શિષ્યો બનાવો
પાઠ ૧૨
સલાહ આપતા અચકાશો નહિ
મુખ્ય કલમ: “જેમ તેલ અને ધૂપથી દિલ ખુશ થાય છે, તેમ દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.”—નીતિ. ૨૭:૯.
ઈસુએ શું કર્યું?
૧. વીડિયો જુઓ અથવા માર્ક ૧૦:૧૭-૨૨ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:
ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
૨. બાઇબલમાંથી શીખનાર વ્યક્તિ યહોવા સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકે, એ માટે આપણે અચકાયા વગર પણ પ્રેમથી સલાહ આપીએ.
ઈસુ જેવું કરો
૩. વ્યક્તિને ધ્યેય રાખવા અને એ પૂરા કરવા મદદ કરો.
-
ક. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના દરેક પાઠમાં આપેલા “આટલું કરો” ભાગનો ઉપયોગ કરો.
-
ખ. વ્યક્તિએ કદાચ એવો ધ્યેય રાખ્યો હોય જે થોડા સમયમાં પૂરો થઈ શકે અથવા જેને પૂરો કરતા વધારે સમય લાગે. તે પોતાના ધ્યેય કઈ રીતે પૂરા કરી શકે એ માટે તેને મદદ કરો.
૪. વિચારો કે વ્યક્તિને બાપ્તિસ્મા સુધી પહોંચતા કઈ વાતો રોકે છે, પછી તેને મદદ કરો.
-
-
‘તેને બાપ્તિસ્મા લેતા શું અટકાવે છે?’
-
‘હું કઈ રીતે તેને મદદ કરી શકું?’
-
-
ખ. પ્રાર્થનામાં હિંમત માંગો, જેથી તમે અચકાયા વગર અને પ્રેમથી જણાવી શકો કે તેણે શું કરવું જોઈએ.
૫. વ્યક્તિ ફેરફાર ન કરે તો શીખવવાનું બંધ કરો.
-
ક. બાઇબલ અભ્યાસ ચાલુ રાખવો કે નહિ એ નક્કી કરવા આનો વિચાર કરો:
-
‘શું તે જે શીખે છે એ પ્રમાણે કરે છે?’
-
‘શું તે સભાઓમાં આવે છે? તે જે શીખે છે એ બીજાઓને જણાવે છે?’
-
‘શું આટલો વખત શીખ્યા પછી તે યહોવાના સાક્ષી બનવાનું વિચારે છે?’
-
-
ખ. વ્યક્તિ ફેરફાર કરવા માંગતી ન હોય તો:
-
તેને કહો કે કઈ વાત તેને રોકે છે, એ વિશે વિચારે.
-
તેને પ્રેમથી સમજાવો કે તમે કેમ શીખવવાનું બંધ કરો છો.
-
તેને જણાવો કે ફરી શીખવું હોય તો તેણે કેવા ફેરફાર કરવાની જરૂર છે.
-