‍ન વાસ્તિવકતા પ્રગટ કરે છે. નાહિંમત ન થાઓ. ગીતકર્તાએ યહોવાહને આજીજી કરીઃ “વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.” તમે ગીતકર્તાના સંકલ્પને અનુસરવાનું નક્કી કરો. તેણે કહ્યું: “હું નિત્ય તારી આશા રાખીશ, અને તારૂં સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ.”—ગીતશાસ્ત્ર ૭૧:૯, ૧૪.

૧૮. પરિપક્વ ખ્રિસ્તી નિવૃત્તિનો કઈ રીતે મૂલ્યવાન ઉપયોગ કરી શકે?

૧૮ ઘણાએ નોકરી પરથી નિવૃત્ત થયા પછી યહોવાહની સ્તુતિમાં વધારો કરવા અગાઉથી તૈયારી કરી છે. “અમારી દીકરી શાળા છોડશે પછી હું શું કરીશ એનું મેં અગાઉથી આયોજન કર્યું,” એક પિતા સમજાવે છે જે હવે નિવૃત્ત થયા છે. “મેં નિર્ણય લીધો કે હું પૂરા સમયનું પ્રચાર સેવાકાર્ય શરૂ કરીશ, અને યહોવાહની વધુ પૂર્ણ રીતે સેવા કરવા મુક્ત થવા મેં મારો વેપાર વેચી નાખ્યો. મેં દેવના નિર્દેશન માટે પ્રાર્થના કરી.” તમે નિવૃત્તિ વય પાસે પહોંચી રહ્યા હો તો, આપણા ભવ્ય ઉત્પન્‍નકર્તાની જાહેરાતમાંથી દિલાસો મેળવોઃ “તમારા ઘડપણ સુધી હું તેજ છું, પળિયાં આવતાં સુધી હું તમને ઉપાડી લઈશ.”—યશાયાહ ૪૬:૪.

૧૯. વૃદ્ધ થઈ રહેલાઓને કઈ સલાહ આપવામાં આવે છે?

૧૯ નોકરીમાંથી નિવૃત્તિ લીધા પછી ફેરગોઠવણ કરવી સહેલું ન પણ હોય શકે. પ્રેષિત પાઊલે વૃદ્ધોને “સંયમી” થવાની સલાહ આપી. એ માટે સર્વસામાન્ય આત્મસંયમ જરૂરી બને છે, આરામનું જીવન શોધવાનું વલણ રાખવું જોઈએ નહિ. નિવૃત્તિ પછી, નિત્યક્રમ અને સ્વશિસ્તની, પહેલાં કરતાં વધારે મોટી જરૂર હોય શકે. તો પછી, વ્યસ્ત બનીને “પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.” (૧ કોરીંથી ૧૫:૫૮) બીજાઓને મદદ કરવા તમારી પ્રવૃત્તિઓ વિસ્તૃત બનાવો. (૨ કોરીંથી ૬:૧૩) ઘણા ખ્રિસ્તીઓ ફેરગોઠવણ કરેલી ગતિથી ઉત્સાહભેર સુસમાચારનો પ્રચાર કરીને આમ કરે છે. તમે વૃદ્ધ થતા જાવ તેમ, “વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દૃઢ” થાઓ.—તીતસ ૨:૨.

સાથીનો વિરહ જીરવવો

૨૦, ૨૧. (અ) વર્તમાન વસ્તુવ્યવસ્થામાં, પરિણીત યુગલોને છેવટે શું જુદાં પાડશે? (બ) આન્‍ના વિયોગી સાથીઓ માટે કઈ રીતે સારું ઉદાહરણ પૂરું પાડે છે?

૨૦ દિલગીરીભરી પરંતુ સત્ય હકીકત છે કે વર્તમાન વસ્તુવ્યવસ્થામાં, પરિણીત યુગલો છેવટે મરણથી વિખૂટાં પડે છે. વિયોગી ખ્રિસ્તી સાથીઓ જાણે છે કે તેમનાં પ્રિયજનો હમણાં ઊંઘી રહ્યાં છે, અને તેઓને ખાતરી છે કે પોતે તેઓને ફરી જોશે. (યોહાન ૧૧:૧૧, ૨૫) પરંતુ ખોટ દુ:ખદ હોય છે. બચનાર વ્યક્તિ કઈ રીતે એનો સામનો કરી શકે? *

૨૧ બાઇબલના અમુક પાત્રે શું કર્યું એ લક્ષમાં રાખવું મદદ કરશે. આન્‍ના લગ્‍ન થયા પછી સાત જ વર્ષમાં વિધવા બની હતી, અને આપણે તેના વિષે વાંચીએ છીએ ત્યારે, તે ૮૪ વર્ષની હતી. આપણે ખાતરી રાખી શકીએ કે તેણે પોતાનો પતિ ગુમાવ્યો ત્યારે શોક કર્યો હશે. તેણે કઈ રીતે સામનો કર્યો? તેણે મંદિરમાં રાતદિવસ યહોવાહ દેવની પવિત્ર સેવા કરી. (લુક ૨:૩૬-૩૮) આન્‍નાનું પ્રાર્થનાપૂર્ણ સેવાનું જીવન નિ:શંક એક વિધવા તરીકે તેને દુ:ખ અને એકલાપણાની જે લાગણી થતી હતી તેની વિરુદ્ધ અકસીર ઇલાજ હતું.

