સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૨૭

તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી

તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી

પાઉલ રોમમાં કેદ છે, તોપણ તે પ્રચાર કરતા રહે છે

પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૧-૩૧ના આધારે

૧. પાઉલ અને તેમના સાથીઓને કોના પર ભરોસો છે અને કેમ?

 લગભગ ૫૯ની સાલ છે. અનાજથી ભરેલું એક મોટું માલવાહક વહાણ માલ્ટા ટાપુથી ઇટાલી જઈ રહ્યું છે. એ જ વહાણમાં પાઉલને કેદી તરીકે લઈ જવામાં આવી રહ્યા છે. તે એક સૈનિકના પહેરા નીચે છે. પાઉલ સાથે તેમના મિત્રો લૂક અને અરિસ્તાર્ખસ પણ છે. (પ્રે.કા. ૨૭:૨) એ વહાણના આગળના ભાગમાં ગ્રીક દેવતા ઝિયૂસના જોડિયા દીકરાઓ કાસ્ટર અને પોલુક્સની નિશાની છે. વહાણના નાવિકોને લાગે છે કે “ઝિયૂસના દીકરાઓ” તેઓનું રક્ષણ કરશે. (પ્રે.કા. ૨૮:૧૧) પણ પાઉલ અને તેમના સાથીઓને તો યહોવા પર ભરોસો છે. કેમ કે યહોવાએ પાઉલને જણાવ્યું હતું કે તે રોમમાં સત્ય વિશે સાક્ષી આપશે અને સમ્રાટ આગળ ઊભા રહેશે.—પ્રે.કા. ૨૩:૧૧; ૨૭:૨૪.

૨, ૩. પાઉલનું વહાણ ક્યાં ક્યાં થઈને જાય છે? પાઉલને કોણે હંમેશાં સાથ આપ્યો છે?

વહાણ સુરાકુસના બંદરે ત્રણ દિવસ રોકાય છે. સુરાકુસ સિસિલી ટાપુનું એક સુંદર શહેર છે. એ એથેન્સ અને રોમ જેટલું જ પ્રખ્યાત છે. સુરાકુસથી વહાણ આગળ વધે છે અને ઇટાલીના દક્ષિણમાં રેગિયુમ પહોંચે છે. એ વહાણ રેગિયુમથી પુત્યોલી જશે, જે આજના નેપલ્સ શહેરની નજીક છે. ૩૨૦ કિલોમીટરનું એ અંતર કાપવા સામાન્ય રીતે એક દિવસ કરતાં વધારે સમય લાગતો હતો. પણ દક્ષિણ તરફથી ફૂંકાતા પવનને લીધે વહાણ બીજા જ દિવસે પુત્યોલી બંદર પહોંચી જાય છે.—પ્રે.કા. ૨૮:૧૨, ૧૩.

હવે પાઉલ રોમની મુસાફરીના છેલ્લા ભાગમાં છે. રોમ પહોંચીને તે સમ્રાટ નીરો આગળ ઊભા રહેશે. પાઉલે પોતાની મુસાફરી શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધી “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર” યહોવાએ તેમને સાથ આપ્યો છે. (૨ કોરીં. ૧:૩) આ પ્રકરણમાં જોઈશું કે યહોવા પાઉલને સાથ આપતા રહે છે. એ પણ જોઈશું કે પ્રચાર માટે પાઉલનો ઉત્સાહ જરાય ઠંડો પડતો નથી.

‘પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી’ (પ્રે.કા. ૨૮:૧૪, ૧૫)

૪, ૫. (ક) પુત્યોલીના ભાઈઓએ પાઉલ અને તેમના સાથીઓ માટે શું કર્યું? પાઉલને કેમ ભાઈ-બહેનોને મળવાની છૂટ મળી હતી? (ખ) જેલમાં પણ સારાં વાણી-વર્તન રાખવાને લીધે કેવો ફાયદો થાય છે?

