ફરી મળવા જાઓ
પાઠ ૭
હાર ન માનો, મદદ કરતા રહો
મુખ્ય કલમ: “તેઓએ . . . ખુશખબર જાહેર કરવાનું અને શીખવવાનું છોડ્યું નહિ.”—પ્રે.કા. ૫:૪૨.
પાઉલે શું કર્યું?
૧. વીડિયો જુઓ અથવા પ્રેરિતોનાં કાર્યો ૧૯:૮-૧૦ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:
પાઉલ પાસેથી શું શીખવા મળે છે?
૨. આપણે સમય કાઢીએ અને મહેનત કરીએ, જેથી લોકોને ફરી મળીએ ત્યારે તેઓ આપણું સાંભળે અને બાઇબલમાંથી શીખવા તૈયાર થાય.
પાઉલ જેવું કરો
૩. વ્યક્તિને ફાવે એ સમયે મળવા જાઓ. આનો વિચાર કરો: ‘તે સારી રીતે વાત કરી શકે એ માટે તેને કયો સમય અને કઈ જગ્યા ફાવશે?’ કદાચ તેને ફાવે એવા સમયે જવું તમારા માટે અઘરું હોય, તોપણ તેને મળવા જાઓ. તમારા શેડ્યૂલમાં ફેરફાર કરવા તૈયાર રહો.
૪. ફરી મળવાનો સમય નક્કી કરો. દરેક વખતે છેલ્લે નક્કી કરો કે ફરી ક્યારે મળશો. પછી એ જ સમયે તેને મળવા જાઓ.
૫. નિરાશ ન થશો. કદાચ એક વ્યક્તિ ભાગ્યે જ ઘરે મળતી હોય અથવા કામમાં ડૂબેલી રહેતી હોય. એવા સંજોગોમાં તરત ધારી ન લો કે તેને શીખવાની કોઈ ઇચ્છા નથી. (૧ કોરીં. ૧૩:૪, ૭) ખરું કે તમે વ્યક્તિને મળવા બનતું બધું કરવા માંગો છો, પણ તમારા સમયનો સારો ઉપયોગ થાય એ વાતનું પણ ધ્યાન રાખજો.—૧ કોરીં. ૯:૨૬.