સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આખરમાં

આખરમાં

તમે યહોવાના લોકો સાથે હતા ત્યારનો કોઈ ખાસ બનાવ યાદ છે? જેમ કે, ઉત્તેજનભરી મંડળની સભા, રોમાંચક મહાસંમેલન, પ્રચારમાં થયેલો સરસ અનુભવ અથવા મંડળનાં ભાઈ-બહેનો જોડે સારી વાતચીત. એ બતાવે છે કે, તમે યહોવાને ભૂલ્યા નથી અને યહોવા પણ તમને ભૂલ્યા નથી. યહોવાની સેવામાં તમે જે કર્યું છે એ તેમને યાદ છે. અને તમે યહોવાની પાસે પાછા ફરો એ માટે મદદ કરવા તે આતુર છે.

યહોવા કહે છે: ‘હું પોતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ અને સંભાળ રાખીશ. જેમ કોઈ ઘેટાંપાળક આમ-તેમ વિખેરાઈ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછાં લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઈ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઈ આવીશ.’—હઝકીએલ ૩૪:૧૧, ૧૨, કોમન લેંગ્વેજ.