ભાગ ૪ • પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧–૧૪:૨૮
તેઓ “પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે” ગયા
ચાલો આ ભાગમાં આપણે પ્રેરિત પાઉલ સાથે તેમની પ્રચારકાર્યની પહેલી મુસાફરીમાં નીકળીએ. તે એક પછી એક શહેર ગયા ત્યારે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો. તોપણ તે પવિત્ર શક્તિના માર્ગદર્શનથી પ્રચાર કરતા રહ્યા અને તેમણે નવાં મંડળો શરૂ કરવા મદદ કરી. પાઉલની પ્રચારકાર્યની મુસાફરીનો અહેવાલ એટલો રોમાંચક છે કે એ આપણામાં પ્રચાર માટેનો જોશ ભરી દે છે.