સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચિત્રસૂચિ

ચિત્રસૂચિ

પાન નંબર પ્રમાણે

  • ચોપડીની આગળ-પાછળનાં ચિત્રો: પાઉલ, ટબીથા, ગાલિયો, લૂક, પ્રેરિતો સાથે મંદિરનો એક અધિકારી, એક સાદુકી, પાઉલને કાઈસારીઆ લઈ જવામાં આવી રહ્યા છે અને સાઉન્ડ કાર અને ગ્રામોફોનની મદદથી સાક્ષી આપવામાં આવી રહી છે.

  • પાન ૧ પાઉલ અને લૂક, રોમ જતા એક વહાણમાં છે. પાઉલને સાંકળોથી બાંધવામાં આવ્યા છે.

  • પાન ૨, ૩ નિયામક જૂથના ભાઈઓ જૉન બાર અને થીઓડોર જારાઝ દુનિયાનો નકશો જોઈ રહ્યા છે.

  • પાન ૧૧ ગાલીલના એક પહાડ પર ઈસુ પોતાના ૧૧ વફાદાર પ્રેરિતો અને બીજા શિષ્યોને એક મહત્ત્વનું કામ સોંપે છે.

  • પાન ૧૪ ઈસુને આકાશમાં લઈ લેવામાં આવે છે. પ્રેરિતો તેમને એકીટસે જોઈ રહ્યા છે.

  • પાન ૨૦ પચાસમા દિવસે અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો સાથે શિષ્યો તેઓની ભાષામાં વાત કરી રહ્યા છે.

  • પાન ૩૬ પ્રેરિતો ગુસ્સે ભરાયેલા કાયાફાસની સામે ઊભા છે. મંદિરના અધિકારીઓ તૈયાર ઊભા છે કે ક્યારે ન્યાયસભા હુકમ આપે અને તેઓ પ્રેરિતોને પકડી લે.

  • પાન ૪૪ નીચે: બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ જર્મનીની અદાલતમાં સાક્ષીઓ પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા અને તેઓને અમેરિકાના જાસૂસ ગણીને સજા ફટકારવામાં આવી.—૩ ઑક્ટોબર, ૧૯૫૦, નૉઇ બર્લિનાર ઇલસત્રિએતા મૅગેઝિન.

  • પાન ૪૬ સ્તેફન ન્યાયસભા આગળ ઊભા છે અને તેમના પર ગંભીર આરોપ મૂકવામાં આવે છે. પાછળ ધનવાન સાદુકીઓ બેઠા છે અને આગળ ચુસ્ત રીતે રીતરિવાજો પાળતા ફરોશીઓ બેઠા છે.

  • પાન ૫૪ પિતર એક નવા શિષ્ય પર પોતાનો હાથ મૂકે છે. સિમોનના હાથમાં પૈસાની થેલી છે.

  • પાન ૭૫ પિતર અને તેમના સાથીઓ કર્નેલિયસના ઘરમાં જાય છે. કર્નેલિયસના ડાબા ખભા પર એક ખાસ કપડું છે, જેનાથી ખબર પડે છે કે તે મોટા લશ્કરી અધિકારી છે.

  • પાન ૮૩ એક દૂત પિતરને કેદમાંથી બહાર દોરી જાય છે. કદાચ પિતર એન્ટોનિયા મિનારામાં કેદ હતા.

  • પાન ૮૪ નીચે: ૧૯૪૫માં ક્વિબેકના મૉંટ્રિઑલ નજીક યહોવાના સાક્ષીઓનો સામનો ગુસ્સે ભરાયેલા ટોળા સાથે થાય છે.—જુલાઈ ૧૯૫૬, વીકેંડ મૅગેઝિન.

  • પાન ૯૧ પાઉલ અને બાર્નાબાસને પિસીદિયાના અંત્યોખથી ભગાડી મૂકવામાં આવે છે. પાછળ એક નવો પુલ છે, જેના દ્વારા શહેરમાં પાણી લાવવામાં આવે છે. એને કદાચ પહેલી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો.