પુત્યોલીમાં પાઉલ અને તેમના સાથીઓને ‘ભાઈઓ મળ્યા અને તેઓએ સાત દિવસ રોકાઈ જવાની અરજ કરી.’ (પ્રે.કા. ૨૮:૧૪) એ ભાઈઓએ મહેમાનગતિ બતાવીને કેટલો સરસ દાખલો બેસાડ્યો! તેઓને પણ પાઉલ અને તેમના સાથીઓ પાસેથી ચોક્કસ ઘણું ઉત્તેજન મળ્યું હશે. જોકે પાઉલ તો એક કેદી હતા અને સૈનિકોના પહેરા નીચે હતા, તો પછી તે કેમના ભાઈ-બહેનોને મળી શક્યા? પાઉલે પોતાનાં સારાં વાણી-વર્તનને લીધે રોમન સૈનિકોનો ભરોસો જીતી લીધો હશે. કદાચ એ કારણે તેમને આટલી છૂટ મળી હતી.

આજે ઘણા યહોવાના સાક્ષીઓ જેલમાં છે. તેઓને પોતાનાં સારાં વાણી-વર્તનને લીધે ઘણી વાર એવી છૂટ મળે છે, જે બીજા કેદીઓને મળતી નથી. રોમાનિયામાં એવું જ કંઈક બન્યું. એક માણસ ચોરીના ગુનામાં ૭૫ વર્ષની સજા ભોગવી રહ્યો હતો. જેલમાં તેણે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. પછી ધીમે ધીમે તેણે પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ધરખમ ફેરફાર કર્યા. એ જોઈને અધિકારીઓને તેના પર એટલો ભરોસો બેઠો કે તેને જેલની ચીજવસ્તુઓ ખરીદવા એકલો શહેરમાં મોકલતા. સારાં વાણી-વર્તનનાં હંમેશાં સારાં પરિણામ મળે છે. પણ સૌથી મહત્ત્વનું તો, એનાથી યહોવાને મહિમા મળે છે.—૧ પિત. ૨:૧૨.

૬, ૭. રોમના ભાઈઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ પાઉલને ખૂબ પ્રેમ કરતા હતા?

પુત્યોલીથી પાઉલ અને તેમના સાથીઓએ રોમ સુધી જતા એક પ્રખ્યાત માર્ગ પર મુસાફરી કરી, જેનું નામ હતું આપિયન માર્ગ. એ માર્ગ જ્વાળામુખીમાંથી નીકળતા લાવાના મોટા સપાટ ટુકડાઓથી બનેલો હતો. તેઓ એના પર આશરે ૫૦ કિલોમીટર ચાલીને સૌથી પહેલા કાપુઆ પહોંચ્યા. મુસાફરોને રસ્તામાં ઇટાલીનાં ગામડાઓનાં રમણીય દૃશ્યો જોવાં મળતાં. વચ્ચે વચ્ચે ભૂમધ્ય સમુદ્ર પણ દેખાતો. એ માર્ગ પોન્ટીન માર્શિસ નામના કાદવ-કીચડવાળા વિસ્તારમાંથી પસાર થતો હતો. એ જ વિસ્તારમાં આપિયસનું બજાર પણ હતું. ત્યાંથી રોમ આશરે ૬૦ કિલોમીટર દૂર હતું. લૂકે જણાવ્યું કે રોમના ભાઈઓને જ્યારે “અમારા વિશે ખબર મળી,” ત્યારે તેઓમાંથી અમુક આપિયસના બજાર સુધી આવ્યા. તો બીજા અમુક આશરે ૫૦ કિલોમીટરની મુસાફરી કરીને ત્રણ ધર્મશાળા નામની જગ્યા સુધી આવ્યા. તેઓ પાઉલના આવવાની રાહ જોવા લાગ્યા. પાઉલ માટેનો પ્રેમ જ એ ભાઈઓને આટલે દૂર સુધી ખેંચી લાવ્યો હતો.—પ્રે.કા. ૨૮:૧૫.

