પાઠ ૧૩
ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
ઈશ્વર ચાહે છે કે આપણે બધાને પ્રેમ કરીએ. તો પછી ધર્મના નામે કેમ આટલાં ખોટાં કામો થાય છે? કેમ કે મોટા ભાગના ધર્મો ઈશ્વર વિશે શીખવવાનો દાવો તો કરે છે, પણ હકીકતમાં તેઓ લોકોને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એવું તેઓએ કઈ રીતે કર્યું છે? તેઓનાં કામો જોઈને ઈશ્વરને કેવું લાગે છે? ઈશ્વર એ બધા ધર્મોનું શું કરશે? ચાલો જોઈએ.
૧. ધર્મોએ કેવી વાતો શીખવીને લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
મોટા ભાગના ધર્મો ‘ઈશ્વર વિશેનું સત્ય શીખવવાને બદલે અસત્ય’ શીખવે છે. (રોમનો ૧:૨૫) દાખલા તરીકે, મોટા ભાગના ધર્મો શીખવતા નથી કે એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બધાએ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ. (રોમનો ૧૦:૧૩, ૧૪) બીજો દાખલો લો. કોઈ ખરાબ બનાવ બને ત્યારે ધર્મગુરુઓ કહે છે, “જેવી ઈશ્વરની મરજી.” પણ એ હળહળતું જૂઠું છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) દુઃખની વાત છે કે એવી જૂઠી વાતો શીખવીને ધર્મોએ લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે.
૨. ધર્મોનાં કેવાં કામોને લીધે લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા છે?
યહોવા લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. પણ ધર્મગુરુઓ લોકોને પ્રેમ કરતા નથી અને તેઓ સાથે ખરાબ રીતે વર્તે છે. ઈશ્વર જણાવે છે કે ધર્મોનાં “પાપનો ઢગલો છેક આકાશ સુધી પહોંચ્યો છે.” (પ્રકટીકરણ ૧૮:૫) સદીઓથી ધર્મોએ રાજકારણમાં પગપેસારો કર્યો છે અને યુદ્ધોને ટેકો આપ્યો છે. ધર્મના નામે ઘણાં તોફાનો ફાટી નીકળ્યાં છે. એના લીધે કરોડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમુક ધર્મગુરુઓ પોતાના ભક્તો પાસેથી દાન ઉઘરાવે છે અને એ જ દાનથી એશઆરામનું જીવન જીવે છે. તેઓનાં કામોથી સાફ જોવા મળે છે કે તેઓ ઈશ્વરને ઓળખતા જ નથી, ઈશ્વર વિશે શીખવવું તો બહુ દૂરની વાત છે!—૧ યોહાન ૪:૮ વાંચો.
૩. ધર્મોનાં ખોટાં કામો અને શિક્ષણ જોઈને યહોવાને કેવું લાગે છે?
જરા વિચારો, ધર્મોનાં ખોટાં કામો જોઈને જો તમને ગુસ્સો આવતો હોય, તો યહોવાને કેટલો ગુસ્સો આવતો હશે! યહોવા લોકોને ખૂબ પ્રેમ કરે છે. પણ તેમને એવા ધર્મગુરુઓ જરાય પસંદ નથી, જેઓ ઈશ્વરની વાતો શીખવવાને બદલે લોકોને ગેરમાર્ગે દોરે છે અને તેઓ સાથે ખરાબ રીતે વર્તે છે. તેમણે વચન આપ્યું છે કે તે એવા ધર્મોનો નાશ કરશે અને “એ ફરી કદી દેખાશે નહિ.” (પ્રકટીકરણ ૧૮:૨૧) ઈશ્વર બહુ જ જલદી એવું કરવાના છે.—પ્રકટીકરણ ૧૮:૮.
વધારે જાણો
ધર્મોનાં ખોટાં કામો જોઈને ઈશ્વરને કેવું લાગે છે? ધર્મોએ કેવાં કામો કર્યાં છે? ભલે ધર્મના નામે ખોટાં કામો થતાં હોય, તમારે કેમ યહોવા ઈશ્વર વિશે શીખતા રહેવું જોઈએ? ચાલો જોઈએ.
૪. ઈશ્વર બધા ધર્મોથી ખુશ નથી
ઘણા લોકો માને છે કે બધા જ ધર્મો ઈશ્વર તરફ લઈ જાય છે. તેઓ કહે છે કે મંજિલ એક છે, પણ રસ્તા અનેક છે. પણ શું એ સાચું છે? માથ્થી ૭:૧૩, ૧૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
જીવન તરફ લઈ જતા રસ્તા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
-
શું બાઇબલમાં એવું જણાવ્યું છે કે ઈશ્વર બધા ધર્મોથી ખુશ છે?
