સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૩

બાઇબલ વિશેની ખરી સમજણ કઈ રીતે વધી?

બાઇબલ વિશેની ખરી સમજણ કઈ રીતે વધી?

બાઇબલ વિદ્યાર્થીઓ, આશરે ૧૮૭૦

ચોકીબુરજનો પહેલો અંક, ૧૮૭૯

હમણાંનું ચોકીબુરજ

પહેલેથી બાઇબલમાં જણાવવામાં આવ્યું હતું કે ઈસુના મરણ પછી, ખ્રિસ્તી મંડળમાંથી જ અમુક જૂઠા ઉપદેશકો ઊભા થશે. તેઓ બાઇબલના સત્યને ભ્રષ્ટ કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) સમય જતાં એવું જ બન્યું. જૂઠા ઉપદેશકોએ ઈસુના શિક્ષણમાં બીજા ધર્મોના શિક્ષણની ભેળસેળ કરી. આ રીતે ખ્રિસ્તી ધર્મ ભ્રષ્ટ થયો. (૨ તીમોથી ૪:૩, ૪) તો તમને કદાચ સવાલ થશે કે આજે આપણી પાસે બાઇબલનું સત્ય છે, એનો શો પુરાવો?

ખરા સમયે યહોવાએ સત્ય પ્રગટ કર્યું. તેમણે અગાઉથી જણાવ્યું હતું કે દુષ્ટ દુનિયાના ‘અંતના સમયે જ્ઞાનની વૃદ્ધિ થશે.’ (દાનીયેલ ૧૨:૪) ૧૮૭૦માં અમુક લોકોએ ભેગા મળીને એ સત્ય સમજવાનો પ્રયત્ન કર્યો. તેઓ જોઈ શક્યા કે ચર્ચમાં જેવું શીખવવામાં આવે છે, એવું બાઇબલ શીખવતું નથી. તેથી, તેઓ બાઇબલના મૂળ શિક્ષણનું સંશોધન કરવા લાગ્યા. યહોવા ઈશ્વરે તેઓને એ શિક્ષણ સમજવા મદદ કરી.

તેઓએ સાચા દિલથી બાઇબલનો અભ્યાસ કર્યો. બાઇબલ વિદ્યાર્થીઓએ અપનાવેલી રીત આજે અમે પણ વાપરીએ છીએ. તેઓએ બાઇબલના એક પછી એક વિષય પર ચર્ચા કરી. અમુક બાઇબલ કલમો સમજવી અઘરી પડતી ત્યારે, તેઓએ એ સમજવા બીજી કલમોની મદદ લીધી. જ્યારે બીજી કલમો એ સમજણને ટેકો આપે, ત્યારે તેઓએ એ વિશે લખી લીધું. આમ તેઓને આ બાબતોની ખરી સમજણ પડી: ઈશ્વરનું નામ, તેમનું રાજ્ય, મનુષ્ય અને પૃથ્વી માટેનો તેમનો હેતુ, મરણ પછી શું થાય છે અને ગુજરી ગયેલા જીવતા થશે એવી આશા વગેરે. આમ, તેઓ જૂઠા શિક્ષણ અને રિવાજોના બંધનથી આઝાદ થયા.—યોહાન ૮:૩૧, ૩૨.

૧૮૭૯માં બાઇબલ વિદ્યાર્થીઓ પારખી શક્યા કે ઈશ્વરનું શિક્ષણ બધે જ ફેલાવવું જોઈએ. એ વર્ષથી તેઓ ચોકીબુરજ—યહોવાના રાજ્યને જાહેર કરે છે (ધ વૉચટાવર) નામનું સામયિક બહાર પાડવા લાગ્યા, જે આજે પણ બહાર પડે છે. આજે અમે ૨૪૦ દેશોમાં અને લગભગ ૭૫૦ ભાષાઓમાં બાઇબલનું શિક્ષણ લોકોને જણાવીએ છીએ. આટલી હદે પહેલાં કદી સત્ય જણાવવામાં આવ્યું નથી!

  • ઈસુના મરણ પછી બાઇબલના સત્યનું શું થયું?

  • શાના લીધે બાઇબલ વિશેની ખરી સમજણ વધી?