સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ દુનિયા કયા રસ્તે જઈ રહી છે?

આ દુનિયા કયા રસ્તે જઈ રહી છે?

આ દુનિયા કયા રસ્તે જઈ રહી છે?

આજકાલ સમાચારો સાંભળીને આપણાં રુવાંટાં ઊભા થઈ જાય છે. આજના તાજા ખબર સાંભળો:

આપણી કોઈ સલામતી નથી: ધૂમ-ધડાક, ભરબજારમાં બૉંબ ફૂટ્યો! ધડા-ધડ, ધડા-ધડ, સ્કૂલમાં ગોળીબાર; ટીચર અને સ્ટુડન્ટ્‌સનું ખૂન! ‘મારા લાડલાને કોણ ઉપાડી ગયું?’ બિચારા માસી ધોળે દિવસે લૂંટાયા!

ધર્મને નામે ધતિંગ: ખૂન-ખરાબી પાછળ ધર્મોનો હાથ. સમાજના લોહીથી ગુરુઓના રંગાયેલા હાથ! અરે ગુરુઓ તો હવે નાદાન છોકરાઓની ઈજ્જત લૂંટે છે. ચાલાક ગુરુઓ પોલીસના હાથમાંથી છટકી ગયા! ભૂતિયાં ચર્ચો!

ધરતીની રોનક ક્યાં ગઈ? જંગલો ભરખી જતી કંપનીઓ! રોજી-રોટી માટે ધીરે ધીરે જંગલોનો નાશ. ફેક્ટરીઓનો કચરો દરિયાને ઉકરડો બનાવે છે. ઝેરી હવા અને ગંદું પાણી પૃથ્વીને ગળે ટૂંપો દે છે!

પૈસાની તાણ: ઘણા દેશોમાં તનતોડ મહેનત કરવા છતાં, બે પૈસા હાથમાં નથી આવતા. કંપનીઓ કાળા ધંધા કરવા જતા દેવાળામાં ગઈ, હજારો બેકાર થયા. દગાખોર કંપનીએ લાખો લોકોને એક પળમાં ગરીબ બનાવ્યા.

ભૂખમરો: રોજ લગભગ ૮૦ કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે.

લડાઈ: ફક્ત વીસમી સદીમાં ૧૦ કરોડથી વધારે લોકો લડાઈમાં માર્યા ગયા. દુનિયાનો અનેક વાર નાશ કરે એવા ન્યુક્લિયર બૉંબના ઢગલે-ઢગલા. જ્યાં જુઓ ત્યાં અંદરો-અંદર લડાઈઓ. આતંકવાદના કાળા વાદળે આખા જગતને ઢાંકી દીધું છે.

બીમારીઓ: ૧૯૧૮થી સ્પેનિશ ફ્લૂ ૨ કરોડ ૧૦ લાખ લોકોને ભરખી ગયો. હવે એઈડ્‌સ ‘દુનિયામાં સૌથી ખતરનાક રોગ છે.’ કૅન્સર અને હૃદય રોગ ઘરે ઘરે લોકોના જીવન કોરી ખાય છે.

શું આવા સમાચાર અમુકને જ અસર કરે છે? આ મુસીબતો આપણા યુગ વિષે શું બતાવે છે?

[પાન ૫ પર બોક્સ/ચિત્ર]

શું ઈશ્વરને આપણી કંઈ પડી છે?

‘હે ભગવાન! મારો લાડલો કેમ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો?’ એક દુઃખી પિતા પોકારે છે. આપણા પર દુઃખના ડુંગર તૂટી પડે છે, ત્યારે એવું જ પોકારી ઊઠીએ છીએ.

ઈશ્વરની કૃપા આપણા દરેક પર છે. ઈશ્વર બાઇબલ દ્વારા માર્ગ બતાવે છે, જે આપણાં દુઃખોના જખમ પર મલમ લગાડે છે. (માત્થી ૧૧:૨૮-૩૦; ૨ તીમોથી ૩:૧૬, ૧૭) ઈશ્વરનું વચન છે કે તે હંમેશ માટે હિંસા, બીમારી અને મોતને મિટાવી દેશે. આ આશીર્વાદો સર્વ નાત-જાતના લોકો માટે છે!—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

શું તમે ખરેખર ઈશ્વરની ભક્તિ કરો છો? તારાઓથી ચમકતું આકાશ અને આ સુંદર મજાની પૃથ્વી કોણે બનાવી? તેમનું નામ શું છે? તેમણે શા માટે આપણને બનાવ્યા? બાઇબલ આ બધા સવાલોના જવાબ આપે છે. બાઇબલ એ પણ બતાવે છે કે કઈ રીતે ઈશ્વર આપણાં દુઃખો એક પછી એક કાંટાની જેમ વીણીને દૂર કરશે. આવા આશીર્વાદો માટે આપણે શું કરવું જોઈએ? બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખતા રહીએ અને તેમના પર પૂરી શ્રદ્ધા રાખીએ. (યોહાન ૩:૧૬; હેબ્રી ૧૧:૬) તેમની આજ્ઞાઓ પાળીએ. (૧ યોહાન ૫:૩) શું તમે તેમની ભક્તિ કરવા તૈયાર છો?

પણ સવાલ ઊભો થાય છે કે ઈશ્વર હમણાં કેમ કંઈ કરતા નથી? બાઇબલ એનું કારણ સમજાવે છે. આ પુસ્તિકાના પાન ૧૫ પર તમને એ જાણવા મળશે.