ભાગ ૬ • પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૬–૧૮:૨૨
‘ચાલ, હવે પાછા જઈએ અને ભાઈઓને મળીએ’
મંડળોમાં સરકીટ નિરીક્ષકોની કઈ મહત્ત્વની જવાબદારી છે? યહોવાના સંગઠન તરફથી કોઈ કામ અથવા સોંપણી મળે તો એને ખુશી ખુશી સ્વીકારવાથી કેવા આશીર્વાદ મળે છે? શાસ્ત્રમાંથી સારી રીતે શીખવી શકીએ એ માટે શું કરવું જોઈએ? આપણે કેમ સામેવાળાના સંજોગો ધ્યાનમાં રાખીને વાતચીતની રીતમાં ફેરફાર કરવો જોઈએ? આપણે પાઉલ સાથે તેમની પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં નીકળીશું ત્યારે આપણને આ અને બીજા સવાલોના જવાબ મળશે.