વધારે માહિતી ગ
દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી કઈ રીતે શીખવશો?
દુઃખ જશે, સુખ આવશે પુસ્તક તૈયાર કરવા ભાઈઓએ ઘણી મહેનત કરી હતી. એમાં કઈ માહિતી રાખવી એ માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું, ઘણી પ્રાર્થના કરવામાં આવી હતી. આપણે બાઇબલ અભ્યાસમાં એનો સારામાં સારો ઉપયોગ કરવા માંગીએ છીએ. એટલે ચાલો જોઈએ કે એ પુસ્તકમાંથી કઈ રીતે શીખવી શકીએ.
શીખવતા પહેલાં
-
૧. સારી તૈયારી કરો. તૈયારી કરતી વખતે વિચારો કે સામેવાળી વ્યક્તિના સંજોગો કેવા છે, તે શું માને છે અને તેને કેવી મદદની જરૂર છે. પહેલેથી જોવાની કોશિશ કરો કે કયો મુદ્દો તેને સમજવો કે લાગુ પાડવો અઘરો લાગશે. “વધારે માહિતી” ભાગ પણ જોઈ રાખો. વિચારો કે એ ભાગમાં આપેલી માહિતીથી તેને કઈ રીતે મદદ મળી શકે છે. જરૂર પડે તો એ માહિતીની ચર્ચા કરતા અચકાશો નહિ.
શીખવતી વખતે
-
૨. વ્યક્તિને વાંધો ન હોય તો શરૂઆત અને અંત પ્રાર્થનાથી કરો.
-
૩. તમે જ બોલ બોલ ન કરો, પણ પુસ્તકની માહિતી પર ચર્ચા કરો. વ્યક્તિને પોતાના વિચારો જણાવવા દો.
-
૪. નવા વિભાગની શરૂઆત કરતા પહેલાં “આ વિભાગમાં શું શીખીશું” એ વાંચો. પછી એની નીચે આપેલા અમુક વિષયો પર ધ્યાન દોરો.
-
૫. દરેક વિભાગના અંતે અમુક સવાલો આપ્યા છે, એની ચર્ચા કરો. એમ કરવાથી એ વિભાગમાં શીખેલી વાતો યાદ રાખવા વ્યક્તિને મદદ મળશે.
-
૬. દરેક પાઠમાંથી શીખવો ત્યારે:
-
ક. પહેલો ભાગ વાંચો.
-
ખ. જે કલમો પછી “વાંચો” લખ્યું હોય એ વાંચો.
-
ગ. જરૂર લાગે તો બીજી કલમો પણ વાંચો.
-
ઘ. જ્યાં “વીડિયો જુઓ” લખ્યું હોય એ વીડિયો બતાવો (જો તમારી પાસે હોય તો).
-
ચ. દરેક સવાલ પૂછો.
-
છ. “વધારે જાણો” ભાગમાં આપેલાં ચિત્રો પર ધ્યાન દોરો. પછી તેને પૂછો કે એમાં શું જોવા મળે છે.
-
જ. “આટલું કરો” ભાગ પર ધ્યાન દોરો. એ ભાગમાં આપેલો ધ્યેય રાખવા અને પોતાના માટે બીજા પણ ધ્યેય રાખવા વ્યક્તિને ઉત્તેજન આપો. એનાથી તેને ખ્યાલ આવશે કે શીખેલી વાતો લાગુ પાડવામાં તે કેવું કરી રહી છે.
-
ઝ. તેને પૂછો કે તૈયારી કરતી વખતે શું તેને “વધારે માહિતી” ભાગમાંથી કોઈ વીડિયો કે લેખ ગમ્યો.
-
ટ. એક જ વારમાં આખો પાઠ પૂરો કરવાની કોશિશ કરો.
-
શીખવ્યા પછી
-
૭. તમે જેને શીખવતા હો, તેના વિશે વિચારતા રહો. પ્રાર્થનામાં તેની મહેનત પર યહોવાનો આશીર્વાદ માંગો. તેને મદદ કરવા યહોવા પાસે બુદ્ધિ અને સમજશક્તિ માંગો.