આટલી લાંબી મુસાફરી કરીને રોમના ભાઈઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. પણ આપિયસના બજારમાં આરામ મળે એવી કોઈ જગ્યા ન હતી. રોમન કવિ અને લેખક હોરેશે આપિયસના બજાર વિશે અમુક બાબતો લખી હતી. તેણે લખ્યું હતું, “એ જગ્યા નાવિકો અને ધર્મશાળાના કઠોર માલિકોથી ખીચોખીચ ભરેલી હતી.” હોરેશે એમ પણ લખ્યું હતું કે “ત્યાં પાણી ખૂબ ગંદું હતું,” એમાંથી ગંદી વાસ પણ આવતી હતી. એ કવિએ તો ત્યાં ખાવાની પણ ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે આવી ખરાબ જગ્યાએ રોમના ભાઈઓએ ખુશી ખુશી રાહ જોઈ. તેઓ પાઉલની મુસાફરીના આ છેલ્લા પડાવમાં પાઉલ અને તેમના સાથીઓ જોડે રહેવા માંગતા હતા.

૮. પાઉલે કેમ ‘ભાઈઓને જોઈને’ ઈશ્વરનો આભાર માન્યો?

કલમમાં જણાવ્યું છે કે ‘ભાઈઓને જોઈને પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી.’ (પ્રે.કા. ૨૮:૧૫) કદાચ પાઉલ અમુક ભાઈઓને પહેલેથી ઓળખતા હતા, એટલે તેઓને જોઈને પાઉલને ઘણી હિંમત મળી અને દિલાસો મળ્યો. પણ પાઉલે કેમ ‘ભાઈઓને જોઈને’ ઈશ્વરનો આભાર માન્યો? કેમ કે તે જાણતા હતા કે ભાઈઓએ બતાવેલો નિઃસ્વાર્થ પ્રેમ ઈશ્વરની પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો ગુણ છે. (ગલા. ૫:૨૨) આજે પણ પવિત્ર શક્તિની મદદથી ઈશ્વરભક્તો બીજાઓને ટેકો આપે છે અને જે ભાઈ-બહેનોને જરૂર છે તેઓને દિલાસો આપે છે.—૧ થેસ્સા. ૫:૧૧, ૧૪.

૯. આપણે રોમના ભાઈઓ પાસેથી શું શીખી શકીએ?

દાખલા તરીકે, પવિત્ર શક્તિ આપણને સરકીટ નિરીક્ષકો, મિશનરીઓ અને પૂરા સમયના સેવકોને મદદ કરવા પ્રેરે છે. તેઓમાંથી ઘણાએ યહોવાની સેવામાં વધારે કરવા ઘણું જતું કર્યું છે. આપણે પોતાને પૂછી શકીએ: ‘હું સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે પોતાનાથી બનતું બધું કરવા શું કરી શકું? શું હું તેમને અને તેમની પત્નીને મહેમાનગતિ બતાવી શકું? શું હું તેઓ સાથે પ્રચારમાં જવાની યોજના બનાવી શકું?’ એમ કરવાથી આપણને ઘણા આશીર્વાદો મળશે. જરા વિચારો, પાઉલ અને તેમના સાથીઓ પાસેથી અનુભવો સાંભળીને રોમના ભાઈઓને કેટલી ખુશી મળી હશે, કેટલું ઉત્તેજન મળ્યું હશે!—પ્રે.કા. ૧૫:૩, ૪.

“બધી બાજુ આ પંથના વિરોધમાં બોલાય છે” (પ્રે.કા. ૨૮:૧૬-૨૨)

૧૦. રોમમાં પાઉલને ક્યાં અને કઈ રીતે રાખવામાં આવ્યા હતા? રોમ પહોંચીને તરત તેમણે શું કર્યું?

