સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ વિશે તમે શું વિચારો છો?

બાઇબલ વિશે તમે શું વિચારો છો?

શું તમે એમ કહેશો કે એ . . .

  • માણસોના વિચારોનું પુસ્તક છે?

  • જૂના જમાનાની વાર્તાઓ અને દંતકથાઓનું પુસ્તક છે?

  • ઈશ્વર તરફથી મળેલું પુસ્તક છે?

બાઇબલ શું કહે છે?

“આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.”—૨ તિમોથી ૩:૧૬.

બાઇબલમાં ભરોસો મૂકવાથી . . .

આપણને જીવનના મોટા મોટા સવાલોના સંતોષ આપતા જવાબો મળે છે.​—નીતિવચનો ૨:૧-૫.

રોજિંદા જીવન માટે ભરોસાપાત્ર માર્ગદર્શન મળે છે.​—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.

ભવિષ્ય માટે ખરી આશા મળે છે.​—રોમનો ૧૫:૪.

બાઇબલ જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?

હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં ત્રણ કારણો છે:

  • અજોડ રીતે સુમેળમાં. બાઇબલ અલગ અલગ ચાલીસેક લોકો દ્વારા ૧,૬૦૦ વર્ષના સમયગાળામાં લખાયું હતું. તેઓમાંના મોટા ભાગના એકબીજાને કદી મળ્યા ન હતા. તોપણ આખું બાઇબલ એક મુખ્ય વિષયની સુમેળમાં છે!

  • સાચો ઇતિહાસ. દુનિયાના ઇતિહાસકારો મોટા ભાગે પોતાના લોકોની નિષ્ફળતા છુપાવતા હોય છે. પણ બાઇબલના લેખકોએ નિખાલસ બનીને પોતાની અને પોતાના દેશની નબળાઈઓ વિશે લખ્યું છે.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬; ગીતશાસ્ત્ર ૫૧:૧-૪.

  • સાચી પડતી ભવિષ્યવાણીઓ. પ્રાચીન શહેર બાબેલોનનો નાશ થશે, એ વિશે બાઇબલમાં ૨૦૦ વર્ષ અગાઉથી જણાવવામાં આવ્યું હતું. (યશાયા ૧૩:૧૭-૨૨) એમાં એ પણ જણાવ્યું હતું કે બાબેલોનનો કઈ રીતે નાશ થશે તેમજ એને જીતી લેનારનું નામ શું હશે.—યશાયા ૪૫:૧-૩.

    બાઇબલની આ અને બીજી અનેક ભવિષ્યવાણીઓ પણ નાનામાં નાની વિગતો સાથે સાચી પડી હતી. ઈશ્વર તરફથી મળેલા પુસ્તકમાં આપણે આવી જ આશા રાખી શકીએ, ખરું ને!—૨ પિતર ૧:૨૧.

વિચારવા જેવું

બાઇબલ કઈ રીતે તમારા જીવનમાં સુધારો લાવી શકે?

એનો જવાબ બાઇબલમાં અહીં જોવા મળે છે: યશાયા ૪૮:૧૭, ૧૮ અને ૨ તિમોથી ૩:૧૬, ૧૭.