સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૧૦

ઈસુ હંમેશાં કહેવું માનતા

ઈસુ હંમેશાં કહેવું માનતા

શું તમને કોઈ વાર મમ્મી-પપ્પાનું માનવું અઘરું લાગે છે?— અમુક વખતે એ અઘરું હોય છે. ઈસુ હંમેશાં કોનું માનતા?— યહોવાનું અને તેમનાં મમ્મી-પપ્પાનું. ઈસુનો દાખલો તમને પણ મમ્મી-પપ્પાનું માનવા મદદ કરશે. અઘરું લાગે ત્યારે પણ. ચાલો આપણે ઈસુ વિશે શીખીએ.

ઈસુ પૃથ્વી ઉપર આવ્યા એ પહેલાં ક્યાં હતા? સ્વર્ગમાં તેમના પિતા યહોવા સાથે હતા. પૃથ્વી ઉપર પણ ઈસુનાં મમ્મી-પપ્પા હતાં. પપ્પાનું નામ યુસફ અને મમ્મીનું નામ મરિયમ. તેઓ કઈ રીતે ઈસુનાં મમ્મી-પપ્પા બન્યાં?—

યહોવાએ એક ચમત્કાર કર્યો. તેમણે સ્વર્ગમાંથી ઈસુનું જીવન મરિયમના પેટમાં મૂક્યું, જેથી પૃથ્વી પર ઈસુ જન્મે અને જીવે. મમ્મીના પેટમાં બાળક મોટું થાય છે, એવી જ રીતે ઈસુ પણ મરિયમના પેટમાં મોટા થયા. લગભગ નવ મહિના પછી ઈસુનો જન્મ થયો. આમ, મરિયમ અને તેમના પતિ યુસફ, ઈસુનાં મમ્મી-પપ્પા બન્યાં.

ઈસુ બાર વર્ષના હતા ત્યારની આ વાત છે. આટલી નાની ઉંમરે પણ તેમણે બતાવ્યું કે તે પિતા યહોવાને ખૂબ ચાહે છે. ચાલો એ વિશે જોઈએ. ઈસુ તેમના કુટુંબ સાથે લાંબી મુસાફરીએ નીકળ્યા હતા. તેઓ પાસ્ખાનો તહેવાર ઉજવવા યરૂશાલેમ આવ્યા. તહેવાર પછી તેઓ ઘરે પાછા જતા હતા. પણ, યુસફ અને મરિયમને ઈસુ ક્યાંય ન મળ્યા. તે ક્યાં હતા તમને ખબર છે?—

ઈસુ મંદિરમાં શું કરતા હતા?

યુસફ અને મરિયમ ઉતાવળે પાછા યરૂશાલેમ ગયા. ઈસુને શોધવા તેઓ બધે જ ફરી વળ્યા. ઈસુ ક્યાંય ન મળ્યા. તેઓને ખૂબ જ ચિંતા થઈ. એક, બે, ત્રણ દિવસ વીતી ગયા. પછી તેઓએ ઈસુને મંદિરમાં જોયા. ઈસુ મંદિરમાં શું કરતા હતા?— તે યહોવા પિતા વિશે શીખતા હતા. યહોવાને તે ખૂબ જ ચાહતા હતા. તે યહોવાનું દિલ ખુશ કરવા ચાહતા હતા. યહોવાનું કહેવું માનવા ઈસુએ ઘણું દુઃખ સહન કર્યું. તોય, તેમણે હંમેશાં યહોવાનું માન્યું. શું ઈસુ તેમનાં મમ્મી-પપ્પાનું માનતા હતા?— હા. બાઇબલ જણાવે છે કે ઈસુએ હંમેશાં તેઓનું કહેવું માન્યું.

ઈસુના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?— તમારે પણ મમ્મી-પપ્પાનું હંમેશાં માનવું જોઈએ. અઘરું લાગે ત્યારે પણ. તમે એમ કરશો ને?—