૧૦ આખરે પાઉલ અને તેમના સાથીઓ રોમ પહોંચ્યા. “પાઉલને સૈનિકના પહેરા નીચે એકલા રહેવાની છૂટ મળી.” (પ્રે.કા. ૨૮:૧૬) સામાન્ય રીતે જ્યારે કોઈ કેદીને ઘરમાં નજરકેદ કરવામાં આવતો, ત્યારે તે ભાગી ન જાય એ માટે સૈનિક સાંકળનો એક છેડો પોતાના હાથે બાંધતો અને બીજો છેડો કેદીના હાથે. પાઉલને પણ એ જ રીતે રાખવામાં આવ્યા હતા. એવા સંજોગોમાં પણ તે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરતા રહ્યા. કોઈ સાંકળ તેમને સાક્ષી આપતા રોકી ન શકી. એટલે મુસાફરીનો થાક ઉતારવા ફક્ત ત્રણ દિવસ આરામ કર્યા પછી, તેમણે યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા. તેમણે પોતાના વિશે થોડું જણાવ્યું અને પછી સાક્ષી આપવાનું શરૂ કર્યું.

૧૧, ૧૨. પાઉલે રોમના યહૂદીઓ સાથે કઈ રીતે વાત કરી?

૧૧ પાઉલે કહ્યું: “ભાઈઓ, મેં લોકો વિરુદ્ધ કે આપણા બાપદાદાઓના રિવાજો વિરુદ્ધ કંઈ કર્યું નથી. તોપણ મને યરૂશાલેમમાં કેદી તરીકે રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે. મારી પૂછપરછ કર્યા પછી, તેઓ મને છોડી દેવા માંગતા હતા, કેમ કે મને મોતની સજા ફટકારવા તેઓને કોઈ કારણ મળ્યું નહિ. પણ યહૂદીઓએ એનો વિરોધ કર્યો ત્યારે, મારે સમ્રાટ પાસે ન્યાય માંગવો પડ્યો. જોકે, એવું નથી કે મારે મારા લોકો પર કોઈ આરોપ મૂકવો છે.”—પ્રે.કા. ૨૮:૧૭-૧૯.

૧૨ પાઉલે કેમ એ યહૂદીઓને “ભાઈઓ” કહીને બોલાવ્યા? કેમ કે તે બતાવવા માંગતા હતા કે તે તેઓમાંના એક છે. એટલું જ નહિ, જો તેઓમાં કોઈ ખોટી ધારણા હોય તો પાઉલ એ પણ દૂર કરવા માંગતા હતા. (૧ કોરીં. ૯:૨૦) પછી પાઉલે સ્પષ્ટ જણાવ્યું કે તે પોતાના લોકો, એટલે કે યહૂદીઓ પર આરોપ મૂકવાના ઇરાદાથી રોમ આવ્યા ન હતા. તે તો સમ્રાટ પાસે ન્યાય માંગવા આવ્યા હતા. પણ એ વિશે રોમના યહૂદીઓ કંઈ જ જાણતા ન હતા. (પ્રે.કા. ૨૮:૨૧) એવું કઈ રીતે બની શકે? એક પુસ્તકમાં જણાવ્યું છે: “શિયાળા પછી જે વહાણ સૌથી પહેલા ઇટાલી પહોંચ્યું હતું, એ કદાચ પાઉલનું હતું. એટલે કહી શકીએ કે યરૂશાલેમના યહૂદી અધિકારીઓ પાસેથી હજી સુધી કોઈ રોમ પહોંચ્યું ન હતું કે પછી કોઈ પત્ર આવ્યો ન હતો.”

૧૩, ૧૪. પાઉલે ઈશ્વરના રાજ્ય વિશે જણાવવા કઈ રીતે વાત શરૂ કરી? આપણે પણ કઈ રીતે પાઉલ જેવું કરી શકીએ?

