જીવનની નાવ તમને ક્યાં લઈ જાય છે?
જીવનની નાવ તમને ક્યાં લઈ જાય છે?
• આજે લોકો પોતાના જીવનમાં જ ડૂબેલા હોય છે. તેઓને ખબર પણ નથી હોતી કે જિંદગીની સફર તેઓને ક્યાં લઈ જશે.
• બાઇબલ ચેતવણી આપે છે કે નજીકમાં ઈશ્વર આ દુનિયા અને સર્વ માનવ સરકારોનો અંત લાવશે. એમાંથી બચવા માટે આપણે હમણાં જ ખરા નિર્ણયો લેવા જોઈએ.
• ઘણાને ખબર છે કે બાઇબલ શું કહે છે. પણ તેઓ તો સંસારી વાતોમાં જ ડૂબેલા હોય છે.
• તમારા જીવનની નાવ તમને ક્યાં લઈ જાય છે? શું તમે કદી એનો વિચાર કર્યો છે?
[પાન ૯ પર બોક્સ/ચિત્રો]
જીવનમાં તમે શાની પાછળ દોડો છો?
આ લિસ્ટમાંથી તમારા જીવનમાં પહેલું શું આવે છે, પછી બીજું, ત્રીજું અને છેવટે શું આવે છે?
― ટાઈમ પાસ અને મોજશોખ
― નોકરી-ધંધો
― મારી તબિયત
― મારું સુખ
― મારા જીવન સાથી
― મારાં માબાપ
― મારાં બાળકો
― સુંદર ઘર અને ફેશનેબલ કપડાં
― જે કરું એમાં પહેલો નંબર બનું
― ઈશ્વરની ભક્તિ
[પાન ૧૦, ૧૧ પર બોક્સ]
તમારા જીવનનો બે વાર વિચાર કરો
નીચેના સવાલો પર વિચારો:
ટાઈમ પાસ અને મોજશોખ: ટાઈમ પાસ માટે હું જે કરું છું એનાથી શું મને આરામ મળે છે, કે હું થાકી જાઉં છું? હું એવી રમતો રમું છું જેનાથી હાથ પગ ભાંગી જાય? હું એવી મસ્તી કરું છું, જેનાથી જિંદગીભર પસ્તાવું પડે? હું ખોટો સમય બગાડું છું? શું બીજી જવાબદારી માટે મારી પાસે સમય નથી બચતો?
નોકરી ધંધો: રોજી-રોટી માટે નોકરી તો કરવી પડે, પણ શું હું એની પાછળ ભાગું છું? શું નોકરીને લીધે મારી તબિયતનું પણ ધ્યાન નથી રહેતું? શું પરિવારને બદલે મને નોકરી વહાલી છે? મારું મન ડંખે તોપણ, હું બોસ જે કહે એ કરું છું? નોકરી રાખવા માટે હું યહોવાહની ભક્તિનો પણ ભોગ આપું છું?
મારી તબિયત: શું હું મારી તબિયતનું ધ્યાન રાખું છું કે મારા પરિવારને ચિંતા કરાવું છું? હું મારી બીમારીના જ રોદણા રડ્યા કરું છું?
મારું સુખ: શું મારી ખુશી માટે હું પરિવારને ભૂલી જાઉં છું? મારી ખુશી માટે હું યહોવાહની ભક્તિ પણ એક બાજુએ મૂકી દઉં છું?
મારા જીવન સાથી: યહોવાહ કહે છે તેમ હું મારા જીવન સાથીને દિલથી ચાહું છું? કે પછી હું તેને નોકર ગણું છું?
મારાં માબાપ: હું તેઓનું સાંભળું છું? તેઓની ભલામણ દિલમાં ઉતારું છું? મારાં માબાપ મોટી ઉંમરના હોય, તો હું તેઓને સાથ આપું છું? તેઓને જરૂર હોય ત્યારે મદદ કરું છું? કે પછી તેઓને પડતા મૂકી દઉં છું?
