સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૨૦-ક

જમીનની વહેંચણી

જમીનની વહેંચણી

દર્શનમાં સાફ સાફ બતાવવામાં આવ્યું કે દેશની જમીનની સરહદ કેટલેથી કેટલે સુધીની હશે. એમાં એ પણ જણાવ્યું કે દરેક કુળને ક્યાંથી ક્યાં સુધીની જમીન મળશે. ગુલામીમાં રહેતા યહૂદીઓને એનાથી પાકો ભરોસો બેઠો હશે કે તેઓ પોતાના વહાલા વતનમાં ફરીથી જઈને રહેશે. એ દર્શનથી આપણને પણ ઘણું શીખવા મળે છે. ચાલો એવા બે મુદ્દા પર વાત કરીએ.

બધા માટે ખાસ જગ્યા, બધાની સેવા અનમોલ

દર્શનથી બધા લોકોને કયો ભરોસો થયો? એ જ કે જ્યારે તેઓ ગુલામીમાંથી પોતાના વતન પાછા જશે, ત્યારે દરેકને વારસા તરીકે જમીન આપવામાં આવશે. એવી જ રીતે, આજે ઈશ્વરભક્તોના ‘દેશમાં’ યહોવાના દરેક ભક્ત માટે એક ખાસ જગ્યા છે. ભલે યહોવાના સંગઠનમાં આપણે કોઈ નાનું-મોટું કામ કરતા હોઈએ, પણ યહોવાની નજરે બધા અનમોલ છીએ. આપણે બધા મહત્ત્વના છીએ. યહોવા પોતાના એકેએક ભક્તને દિલોજાનથી ચાહે છે.

એકસરખો હિસ્સો

હઝકિયેલના દર્શનમાં ઇઝરાયેલ દેશની એ જમીન બાર કુળોમાં એકસરખી અને બરાબર રીતે વહેંચવામાં આવી. એ જમીન ઉપજાઉ હતી. એ દેશમાં પાણી પણ પૂરતું હતું. એનાથી બધાને એકસરખો ફાયદો થયો. એવું જ યહોવાએ આજે પણ કર્યું છે. આજે યહોવાના લોકો પોતાના ‘દેશમાં’ રહે છે. એના આશીર્વાદોનો લાભ લેવાનો યહોવાએ બધા ઈશ્વરભક્તોને એકસરખો મોકો આપ્યો છે.