૧૩ હવે પાઉલે એ યહૂદીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેઓનો રસ જાગે એ માટે પાઉલે કહ્યું: “હું તો બસ તમને મળીને તમારી સાથે વાત કરવા માંગતો હતો, કેમ કે ઇઝરાયેલ જેની આશા રાખે છે એના લીધે હું આ સાંકળોથી બંધાયેલો છું.” (પ્રે.કા. ૨૮:૨૦) એ આશા મસીહ અને તેમના રાજ્ય વિશે હતી. ખ્રિસ્તીઓ એનો જ તો પ્રચાર કરતા હતા. પાઉલની વાત સાંભળ્યા પછી યહૂદીઓના મુખ્ય માણસોએ કહ્યું: “અમને એ યોગ્ય લાગે છે કે તારા વિચારો તારી પાસેથી સાંભળીએ. પણ એક વાત તો ચોક્કસ છે કે, બધી બાજુ આ પંથના વિરોધમાં બોલાય છે.”—પ્રે.કા. ૨૮:૨૨.

૧૪ આપણે પણ પ્રચારમાં પાઉલની જેમ એવી કોઈ વાત કહેવી જોઈએ અથવા એવો કોઈ સવાલ પૂછવો જોઈએ, જેનાથી લોકોને વધારે જાણવાનું મન થાય. એ માટે આ સાહિત્યમાં સરસ સૂચનો આપ્યાં છે: પરમેશ્વર કી સેવા સ્કૂલ સે ફાયદા ઉઠાઈએ, વાંચવાની અને શીખવવાની કળા અને પ્રેમથી શીખવીએ. શું એ સાહિત્યમાં આપેલાં સૂચનો તમે પ્રચારમાં લાગુ પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો છો?

તેમણે “પૂરેપૂરી સાક્ષી આપીને” આપણા માટે દાખલો બેસાડ્યો (પ્રે.કા. ૨૮:૨૩-૨૯)

૧૫. પાઉલે જે રીતે સાક્ષી આપી એમાંથી આપણને કઈ ચાર બાબતો શીખવા મળે છે?

૧૫ પછી યહૂદીઓએ પાઉલને ફરીથી મળવાનો એક દિવસ નક્કી કર્યો. એ દિવસે તેઓ પહેલાં કરતાં મોટી સંખ્યામાં પાઉલના રહેઠાણે આવ્યા. કલમમાં જણાવ્યું છે: “સવારથી સાંજ સુધી [પાઉલે] ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીને તેઓને સમજાવ્યા. તેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે એ માટે તેણે મૂસાના નિયમશાસ્ત્રમાંથી અને પ્રબોધકોનાં લખાણોમાંથી તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો.” (પ્રે.કા. ૨૮:૨૩) પાઉલે જે રીતે સાક્ષી આપી એમાંથી આપણે ચાર બાબતો શીખી શકીએ છીએ: (૧) તેમણે ઈશ્વરના રાજ્ય પર ભાર મૂક્યો. (૨) તેમણે કારણો આપીને લોકો સાથે વાત કરી. (૩) તેમણે શાસ્ત્રમાંથી સમજાવ્યું. (૪) તેમણે આરામ બાજુ પર મૂકીને “સવારથી સાંજ સુધી” સાક્ષી આપી. સાચે જ, પાઉલે કેટલો જોરદાર દાખલો બેસાડ્યો! પૂરેપૂરી સાક્ષી આપવાથી કેવું પરિણામ આવ્યું? ‘અમુક લોકોએ પાઉલની વાત માની,’ પણ અમુકે ન માની. લૂકે જણાવ્યું કે તેઓમાં અંદરોઅંદર મતભેદ પડ્યા હોવાથી તેઓ “ત્યાંથી જવા લાગ્યા.”—પ્રે.કા. ૨૮:૨૪, ૨૫ક.