મારાં બાળકો: હું મારાં બાળકોને સારા સંસ્કાર આપું છું, કે પછી સ્કૂલના શિક્ષકો પર એ છોડી દઉં છું? હું મારાં બાળકોનું ધ્યાન રાખું છું? કે પછી તેઓને રમકડાં, ટીવી કે કૉમ્પ્યુટર આગળ બેસાડી દઉં છું? શું હું ગુસ્સે થઈને બાળકને મારું છું? કે પછી યહોવાહની સલાહ પ્રમાણે તેઓને પ્રેમથી સમજાવું છું?
સુંદર ઘર અને ફેશનેબલ કપડાં: શું મારે ફિલ્મ સ્ટાર જેવું બનવું છે? હું બંગલા-ગાડીથી બીજાઓને આંજી દેવા માંગું છું? હું મારી જ બડાઈ હાંકું છું? હું લોકોને કે પછી ઈશ્વરને ખુશ કરવા માંગું છું?
જે કરું એમાં પહેલો નંબર બનું: હું હંમેશાં પહેલો નંબર બનવા ચાહું છું? બીજું કોઈ મારાથી હોશિયાર હોય તો, શું મારું પેટ બળે છે?
યહોવાહની ભક્તિ: હું યહોવાહને બદલે બીજા બધાને ખુશ કરવા માગું છું? હું યહોવાહની ભક્તિને બદલે એશ-આરામમાં જીવવા ચાહું છું?
બાઇબલની આ સલાહનો વિચાર કરો
મારા જીવનમાં યહોવાહની ભક્તિ કેટલી મહત્ત્વની છે?
સભાશિક્ષક ૧૨:૧૩: ‘વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’
વિચાર કરો: હું એ કલમ પ્રમાણે જીવું છું? હું પરિવારમાં, સ્કૂલમાં કે નોકરી પર યહોવાહના નિયમો પાળું છું? કે પછી ચિંતાઓ અથવા બીજી બાબતોને લીધે યહોવાહને ભૂલી જાઉં છું?
હું યહોવાહ પર શ્રદ્ધા રાખું છું?
નીતિવચનો ૩:૫, ૬: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.”
માત્થી ૪:૧૦: ‘યહોવાહનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.’
વિચાર કરો: હું પૂરા દિલથી યહોવાહને ભજું છું? કોઈ પણ મુશ્કેલી આવે છતાં, શું હું યહોવાહ પર શ્રદ્ધા રાખું છું?
બાઇબલનું શિક્ષણ મને કેટલું ગમે છે?
યોહાન ૧૭:૩: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”
વિચાર કરો: હું દરરોજ બાઇબલ વાંચીને એના પર વિચાર કરું છું? હું બાઇબલ પર પૂરેપૂરો ભરોસો મૂકું છું?
હું હંમેશાં મિટિંગોમાં જાઉં છું?
હિબ્રૂ ૧૦:૨૪, ૨૫, IBSI: “આપણે એકબીજા પ્રત્યે ભલાઈ દર્શાવીએ અને સારાં કામ કરીને મદદરૂપ થઈએ. કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ.”
ગીતશાસ્ત્ર ૧૨૨:૧: “જ્યારે તેઓએ મને કહ્યું, કે આપણે યહોવાહને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો.”
વિચાર કરો: હું આ સલાહ પાળું છું? શું છેલ્લા એક-બે મહિનામાં મેં કોઈ મિટિંગ પડતી મૂકી છે? શું મને એમ થાય છે કે ‘આજે મિટિંગ ન હોત તો કેવું સારું’?
હું બને તેમ યહોવાહનો સંદેશો ફેલાવું છું?
માત્થી ૨૪:૧૪: “રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”
માત્થી ૨૮:૧૯, ૨૦: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’
ગીતશાસ્ત્ર ૯૬:૨, ૩: “યહોવાહની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો. વિદેશીઓમાં તેનો મહિમા, અને સર્વ લોકોમાં તેના ચમત્કાર, જાહેર કરો.”
વિચાર કરો: મારા જીવનમાં પ્રચાર કામ કેટલું મહત્ત્વનું છે? આ દુનિયા મોતના મોંમાં જઈ રહી છે, એમાંથી લોકોને બચાવવા હું કેટલી હોંશથી પ્રચાર કરું છું?