સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૪

મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?

મારાથી ભૂલ થાય તો હું શું કરીશ?

એ જાણવું મહત્ત્વનું છે

તમારી ભૂલો સ્વીકારવાથી તમે વધારે જવાબદાર અને ભરોસાપાત્ર બનશો.

તમે શું કરશો?

આની કલ્પના કરો: દોસ્તો સાથે રમતી વખતે ટીમ બોલ નાખે છે, જેનાથી પડોશીના ઘરની બારીનો કાચ તૂટી જાય છે.

જો તમે ટીમની જગ્યાએ હો, તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

તમારી પાસે ત્રણ ઓપ્શન છે:

  1. ૧. ભાગી જવું.

  2. ૨. બીજાનો વાંક કાઢવો.

  3. ૩. જે બન્યું એ પડોશીને જણાવવું અને જે ખર્ચો થાય એ આપવાની તૈયારી બતાવવી.

તમને ઓપ્શન ૧ પ્રમાણે કરવાનું મન થઈ શકે. પણ ભૂલ કબૂલ કરવાનાં હંમેશાં સારાં કારણો છે—ચાહે બારીનો કાચ તૂટે કે બીજી કોઈ ભૂલ થાય.

ભૂલો સ્વીકારવાનાં ત્રણ કારણો

  1. ૧. એમ કરવું ખરું છે.

    શાસ્ત્ર કહે છે: “અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.”—હિબ્રૂ ૧૩:૧૮.

  2. ૨. ભૂલો સ્વીકારનારને લોકો મોટા ભાગે માફ કરી દે છે.

    શાસ્ત્ર કહે છે: ‘જે માણસ પોતાની ભૂલો છુપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.’—નીતિવચનો ૨૮:૧૩.

  3. ૩. સૌથી મહત્ત્વનું, એનાથી ઈશ્વર ખુશ થાય છે.

    શાસ્ત્ર કહે છે: ‘કપટી માણસોથી યહોવા કંટાળે છે, પણ ન્યાયીઓ સાથે તે મિત્રતા રાખે છે.’—નીતિવચનો ૩:૩૨, IBSI.

૨૦ વર્ષની કરીનાને સ્પીડમાં કાર ચલાવવાને કારણે દંડ થાય છે. દંડની સ્લીપ તે તેના પપ્પાથી છુપાવે છે, પણ બહુ લાંબું નહિ. કરીના જણાવે છે, “એકાદ વર્ષ પછી પપ્પા મારા નામની એ સ્લીપ જોઈ ગયા. પછી તો મારું આવી બન્યું!”

એમાંથી શું શીખી શકાય? કરીના કહે છે: “ભૂલો છુપાવવાથી વાત વધારે બગડે છે. પછીથી પણ નુકસાન ભોગવવું તો પડે જ છે!”

પોતાની ભૂલોમાંથી શીખવું

પવિત્ર શાસ્ત્ર કહે છે: “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.” (યાકૂબ ૩:૨) આપણે જોયું તેમ, પોતાની ભૂલો સ્વીકારવી અને તરત જ સ્વીકારવી, એ નમ્રતા અને પરિપક્વતાની નિશાની છે.

પછીનું પગલું છે, પોતાની ભૂલમાંથી શીખવું. વીરા નામની છોકરી કહે છે: “મારી દરેક ભૂલમાંથી હું કંઈને કંઈ શીખવાનો પ્રયત્ન કરું છું, જેથી હું સારી વ્યક્તિ બની શકું. ફરીથી એવા સંજોગો ઊભા થાય ત્યારે, એને અલગ રીતે હાથ ધરવા એમાંથી મને મદદ મળશે.” ચાલો જોઈએ કે તમે કઈ રીતે એમ કરી શકો.

તમે પપ્પા પાસેથી બાઇક લીધી અને એને નુકસાન થયું. તમે શું કરશો?

  • પપ્પાને કંઈ ન કહો અને આશા રાખો કે તેમને ખબર નહિ પડે.

  • જે થયું એ બધું પપ્પાને જણાવો.

  • જે થયું એ પપ્પાને જણાવો, પણ બીજાનો વાંક કાઢો.

બરાબર અભ્યાસ ન કર્યો હોવાથી તમે પરીક્ષામાં ફેઇલ થયા. તમે શું કરશો?

  • પરીક્ષાનો વાંક કાઢો.

  • ફેઇલ થયા એ માટે તમારી ભૂલ સ્વીકારો.

  • ટીચરને તમારી સાથે કંઈ વાંકું પડ્યું છે, એવો દાવો કરો.

અગાઉની ભૂલોને યાદ કરતા રહેવું, એ કાર ચલાવતી વખતે રિયરવ્યૂ મિરરમાં જોતા રહેવા જેવું છે

હવે આગલા બનાવોને ધ્યાનમાં રાખીને કલ્પના કરો કે તમે (૧) પપ્પા અને (૨) ટીચર છો. તમે તરત ભૂલો સ્વીકારી હોત તો, પપ્પા અને ટીચર તરીકે તમને કેવું લાગ્યું હોત? તમે ભૂલો છુપાવી હોત તો કેવું લાગ્યું હોત?

હવે, ગયા વર્ષે તમે કરેલી કોઈ ભૂલનો વિચાર કરો અને નીચેના સવાલોનો જવાબ આપો.

એ કઈ ભૂલ હતી? તમે એ માટે શું કર્યું હતું?

  • એ ભૂલ છુપાવી હતી.

  • બીજાનો વાંક કાઢ્યો હતો.

  • તરત સ્વીકારી લીધી હતી.

જો તમે ભૂલ સ્વીકારી ન હતી, તો પછીથી કેવું લાગ્યું હતું?

  • હાશ—બચી ગયો!

  • અફસોસ—મારે સાચું બોલવું જોઈતું’તું.

એ સંજોગોમાં તમે કઈ રીતે વધારે સારું કરી શક્યા હોત?

તમારી ભૂલમાંથી શું શીખ્યા?

તમને શું લાગે છે?

અમુક લોકો કેમ પોતાની ભૂલો સ્વીકારતા નથી?

તમે હંમેશાં ભૂલો છુપાવવાનો પ્રયત્ન કરતા રહો તો, લોકો તમારા વિશે શું વિચારશે? પણ, તમે ભૂલો સ્વીકારતા હો તો, લોકો તમારા વિશે શું વિચારશે?—લુક ૧૬:૧૦.