સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૯-ઘ

ગુલામી અને શુદ્ધ ભક્તિ વિશે ભવિષ્યવાણીઓ

ગુલામી અને શુદ્ધ ભક્તિ વિશે ભવિષ્યવાણીઓ

યહૂદીઓની ગુલામી વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. એમાંની અનેક ભવિષ્યવાણીઓ મોટા પાયે પણ પૂરી થઈ. જ્યારે ખ્રિસ્તી મંડળ મહાન બાબેલોનની ગુલામીમાં હતું, ત્યારે એ પૂરી થઈ. ચાલો અમુક દાખલા જોઈએ.

૧. ચેતવણીઓ

૨. ગુલામી

૩. શુદ્ધ ભક્તિ ફરી શરૂ

પહેલી વાર પૂરી થઈ

ઈ.સ. પૂર્વે ૬૦૭ પહેલાં—યશાયા, યર્મિયા અને હઝકિયેલે યહોવાના લોકોને ચેતવણી આપી, તોપણ તેઓ ઈશ્વર-વિરોધી બન્યા

ઈ.સ. પૂર્વે ૬૦૭—યરૂશાલેમનો નાશ. યહોવાના લોકોને બાબેલોનની ગુલામીમાં મોકલી દેવામાં આવ્યા

ઈ.સ. પૂર્વે ૫૩૭થી—કેટલાક વફાદાર યહૂદીઓ યરૂશાલેમ પાછા ફર્યા. તેઓએ ફરીથી મંદિર બાંધ્યું અને યહોવાની ભક્તિ ફરી શરૂ કરી

મોટા પાયે પૂરી થઈ

પહેલી સદી—ઈસુ, પાઉલ અને યોહાન મંડળને ચેતવણી આપતા રહ્યા, તોપણ તેઓ ઈશ્વર-વિરોધી બન્યા

બીજી સદીથી—સાચા ખ્રિસ્તીઓને મહાન બાબેલોનની ગુલામીમાં મોકલી દેવામાં આવ્યા

ઈ.સ. ૧૯૧૯થી—રાજા ઈસુએ વફાદાર અભિષિક્તોને ગુલામીમાંથી છોડાવ્યા અને યહોવાની ભક્તિ ફરી શરૂ કરી