સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ચાર

“મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ”—શુદ્ધ ભક્તિ પર હુમલો, છતાં ટકી રહી

“મારા પવિત્ર નામ માટે હું પૂરી તાકાતથી લડીશ”—શુદ્ધ ભક્તિ પર હુમલો, છતાં ટકી રહી

હઝકિયેલ ૩૯:૨૫

ઝલક: યહોવા પોતાના લોકોને મોટી વિપત્તિમાંથી બચાવી લે છે

ખરું કે યહોવા લોકોને બહુ પ્રેમ કરે છે, છતાં તેઓના કામોનો હિસાબ પણ લે છે. ઘણા લોકો યહોવાની ભક્તિ કરવાનો દાવો કરે છે. પણ તેઓ નીચ કામો કરીને બેવફા બને છે. એ જોઈને યહોવાને કેવું લાગે છે? મોટી વિપત્તિમાંથી કોને બચાવવા અને કોને નહિ, એ યહોવા કઈ રીતે નક્કી કરશે? યહોવા પ્રેમના સાગર છે. તો પછી કેમ તે લાખો દુષ્ટ લોકોનો નાશ કરશે?

આ ભાગમાં

પ્રકરણ ૧૫

“હું તારી વેશ્યાગીરીનો અંત લાવીશ”

હઝકિયેલ અને પ્રકટીકરણમાં વેશ્યાઓ વિશે જે જણાવ્યું છે, એમાંથી શું શીખવા મળે છે?

પ્રકરણ ૧૬

“તેઓનાં કપાળ પર નિશાની કર”

હઝકિયેલના સમયમાં ઈશ્વરભક્તોને બચાવવા જે રીતે નિશાની કરવામાં આવી, એ આજે આપણા માટે મહત્ત્વનું છે.

પ્રકરણ ૧૭

‘ઓ ગોગ! હું તારી વિરુદ્ધ છું’

માગોગનો ગોગ કોણ છે? તે જેના પર હુમલો કરશે, એ દેશ શાને બતાવે છે?

પ્રકરણ ૧૮

“મારો ક્રોધ ભભૂકી ઊઠશે”

ગોગ યહોવાના લોકો પર હુમલો કરશે ત્યારે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠશે એને તે પોતાના લોકોનો બચાવ કરશે.