૨૨. કેટલીક વિધવાઓ અને વિધુરોએ એકલાપણાનો સામનો કઈ રીતે કર્યો છે?

૨૨ “મારા માટે સૌથી મોટો પડકાર એ છે કે વાત કરવા મારું કોઈ સાથી નથી,” દસ વર્ષ અગાઉ વિધવા બનેલી એક ૭૨ વર્ષની સ્ત્રી સમજાવે છે. “મારા પતિ ધ્યાનથી સાંભળનારા હતા. અમે મંડળ વિષે અને ખ્રિસ્તી સેવાકાર્યમાં અમારા ભાગ વિષે વાતો કરતા.” બીજી એક વિધવા કહે છેઃ “સમય સાજાપણું આપે છે છતાં, એવું કહેવું મને વધારે ચોકસાઈભર્યું લાગ્યું છે કે કોઈ પોતાના સમયનો જે રીતે ઉપયોગ કરે છે તે સાજા થવામાં મદદ કરે છે. તમે બીજાઓને મદદ કરવાની વધારે સારી સ્થિતિમાં આવો છો.” એક ૬૭ વર્ષનો વિધુર સહમત થતા કહે છેઃ “બીજાને દિલાસો આપવા પોતાને અર્પવા એ વિરહનો સામનો કરવાની એક અદ્‍ભુત રીત છે.”

વૃદ્ધાવસ્થામાં દેવે મૂલ્યવાન ગણ્યા

૨૩, ૨૪. બાઇબલ વૃદ્ધોને, ખાસ કરીને જેઓ વિધવાઓ છે તેઓને, કયો મોટો દિલાસો આપે છે?

૨૩ મરણ વહાલા સાથીને લઈ લે છે છતાં, યહોવાહ હંમેશાં વિશ્વાસુ, હંમેશાં ચોક્કસ રહે છે. “યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે,” પ્રાચીન સમયના દાઊદ રાજાએ ગાયું, “કે યહોવાહનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારૂં નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરૂં, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરૂં.”—ગીતશાસ્ત્ર ૨૭:૪.

૨૪ “જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર [“આદર આપ,” NW],” પ્રેષિત પાઊલ અરજ કરે છે. (૧ તીમોથી ૫:૩) એ સૂચના પછી આપવામાં આવેલી સલાહ દર્શાવે છે કે નજીકનાં સગાં વિનાની લાયક વિધવાઓને મંડળ તરફથી ભૌતિક ટેકાની જરૂર હોય શકે. તથાપિ, “આદર” આપવાની સૂચનાના અર્થમાં તેઓને મૂલ્યવાન ગણવાનો સમાવેશ થાય છે. યહોવાહ દેવમય વિધવાઓ તથા વિધુરોને મૂલ્યવાન ગણે છે અને તેઓને ટકાવી રાખશે એવું જાણ્યાથી તેઓ કેવો દિલાસો મેળવી શકે!—યાકૂબ ૧:૨૭.

૨૫. વયોવૃદ્ધો માટે હજુ કયો ધ્યેય રહેલો છે?

૨૫ “વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પળિયાં છે,” દેવનો પ્રેરિત શબ્દ જાહેર કરે છે. એ “મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિવચન ૧૬:૩૧; ૨૦:૨૯) તો પછી, પરિણીત હો કે ફરી એકલા થયા હો, યહોવાહની સેવા તમારા જીવનમાં પ્રથમ રાખવાનું ચાલુ રાખો. આમ તમે હમણાં દેવ સાથે સારું નામ કરશો અને જ્યાં વૃદ્ધાવસ્થાનાં દુ:ખો નહિ હોય એવા જગતમાં અનંતજીવનનું સંભાવ્ય ભાવિ મેળવશો.—ગીતશાસ્ત્ર ૩૭:૩-૫; યશાયાહ ૬૫:૨૦.

^ આ વિષયની વધુ વિગતવાર ચર્ચા માટે વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટીએ પ્રકાશિત કરેલી મોટી પુસ્તિકા વ્હેન સમવન યુ લવ ડાઇઝ જુઓ.