૧૬-૧૮. રોમના અમુક યહૂદીઓનું વલણ જોઈને પાઉલને કેમ નવાઈ ન લાગી? લોકો સંદેશો ન સ્વીકારે ત્યારે આપણે કેવું વલણ રાખવું જોઈએ?

૧૬ લોકોનું એવું વલણ જોઈને પાઉલને જરાય નવાઈ ન લાગી. તે જાણતા હતા કે ઘણા લોકો સંદેશો નહિ સ્વીકારે એ વિશે શાસ્ત્રમાં પહેલેથી જણાવ્યું હતું. અગાઉ પણ પાઉલને એવા ઘણા લોકો મળ્યા હતા. (પ્રે.કા. ૧૩:૪૨-૪૭; ૧૮:૫, ૬; ૧૯:૮, ૯) એટલે જ્યારે અમુક લોકો સંદેશાનો નકાર કરીને જવા લાગ્યા, ત્યારે પાઉલે તેઓને કહ્યું: “તમારા બાપદાદાઓને યશાયા પ્રબોધક દ્વારા પવિત્ર શક્તિએ બરાબર જ કહ્યું હતું: ‘જા, મારા લોકોને કહે, “તમે ચોક્કસ સાંભળશો પણ સમજશો નહિ. તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ. કેમ કે તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે.”’” (પ્રે.કા. ૨૮:૨૫ખ-૨૭) કેટલા દુઃખની વાત છે કે રાજ્યના સંદેશાની તેઓનાં દિલ પર કોઈ અસર ન થઈ!

૧૭ ભલે યહૂદીઓએ ઈશ્વરનો સંદેશો ન સ્વીકાર્યો, પણ પાઉલે કહ્યું કે ‘બીજી પ્રજાઓ ચોક્કસ એ સાંભળશે.’ (પ્રે.કા. ૨૮:૨૮; ગીત. ૬૭:૨; યશા. ૧૧:૧૦) પાઉલ એ વાત એકદમ ખાતરીથી કહી શક્યા, કેમ કે તેમણે પોતે બીજી પ્રજાના ઘણા લોકોને રાજ્યનો સંદેશો સ્વીકારતા જોયા હતા.—પ્રે.કા. ૧૩:૪૮; ૧૪:૨૭.

૧૮ આજે લોકો સંદેશો ન સ્વીકારે ત્યારે આપણે પાઉલ જેવું વલણ રાખવું જોઈએ. આપણે નિરાશ ન થવું જોઈએ કે ખોટું પણ ન લગાડવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જીવન તરફ લઈ જતો રસ્તો બહુ થોડા લોકોને મળે છે. (માથ. ૭:૧૩, ૧૪) પણ જ્યારે નેક દિલના લોકો યહોવાની ભક્તિ કરવા લાગે, ત્યારે આપણે ખુશ થઈએ અને મંડળમાં તેઓનો દિલથી આવકાર કરીએ.—લૂક ૧૫:૭.

‘તે ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતા રહ્યા’ (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧)

૧૯. પાઉલ નજરકેદ હતા તોપણ તેમણે શું કર્યું?

૧૯ લૂકે છેલ્લે જે લખ્યું એનાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે: “પાઉલ ભાડાના ઘરમાં પૂરાં બે વર્ષ રહ્યો. તેની પાસે જેઓ આવતા, એ બધાનો તે પ્રેમથી આવકાર કરતો રહ્યો. તે કોઈ રોકટોક વગર અને હિંમતથી તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતો રહ્યો અને માલિક ઈસુ ખ્રિસ્ત વિશે શીખવતો રહ્યો.” (પ્રે.કા. ૨૮:૩૦, ૩૧) પાઉલ નજરકેદ હતા તોપણ બીજાઓને પ્રેમ બતાવતા રહ્યા, તેમજ પૂરી શ્રદ્ધાથી અને ઉત્સાહથી પ્રચાર કરતા રહ્યા. સાચે જ, પાઉલ પાસેથી શીખવા જેવું ઘણું છે!

