સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ત્રણ

‘હું તમને ભેગા કરીશ’—શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે એનું વચન

‘હું તમને ભેગા કરીશ’—શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે એનું વચન

હઝકિયેલ ૨૦:૪૧

ઝલક: હઝકિયેલની ભવિષ્યવાણીઓ જણાવે છે કે ભક્તિ ફરી શરૂ થશે

ઇઝરાયેલીઓ વેરવિખેર થઈ ગયા છે. તેઓમાં ભાગલા પડી ગયા છે. તેઓ યહોવાને વફાદાર રહ્યા નહિ. તેઓએ શુદ્ધ ભક્તિને અશુદ્ધ કરી નાખી અને યહોવાનું નામ બદનામ કર્યું. તેઓએ પોતાનાં કામોનાં ફળ ભોગવવાં પડ્યાં. એ લોકો પર નિરાશાનાં કાળાં કાળાં વાદળો ઘેરાઈ ગયાં હતાં. પણ યહોવાએ હઝકિયેલ દ્વારા અનેક ભવિષ્યવાણીઓ જણાવી. એનાથી ગુલામીમાં ગયેલા ઇઝરાયેલીઓને લાખો નિરાશામાં એક આશાનું કિરણ દેખાયું. યહોવાએ હઝકિયેલને ચિત્રો અને જોરદાર દર્શનો બતાવ્યાં, જેનાથી ગુલામીમાં ગયેલા ઇઝરાયેલીઓને ખૂબ હિંમત મળી. આજે જે લોકો યહોવાની ભક્તિ ફરી શરૂ થાય એ જોવા તરસે છે, તેઓની હિંમત આ ભવિષ્યવાણીઓથી વધે છે.

આ ભાગમાં

પ્રકરણ ૮

હું એક ઘેટાંપાળકને પસંદ કરીશ

યહોવાએ હઝકિયેલને મસીહ વિશે ભવિષ્યવાણીઓ લખી લેવા કહ્યું. મસીહ રાજા બનશે. તે યહોવાના લોકોના ઘેટાંપાળક બનશે. તે ફરીથી યહોવાની ભક્તિ શરૂ કરાવશે, જે કાયમ ટકશે.

પ્રકરણ ૯

“હું તેઓને એકદિલના કરીશ”

બાબેલોનની ગુલામીમાં ગયેલા વફાદાર યહૂદીઓને ભવિષ્યવાણીઓ જણાવવામાં આવી. આજે એ ભવિષ્યવાણીઓનો અર્થ શું થાય છે?

પ્રકરણ ૧૦

“તમે જીવતા થશો”

હઝકિયેલે દર્શનમાં હાડકાંથી ભરેલી ખીણ જોઈ. એ હાડકાં જીવતાં થયાં. એનો શું અર્થ થાય?

પ્રકરણ ૧૧

‘મેં તને ચોકીદાર ઠરાવ્યો છે’

ચોકીદારની શું જવાબદારી છે? તેણે લોકોને કઈ ચેતવણી આપવાની છે?

પ્રકરણ ૧૨

‘હું તેઓને એક પ્રજા બનાવીશ’

યહોવાએ વચન આપ્યું છે કે તે તેમના લોકોને એક પ્રજા બનાવશે.

પ્રકરણ ૧૩

“મંદિરનું વર્ણન કર”

હઝકિયેલે મંદિરનું જે દર્શન જોયું એનો શું અર્થ થાય?

પ્રકરણ ૧૪

“મંદિરનો નિયમ આ છે”

હઝકિયેલે જોયેલા દર્શનથી તેમના સમયના યહૂદીઓને શું શીખવા મળ્યું હશે? એ દર્શનનો આજે આપણા માટે શું અર્થ થાય?