સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથ તરફથી પત્ર

નિયામક જૂથ તરફથી પત્ર

‘તમારે શિક્ષકો થવું જોઈએ.’ (હિબ્રૂ. ૫:૧૨) જરા વિચાર કરો! વિશ્વના માલિક અને શિક્ષક યહોવા ચાહે છે કે આપણે, હા, આપણે મામૂલી માણસો તેમના વિશે કુટુંબમાં, મંડળમાં અને પ્રચારકામમાં શીખવીએ. કેવું મોટું સન્માન! કેટલી મોટી જવાબદારી! આપણે એમાં કેવી રીતે સફળ થઈ શકીએ?

એનો જવાબ બાઇબલમાં જોવા મળે છે: ‘તું જાહેર વાંચન પર, સલાહ આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.’ (૧ તિમો. ૪:૧૩, ૧૬) લોકોનું જીવન બચાવતો સંદેશો તમારા હાથમાં છે. એટલે, એ ખૂબ મહત્ત્વનું છે કે તમે વાંચવાની અને શીખવવાની કળામાં સુધારો કરતા રહો. આ ચોપડી તમને મદદ કરશે. જરા એની ઝલક તો જુઓ.

દરેક પાન પર બાઇબલની કલમ છે અને એને લગતી સલાહ છે. અથવા એ સલાહ કેવી રીતે અમલમાં મૂકવી એનો દાખલો પણ છે.

યહોવા ‘મહાન શિક્ષક’ છે. (યશા. ૩૦:૨૦) આ ચોપડી તમને સારા શિક્ષકો અને વાચકો બનવા મદદ કરશે. એક વાત ક્યારેય ભૂલશો નહિ કે આપણે યહોવાનો સંદેશો જણાવીએ છીએ અને તે પોતે લોકોને તેમની પાસે લાવે છે. (યોહા. ૬:૪૪) તેમની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો, વારંવાર કરો. જ્યારે પણ તક મળે, બાઇબલ વાપરો. યહોવાને મહિમા આપો, નહિ કે પોતાને. જે લોકો સાંભળે છે તેઓનાં દિલમાં યહોવા માટે પ્રેમ વધે એવી કોશિશ કરો.

સૌથી મહત્ત્વનો સંદેશો બીજા લોકોને જણાવવા માટે તમને બોલાવવામાં આવ્યા છે. અમને ખાતરી છે કે તમે “ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર” રાખશો તો જરૂર સફળ થશો.—૧ પીત. ૪:૧૧.

તમારા સાથી ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