૨૦, ૨૧. રોમમાં પાઉલે સંદેશો જણાવ્યો એનાથી કોને ફાયદો થયો? દાખલા આપો.

૨૦ પાઉલે જેઓને દિલથી આવકાર્યા, તેઓમાં એક ઓનેસિમસ પણ હતો. તે એક દાસ હતો, જે કોલોસેથી ભાગીને રોમ આવ્યો હતો. પાઉલે ઓનેસિમસને ખ્રિસ્તી બનવા મદદ કરી હતી. તે પાઉલનો ‘વિશ્વાસુ અને વહાલો ભાઈ’ બની ગયો હતો. પાઉલને તેના માટે એટલી લાગણી હતી કે તેમણે કહ્યું, “મેં તેને મારો દીકરો બનાવ્યો” છે. (કોલો. ૪:૯; ફિલે. ૧૦-૧૨) ખરેખર, ઓનેસિમસને લીધે પાઉલને ઘણું ઉત્તેજન મળ્યું હશે. a

૨૧ પાઉલે ઉત્સાહથી પ્રચાર કર્યો એનાથી બીજા ઘણા લોકોને ફાયદો થયો. તેમણે ફિલિપીઓને પત્રમાં લખ્યું: “મારા સંજોગોને લીધે ખુશખબર ફેલાવવામાં વધારે મદદ મળી છે. સમ્રાટના અંગરક્ષકો અને બીજા બધા લોકો જાણે છે કે હું ખ્રિસ્તનો શિષ્ય હોવાથી કેદમાં છું. માલિકની સેવા કરતા મોટા ભાગના ભાઈઓનો મારાં બંધનોને લીધે ભરોસો વધ્યો છે. હવે તેઓ ડર્યા વગર વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવે છે.”—ફિલિ. ૧:૧૨-૧૪.

૨૨. પાઉલ રોમમાં કેદ હતા ત્યારે તેમણે શું કર્યું?

૨૨ રોમમાં પાઉલને ઘરની બહાર જવાની છૂટ ન હતી. પણ તે હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યા. તેમણે અમુક મહત્ત્વના પત્રો લખ્યા, જે આજે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ભાગ છે. b પાઉલે પહેલી સદીમાં જે પત્રો લખ્યા, એનાથી એ સમયનાં ભાઈ-બહેનોને ઘણો ફાયદો થયો. એ પત્રોથી આજે આપણને પણ એટલો જ ફાયદો થાય છે, કેમ કે એમાં આપેલી ઈશ્વરની સલાહ આજેય ઉપયોગી છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

૨૩, ૨૪. પાઉલની જેમ આજે ઘણાં ભાઈ-બહેનોએ કઈ રીતે જેલમાં પણ પોતાનો આનંદ જાળવી રાખ્યો છે?

૨૩ આખરે પાઉલને આઝાદ કરવામાં આવ્યા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં એ નથી જણાવ્યું કે તે ક્યારે આઝાદ થયા. પણ આપણે એટલું તો જાણીએ છીએ કે તે લગભગ ચાર વર્ષ કેદમાં હતા, બે વર્ષ કાઈસારીઆમાં અને બે વર્ષ રોમમાં. c (પ્રે.કા. ૨૩:૩૫; ૨૪:૨૭) પણ એ વર્ષો દરમિયાન પાઉલ હિંમત ન હાર્યા. તેમણે યહોવાની સેવામાં જે થઈ શકે એ બધું ખુશી ખુશી કર્યું. આજે પણ ઘણાં ભાઈ-બહેનો પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. પણ તેઓનો આનંદ છીનવાઈ ગયો નથી. તેઓ ત્યાં પણ પ્રચાર કરતા રહે છે. સ્પેનના એડોલ્ફોભાઈનો વિચાર કરો. તેમણે સેનામાં જોડાવાની ના પાડી એટલે તેમને જેલ થઈ. એક અધિકારીએ તેમને કહ્યું: “તને જોઈને તાજુબ થાય છે. અમે તારું જીવવું હરામ કરી દીધું હતું, તારા પર કેટકેટલા જુલમ કર્યા હતા. તોપણ તારા ચહેરા પરનું સ્મિત ઓછું થયું નહિ અને તેં હંમેશાં અમારી સાથે સારી રીતે વાત કરી.”

