વિભાગ ૧માં તમે શું શીખ્યા?
આ સવાલોની ચર્ચા કરો:
૧. બાઇબલમાં ભાવિ વિશે આપેલાં વચનોમાંથી તમને કયું વચન ગમ્યું?
(પાઠ ૦૨ જુઓ.)
૨. તમે કેમ માનો છે કે બાઇબલ ઈશ્વર તરફથી છે?
૩. આપણે કેમ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ?
(પાઠ ૦૪ જુઓ.)
૪. બાઇબલમાં લખ્યું છે, યહોવા ‘જીવનનો ઝરો છે.’ (ગીતશાસ્ત્ર ૩૬:૯) શું તમે એ વાત માનો છો?
(પાઠ ૦૬ જુઓ.)
૫. નીતિવચનો ૩:૩૨ વાંચો.
કઈ રીતે કહી શકાય કે યહોવા સૌથી સારા મિત્ર છે?
યહોવા તેમના મિત્રો પાસેથી શું ચાહે છે? શું એ કરવું અઘરું છે?
૬. ગીતશાસ્ત્ર ૬૨:૮ વાંચો.
તમે યહોવાને પ્રાર્થનામાં કઈ વાત જણાવી? તમે પ્રાર્થનામાં બીજી કઈ વાત જણાવી શકો?
યહોવા પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?
(પાઠ ૦૯ જુઓ.)
૭. હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.
યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવાથી તમને કેવા ફાયદા થશે?
મુશ્કેલીઓ છતાં સભાઓમાં જવાથી શું તમને ફાયદો થશે?
(પાઠ ૧૦ જુઓ.)
૮. કેમ રોજ બાઇબલ વાંચવું જોઈએ? તમે કયા સમયે બાઇબલ વાંચો છો?
(પાઠ ૧૧ જુઓ.)
૯. હમણાં સુધી તમે જે શીખ્યા એમાં તમને સૌથી વધારે શું ગમ્યું?
૧૦. બાઇબલ શીખવાનું શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી શું તમને કોઈ મુશ્કેલી આવી છે? બાઇબલમાંથી શીખતા રહેવા તમને શું મદદ કરશે?
(પાઠ ૧૨ જુઓ.)