બૉક્સ ૧-ખ
હઝકિયેલના પુસ્તક પર એક નજર
હઝકિયેલના પુસ્તકમાં આ રીતે ભાગ પાડવામાં આવ્યા છે:
અધ્યાય ૧-૩
યહૂદીઓની સાથે હઝકિયેલ પણ બાબેલોનની ગુલામીમાં છે. ઈસવીસન પૂર્વે ૬૧૩માં યહોવા હઝકિયેલને અમુક દર્શનો બતાવે છે. તે તેને કબાર નદીની પાસે રહેતા યહૂદીઓને ભવિષ્યવાણીઓ જણાવવાનું કામ સોંપે છે.
અધ્યાય ૪-૨૪
ઈ.સ. પૂર્વે ૬૧૩-૬૦૯માં હઝકિયેલ યરૂશાલેમ અને એના લોકો વિશે અમુક ભવિષ્યવાણીઓ જણાવે છે. એ લોકો બંડખોર બની ગયા છે અને મૂર્તિપૂજા કરવા લાગ્યા છે. તે ખાસ તો તેઓને સજાની ભવિષ્યવાણીઓ સંભળાવે છે.
અધ્યાય ૨૫-૩૨
ઈ.સ. પૂર્વે ૬૦૯માં બાબેલોન યરૂશાલેમની આસપાસ છેલ્લી વાર ઘેરો નાખે છે. આ વખતે હઝકિયેલ યરૂશાલેમ વિશે ભવિષ્યવાણી કરતા નથી. પણ તેની આસપાસના દુશ્મન દેશો વિરુદ્ધ સજાની ભવિષ્યવાણી સંભળાવે છે. એ દેશોનાં નામ આ છે: આમ્મોન, અદોમ, ઇજિપ્ત, મોઆબ, પલિસ્ત, સિદોન અને તૂર.
અધ્યાય ૩૩-૪૮
બાબેલોનથી સેંકડો કિલોમીટર દૂર યરૂશાલેમ અને એનું મંદિર ખંડેર બનીને પડ્યું છે. ઈ.સ. પૂર્વે ૬૦૬થી હઝકિયેલ આશાનો સંદેશો સંભળાવે છે કે યહોવાની શુદ્ધ ભક્તિ ફરી ચોક્કસ શરૂ થશે.
હઝકિયેલના પુસ્તકમાં જેમ જેમ બનાવો બન્યા તેમ તેમ વિષય પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. યરૂશાલેમ અને એના મંદિરના નાશ વિશે પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી. પછી યહોવાની ભક્તિ ફરી શરૂ કરવા વિશે ભવિષ્યવાણી કરવામાં આવી. એ એકદમ બરાબર છે, કેમ કે અગાઉ મંદિરમાં યહોવાની શુદ્ધ ભક્તિ બંધ થઈ ગઈ હતી. એટલે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થાય એ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી.
પહેલા યરૂશાલેમના નાશની ભવિષ્યવાણી થઈ. પછી દુશ્મન દેશોને સજા થશે એની ભવિષ્યવાણી કરવામાં આવી (અધ્યાય ૨૫-૩૨). એના પછી યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એની ભવિષ્યવાણી થઈ. દુશ્મન દેશો પર સજા લાવવાની હઝકિયેલની ભવિષ્યવાણી વિશે એક વિદ્વાન કહે છે: “પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી કે કઈ રીતે ઈશ્વરનો કોપ પોતાના લોકો પર ભડકી ઊઠશે. પછી તેમણે જણાવ્યું કે કઈ રીતે દુશ્મન દેશોને સજા કરવામાં આવશે. એના પછી તેમણે જણાવ્યું કે કઈ રીતે ઈશ્વર પોતાના લોકો પર દયા કરશે. એ એકદમ બરાબર છે, કેમ કે ઈશ્વર પોતાના લોકો પર દયા કરીને તેમને છોડાવે એ પહેલાં દુશ્મન દેશોને સજા કરે એ જરૂરી હતું.”