૫. ધર્મના નામે જે કામો થઈ રહ્યાં છે, એમાં ઈશ્વરનો પ્રેમ જોવા મળતો નથી
ધર્મોએ એવાં ઘણાં કામ કર્યાં છે, જેના લીધે ઈશ્વરનું નામ બદનામ થયું છે. જેમ કે, અનેક ધર્મો યુદ્ધોને ટેકો આપે છે. ઈશ્વર તો પ્રેમના સાગર છે, તેમની કૃપા આવા ધર્મો પર નથી. વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.
-
બીજા વિશ્વયુદ્ધમાં ચર્ચોએ શું કર્યું?
-
તેઓએ જે કર્યું એ વિશે તમને કેવું લાગે છે?
યોહાન ૧૩:૩૪, ૩૫ અને ૧૭:૧૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
જ્યારે ધર્મો યુદ્ધોને ટેકો આપે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે?
-
ધર્મના નામે જે ખોટાં કામો થાય છે, એનાથી સાફ જોવા મળે છે કે તેઓએ પ્રેમ બતાવવાની ઈશ્વરની આજ્ઞા પાળી નથી. તમે એવાં કયાં કામ થતાં જોયાં છે?
૬. ઈશ્વર ચાહે છે કે લોકો ધર્મોના ખોટા શિક્ષણથી આઝાદ થાય
પ્રકટીકરણ ૧૮:૪ a વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
-
જેઓ ધર્મોના ખોટા શિક્ષણના પંજામાં ફસાયા છે, તેઓને ઈશ્વર આઝાદ કરવા ચાહે છે. એ જાણીને તમને કેવું લાગે છે?
૭. સાચા ઈશ્વર વિશે શીખતા રહો
ધર્મોનાં ખોટાં કામો જોઈને શું આપણે ઈશ્વરથી મોં ફેરવી લેવું જોઈએ? ચાલો એક દાખલો જોઈએ. એક પિતા પોતાના દીકરાને સારા સંસ્કાર આપે છે. પણ દીકરો પિતાનું જરાય સાંભળતો નથી. તે ઘર છોડી દે છે અને ખોટા રવાડે ચઢી જાય છે. પિતાને એ જરાય ગમતું નથી. શું દીકરાનાં ખોટાં કામોને લીધે પિતાને દોષ આપવો જોઈએ?
-
ધર્મોનાં ખોટાં કામો જોઈને શું આપણે યહોવાને દોષ આપવો જોઈએ અને તેમના વિશે શીખવાનું છોડી દેવું જોઈએ?
અમુક લોકો કહે છે: “બધા ધર્મો સારી વાતો શીખવે છે.”
-
એ વિશે તમારું શું કહેવું છે?
-
જો બધા ધર્મો સારી વાતો શીખવતા હોય, તો યહોવા કેમ તેઓથી ખુશ નથી?
આપણે શીખી ગયા
ધર્મોએ જૂઠા શિક્ષણ અને ખોટાં કામોથી લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે. ઈશ્વર એવા ધર્મોનો નાશ કરશે.
તમે શું કહેશો?
-
ધર્મોનાં ખોટાં કામો અને શિક્ષણ જોઈને તમને કેવું લાગે છે?
-
ધર્મોનાં ખોટાં કામો અને શિક્ષણ જોઈને યહોવાને કેવું લાગે છે?
-
યહોવા ખોટાં કામો કરતા ધર્મોનું શું કરશે?
વધારે માહિતી
એવાં કયાં બે કામ છે જેના લીધે ઈશ્વર મોટા ભાગના લોકોની ભક્તિ સ્વીકારતા નથી? એ વિશે જાણવા આ લેખ વાંચો.
“શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?” (jw.org/gu પર આપેલો લેખ)
યહોવા કેમ ચાહે છે કે આપણે તેમના લોકો સાથે મળીને તેમની ભક્તિ કરીએ?
“શું કોઈ ધાર્મિક સંગઠનમાં જોડાવું જરૂરી છે?” (jw.org/gu પર આપેલો લેખ)
એક પાદરી પોતાના ધર્મની અમુક વાતોથી પરેશાન હતા. પણ એના લીધે તેમણે ઈશ્વર વિશે શીખવાનું છોડી ન દીધું. એ વિશે આ લેખ વાંચો.
વર્ષોથી ધર્મોએ ઈશ્વર વિશે ખોટું શીખવ્યું છે. એટલે લોકોને લાગે છે કે ઈશ્વર પથ્થરદિલ છે અને તેમને આપણી કંઈ પડી નથી. એવી ત્રણ જૂઠી વાતો અને હકીકત વિશે જાણો.