૨૪ થોડા સમયમાં એડોલ્ફોએ જેલના અધિકારીઓનો ભરોસો જીતી લીધો. તેઓ તેમની કોટડીનો દરવાજો ખુલ્લો છોડી દેતા. જેલના પહેરેદારો બાઇબલની વાતો સાંભળવા તેમની પાસે આવતા. એક પહેરેદાર તો બાઇબલ વાંચવા એડોલ્ફોની કોટડીમાં જતો. એ સમયે કોઈ જોઈ ન જાય એ માટે એડોલ્ફો પહેરો ભરતા. આ રીતે થોડા સમય માટે એક કેદી “પહેરેદાર” બની જતો. ચાલો આપણે એવાં વફાદાર ભાઈ-બહેનોના દાખલામાંથી શીખતા રહીએ, જેથી કસોટીઓ આવે ત્યારે ‘ડર્યા વગર વધારે હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવી શકીએ.’

૨૫, ૨૬. પાઉલે ઈસુના કયા શબ્દો પૂરા થતા જોયા? આપણા સમયમાં એ શબ્દો કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?

૨૫ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં ઉત્સાહી પ્રચારકોના રોમાંચક અહેવાલો આપ્યા છે. એ પુસ્તક આ અજોડ માહિતી સાથે પૂરું થાય છે: પાઉલ એક ઘરમાં નજરકેદ હતા, તોપણ જે કોઈ તેમને મળવા આવતું તેને તે “ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર” કરતા રહ્યા. આ પુસ્તકના પહેલા અધ્યાયમાં ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞા જોવા મળે છે. તેમણે કહ્યું હતું: “પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે. તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયા અને સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) ત્રીસ વર્ષની અંદર અંદર તો રાજ્યનો સંદેશો ‘આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવ્યો હતો.’ d (કોલો. ૧:૨૩) એનાથી સાબિત થાય છે કે ઈશ્વરની પવિત્ર શક્તિ કેટલી જોરદાર રીતે કામ કરે છે!—ઝખા. ૪:૬.

૨૬ આજે અભિષિક્તો અને ‘બીજાં ઘેટાંના’ લોકો ૨૪૦ દેશોમાં “ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી” આપી રહ્યા છે. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ તેઓ પણ પવિત્ર શક્તિની મદદથી એ કામ કરી શકે છે. (યોહા. ૧૦:૧૬; પ્રે.કા. ૨૮:૨૩) શું તમે એ મહત્ત્વના કામમાં પૂરેપૂરો ટેકો આપો છો?

a પાઉલ ઓનેસિમસને પોતાની પાસે રાખવા માંગતા હતા. જોકે તે કોઈ પણ રીતે રોમન કાયદો તોડવા માંગતા ન હતા. પાઉલ પાસે ઓનેસિમસને રાખવાનો અધિકાર ન હતો, કેમ કે ઓનેસિમસ ફિલેમોનનો દાસ હતો. એટલે પાઉલે ઓનેસિમસને પોતાના ખ્રિસ્તી ભાઈ ફિલેમોન પાસે પાછો મોકલી દીધો અને તેની સાથે એક પત્ર પણ મોકલ્યો. એ પત્રમાં પાઉલે ફિલેમોનને વિનંતી કરી કે તે ઓનેસિમસનો દાસ તરીકે નહિ, પણ વહાલા ભાઈ તરીકે આવકાર કરે.—ફિલે. ૧૩-૧૯.