  • પાન ૯૪ પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રાના લોકોને તેઓની પૂજા કરવાની ના પાડે છે. લુસ્ત્રામાં બલિદાન ચઢાવવાની વિધિ સંગીત સાથે ધૂમધામથી કરવામાં આવતી હતી.

  • પાન ૧૦૦ ઉપર: સિલાસ અને યહૂદા સિરિયાના અંત્યોખ મંડળને ઉત્તેજન આપે છે. (પ્રે.કા. ૧૫:૩૦-૩૨) નીચે: યુગાન્ડામાં એક સરકીટ નિરીક્ષક મંડળમાં પ્રવચન આપે છે.

  • પાન ૧૦૭ યરૂશાલેમનું મંડળ એક ઘરમાં ભેગું મળે છે.

  • પાન ૧૨૪ પાઉલ અને તિમોથી એક રોમન માલવાહક વહાણમાં મુસાફરી કરે છે. દૂર એક દીવાદાંડી દેખાઈ રહી છે.

  • પાન ૧૩૯ એક ઘરના બહારવાળા ઝાંપે ગુસ્સે ભરાયેલું ટોળું ઊભું છે. પાઉલ અને સિલાસ એ લોકોથી બચીને નાસી રહ્યા છે.

  • પાન ૧૫૫ ગાલિયો પાઉલના વિરોધીઓને ખખડાવી રહ્યો છે. તેનો પહેરવેશ તેની પદવી પ્રમાણે છે. તેણે સફેદ રંગનાં કપડાં પહેર્યાં છે, જેની કિનારી પર જાંબુડિયા રંગની પટ્ટી છે અને તેણે કેલ્સીઆઈ નામના ખાસ જોડાં પહેર્યાં છે.

  • પાન ૧૫૮ દેમેત્રિયસ એફેસસમાં સોનીની એક દુકાનમાં કારીગરોને ઉશ્કેરી રહ્યો છે. અહીં આર્તિમિસ દેવીનાં નાનાં નાનાં ચાંદીનાં મંદિર વેચવામાં આવે છે, જેને લોકો યાદગીરી માટે ખરીદે છે.

  • પાન ૧૭૧ પાઉલ અને તેમના સાથીઓ વહાણમાં ચઢી રહ્યા છે. ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં બનાવેલું ધ ગ્રેટ હાર્બર મૉન્યુમૅન્ટ પાછળ દેખાઈ રહ્યું છે.

  • પાન ૧૮૦ નીચે: ૧૯૪૦ના દાયકામાં કેનેડામાં બાઇબલ સાહિત્ય પર પ્રતિબંધ હતો. એક યુવાન ભાઈ છૂપી રીતે સાહિત્ય પહોંચાડી રહ્યો છે. (દૃશ્ય સાચી ઘટનાને આધારે.)

  • પાન ૧૮૨ પાઉલ વડીલોની વાત માને છે. લૂક અને તિમોથી પાછળ બેઠા છે, જેઓ પાઉલને મંડળો સુધી દાન પહોંચાડવા મદદ કરે છે.

  • પાન ૧૯૦ પાઉલનો ભાણિયો એન્ટોનિયા મિનારામાં ક્લોદિયસ લુસિયાસ સાથે વાત કરી રહ્યો છે. પાઉલ કદાચ અહીં જ કેદ હતા. પાછળ હેરોદે બંધાવેલું મંદિર દેખાય છે.

  • પાન ૨૦૬ એક માલવાહક વહાણની અંદર પાઉલ થાકેલા યાત્રીઓ માટે પ્રાર્થના કરે છે.

  • પાન ૨૨૨ પાઉલ રોમ શહેરનો એક વિસ્તાર જોઈ રહ્યા છે. તેમના હાથ સાંકળથી બાંધેલા છે અને એ સાંકળનો બીજો છેડો સૈનિકના હાથે બાંધેલો છે.